પ્રિયંકા ગાંધીના સરકાર સામે પ્રહાર, કહ્યું-હું આશા રાખું કે અહીંથી અવાજ ઉઠે...
Trending Photos
અમદાવાદ : પ્રિયંકા ગાંધીએ સાબરમતી આશ્રમની મુલાકાતથી ભાવવિભાર થયાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, આ દેશ આપણો છે, આ દેશ ખેડૂતોએ બનાવ્યો છે. બહેનોએ બનાવ્યો છે. દેશની સંસ્થાઓ તોડવામાં આવી રહી છે. જ્યાં જુઓ ત્યાં નફરત ફેલાવાઇ રહી છે. આ દેશની ફિતરત છે કે નફરતની હવાઓ કરૂણા પ્રેમમાં બદલાશે, ગાંધીજીએ અહીંથી આઝાદી જંગની શરૂઆત કરી હતી, હું આશા રાખું છું કે તમે અહીંથી શરૂઆત કરો.
કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠકમાં આવેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું ભાષણ નથી આપતી, મારા મનમાં બે શબ્દો છે એ કહું છું, પહેલી વખત ગુજરાત આવી છું, સાબરમતી આશ્રમ ગઇ, તમને બતાવી શકતી નથી કે ત્યાં ઝાડ નીચે ભજન સાંભળતાં એવું લાગતું હતું કે આંસુ આવી જશે. દેશ ભક્તોના બલિદાન પર આ દેશનો પાયો નંખાયો છે. આ દેશ પ્રેમ, સદભાવના, પરસ્પરના પ્રેમના આધાર પર બન્યો છે. આજે જે બની રહ્યું છે એ જોતાં દુખ થાય છે. તમે જાગૃત બનો એ સૌથી મોટી દેશ ભક્તિ છે. તમે જાગૃત થાય, આ એવું હથિયાર છે કે જેનાથી કોઇને ચોટ નથી પહોંચાડતું પણ તમને મજબૂત બનાવશે.
લોકસભા ચૂંટણી સંદર્ભે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ ચૂંટણી શું છે? ખોટા મુદ્દા ન ઉઠવા જોઇએ. રોજગાર કેવી રીતે મળશે, મહિલાઓ કેવી રીતે સુરક્ષિત બનશે, ખેડૂતો કેવી રીતે સધ્ધર બની શકે, આ ચૂંટણી મુદ્દા હોવા જોઇએ, સમજી વિચારીને આ વખતે નિર્ણય લો એવી આશા રાખું છું. તમારી સામે મોટી મોટી વાતો કરે છે એમને પુછો કે રોજગારનું શું થયું, 15 લાખ આવવાના હતા ક્યાં ગયા, મહિલાઓની સુરક્ષાનું શું થયું, આવનારા સમયમાં તમારી સામે ઘણા મુદ્દા આવશે. તમારે જાગૃત થવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે