ચૂંટણીનો દબાવઃ હવે પંજાબ સરકારે લોકોને આપી રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Petrol-Diesel Price Reduced In Punjab: પંજાબ સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડવાની જાહેરાત કરી છે. તેનાથી લોકોને રાહત મળશે. 
 

ચૂંટણીનો દબાવઃ હવે પંજાબ સરકારે લોકોને આપી રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

ચંડીગઢઃ પંજાબ (Punjab) ની કોંગ્રેસ (Congress) સરકારે લોકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. પંજાબમાં પેટ્રોલ 10 રૂપિયા અને ડીઝલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે શનિવારે શિરોમણિ અકાલી દળ (SAD) ના કાર્યકર્તાઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price) ઘટાડવા માટે ચંડીગઢમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના (Charanjit Singh Channi) ઘરનો ઘેરાવ કર્યો હતો. 

પંજાબમાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખુબ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમે પેટ્રોલ 10 રૂપિયા અને ડીઝલ 5 રૂપિયા સસ્તું કરવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલ-ડીઝલની નવી કિંમત આજે રાત્રે 12 કલાકથી લાગૂ થશે. 

કેન્દ્રએ ઘટાડી એક્સાઇઝ ડ્યૂટી
મબત્વનું છે કે દિવાળી પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમત પર એક્સાઇઝ ડ્યૂટી 5 રૂપિયા અને 10 રૂપિયા ઘટાડી દીધી હતી. ત્યારબાદ અન્ય રાજ્ય સરકારોએ પેટ્રોલ-ડીઝલ પર લાગેલ વેટના દરોમાં ઘટાડો કર્યો હતો. જેનાથી અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ ગયો છે. 

— ANI (@ANI) November 7, 2021

દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને ચેન્નઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
આજે (રવિવારે) દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. તો મુંબઈમાં પેટ્રોલનો ભાવ 109.98 રૂપિયા અને ડીઝલનો ભાવ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય કોલકત્તામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે. 

મહત્વનું છે કે ભારતમાં સૌથી મોંઘા ભાવ પર પેટ્રોલ-ડીઝલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યું છે. શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત 116 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 100.21 રૂપિયા પ્રતિ લીટર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news