VIDEO: ભારત અને ફ્રાંસનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ, પહેલીવાર જુઓ રાફેલની રફ્તાર
Trending Photos
ફ્રાસના વિમાન પરથી: ભારત અને ફ્રાંસે શુક્રવારે હિન્દ મહાસાગરમાં પોતાનો સૌથી મોટો નૌસેના યુદ્ધાભ્યાસ ચાલુ કર્યો. આ યુદ્ધાભ્યાસમાં રાફેલની સ્પીડ પણ જોવા મળી હતી. આ એરક્રાફ્ટ ઝડપથી ભારત આવવાનાં છે. પરંતુ તેના સોદા મુદ્દે દેશમાં રાજનીતિક તોફાન ચાલી રહ્યું છે. બીજી તરફ બંન્ને દેશ હાલના સમયે મોટા નૌસૈનિક અભ્યાસ કરી રહ્યા છે. ભારત અને ફ્રાંસ ચીનનાં વધી રહેલા આર્થિક પ્રભાવ તથા દક્ષિણ ચીન સાગરમાં તણાવ પેદા કરનારા તેના ક્ષેત્રીય દાવાઓ મુદ્દે ચિંતિત છે.
#WATCH: French fighter aircraft Rafale being recovered onboard French Navy's aircraft carrier FNS Charles de Gaulle, during ongoing Indo-French naval exercise 'Varuna', in the Arabian Sea. pic.twitter.com/pZe4dNtyXZ
— ANI (@ANI) May 10, 2019
મુંબા દેવીના દર્શન કરવા ગયેલા રોબર્ટ વાડ્રા સામે મોદી-મોદીના નારા લાગ્યા
ફ્રાંસના બેડાની કમાન સંભાળી રહેલા રિયર એડમિરલ ઓલિવિયર લેબાસે કહ્યું કે, અમને લાગે છે કે આ ક્ષેત્રમાં વધારે સ્થિરતા લાવી શકે છે જે રણનીતિક રીતે મહત્વપુર્ણ છે અને જેમાં વિશેષ રીતે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મુદ્દે ઘણુ બધુ દાવ પર લાગેલું છે. એશિયા અને યૂરોપ અને પશ્ચિમી એશિયા વચ્ચે મોટા ભાગનો વ્યાપાર સમુદ્રના રસ્તે જ થાય છે.
સ્પાઇસ જેટની ધમાકેદાર ઓફર, હવે મુસાફરી કરો મફતમાં, આ રીતે ઉઠાવો ફાયદો
ભારતે ગોવા રાજ્યના કિનારા પર 17માં વાર્ષિક યુદ્ધાભ્યાસમાં ભાગ લેનારા આશરે 42 હજાર ટનનું ચાલ્સ ડિ ગોલ કુલ 12 યુદ્ધ જહાજ અને સબમરીનમાંથી એક છે. બંન્ને દેશોનાં છ-છ યુદ્ધ જહાજ અને સબમરીન તેમાં ભાગ લઇ રહ્યા છે. ફ્રાંસનાં અધિકારીઓનું કહેવું છે કે આ યુદ્ધાભ્યાસ 2001માં ચાલુ થયું આ અભિયાનનું અત્યાર સુધીનો સૌથી વ્યાપક યુદ્ધાભ્યાસ છે.
હિન્દ મહાસાગરમાં ભારતનો પારંપારિક દબદબો ચીનનાં વધતા દબાણનો સામનો કરી રહ્યું છે. ચીને આ ક્ષેત્રમાં યુદ્ધઅભ્યાસ અને સબમરીનને ફરજંદ કર્યું છે. જ્યારે બેલ્ટ એન્ડ રોડ ઇનીશિએટિવ દ્વારા વાણીજ્યીક અધારભુત ઢાંચાના મોટા નેટવર્કનું નિર્માણ કર્યું છે, જેનો ભારતે આકરો વિરોધ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે