વીરતા પુરસ્કારઃ વિંગ કમાન્ડર અભિનંદન સાથે આ 132 જવાનોના શૌર્યનું કરાશે 'અભિનંદન'
73મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારોની જાહેરાત કરાઈ છે, આ વર્ષે સેનાના 132 જવાનોના શૌર્યનું સન્માન કરવામાં આવશે
Trending Photos
નવી દિલ્હીઃ 73મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારોની જાહેરાત કરી દેવાઈ છે. આ વર્ષે સેનાના 132 જવાનોનાં શૌર્યનું સન્માન કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના યુદ્ધ વિમાનનો પીછો કરીને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને 'વીર ચક્ર' એનાયત કરાશે.
શાંતિકાળ દરમિયાન ત્રીજા સૌથી મોટા સૈન્ય સન્માન કિર્તી ચક્રથી સૈનિક પ્રકાશ જાધવને સ્વતંત્રતા દિવસે સન્માનિત કરાશે. જાધવ 2018માં જમ્મુ-કાશ્મીરમાં અથડામણ દરમિયાન શહિદ થયા હતા. સીઆરપીએફના કમાન્ડન્ટ હર્ષપાલ સિંહને પણ કીર્તિ ચક્રથી સન્માનિત કરાશે. લેફ્ટનન્ટ કર્નલ અજય સિંહ ખુશવાહ, મેજર વિભૂતિ શંકર ઢોંઢિયાલ(મરણોપરાંત), કેપ્ટન મહેશ્વર કુમાર ભુરે, લાંસ નાયક સંદીપ સિંહ (મરણોપરાંત) સહિત 14 જવાનોને શૌર્ય ચક્રથી સન્માનિત કરાશે.
વીરતા પુરસ્કાર અંતર્ગત અપાય છે 6 સન્માન
- વીરતા પુરસ્કાર અંતર્ગત 6 સન્માન આપવામાં આવે છે. આ પુરસ્કારોનો ક્રમ પરમવીર ચક્ર, અશોક ચક્ર, મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર, વીર ચક્ર અને શૌર્ય ચક્ર હોય છે.
- પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્રઃ યુદ્ધ કાળમાં સર્વોચ્ચ ત્યાગ અને બલિદાન માટે.
- અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્રઃ શાંતિકાળમાં સર્વોચ્ચ સેવા અને બલિદાન માટે.
- વર્ષમાં બે વખત આ વીરતા પુરસ્કારોની જાહેરાત કરાય છે. એક પ્રજાસત્તાક દિવસે અને પછી સ્વતંત્રતા દિવસે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે