VIDEO: BJPના બે સાધ્વી નેતાઓનું ભાવુક મિલન, ઉમા ભારતીને ભેટીને રડવા લાગ્યા સાધ્વી પ્રજ્ઞા
Trending Photos
નવી દિલ્હી: ભોપાલ લોકસભા બેઠક હાલ ચર્ચામાં છે. ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને આ બેઠક માટે પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. ઉમા ભારતીએ હાલમાં જ જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ તેમના અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વચ્ચેના તણાવની ચર્ચા હતી પરંતુ આજે આ બંને નેતાઓ એકબીજાને ગળે મળતા જોવા મળ્યાં. ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આજે ઉમા ભારતીને ભેટીને ભાવુક થઈ રડી પડ્યાં.
ચૂંટણી પ્રચાર અગાઉ ઉમાને મળવા પહોંચ્યા સાધ્વી પ્રજ્ઞા
હકીકતમાં ચૂંટણી પ્રચાર માટે જતા અગાઉ સાધ્વી પ્રજ્ઞા ઉમા ભારતને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગણાતા ઉમા ભારતીએ તેમને ટીકો કર્યો અને ખીર ખવડાવી તથા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ સાધ્વી માટે પ્રચાર કરશે.
ભેટી પડ્યા બંને નેતાઓ
મુલાકાત બાદ જ્યારે ઉમા ભારતી સાધ્વી પ્રજ્ઞાને તેમની કાર સુધી મુકવા આવ્યાં તો સાધ્વી પ્રજ્ઞા રડવા લાગ્યાં. આ જોઈને કારમાં બેઠેલા સાધ્વી પ્રજ્ઞાને ઉમા ભારતીએ ગળે લગાવ્યાં અને તેમને માથેં ચુંબન કરીને આંસુ લૂછ્યાં.
સાધ્વી પ્રજ્ઞા પૂજનીય છે: ઉમા ભારતી
આ મુલાકાત બાદ ભાજપના નેતા ઉમા ભારતીએ કહ્યું કે હું તેમનું ખુબ સન્માન કરું છું. મેં તેમના પર થતા અત્યાચાર જોયા છે. એટલે તેઓ ખુબ પૂજનીય છે. તેમણે કહ્યું કે હું તેમના માટે પ્રચાર કરીશ.
#WATCH Madhya Pradesh: Pragya Singh Thakur, BJP's LS candidate from Bhopal breaks down while meeting Union Minister and senior BJP leader Uma Bharti in Bhopal. pic.twitter.com/SqcvJPCfnZ
— ANI (@ANI) April 29, 2019
સાધુ-સન્યાસી એકબીજાથી નારાજ થતા નથી
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે સાધુ સન્યાસીઓ ક્યારેય એકબીજાથી નારાજ થતા નથી. હું તેમને મળવા આવી છું અને અમારા બે વચ્ચે હંમેશા આત્મીય સંબંધો રહ્યાં છે.
ઉમા ભારતીનું નિવેદન
નોંધનીય છે કે આ અગાઉ બંને વચ્ચે તણાવના અહેવાલો હતાં. ઉમા ભારતીએ સાધ્વી પ્રજ્ઞાને મહાન સંત ગણાવતા કહ્યું હતું કે તેમની સાથે મારી સરખામણી ન કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે