કલમ 370 પર આખરે રાહુલ ગાંધીએ ચૂપ્પી તોડી, કહ્યું-'સત્તાના દુરઉપયોગથી દેશની સુરક્ષાને ખતરો'
કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે આ સમગ્ર મામલે આજે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. તેના પર વિપક્ષના આકરા સવાલોના ગૃહ મંત્રી બરાબર જવાબ પણ આપી રહ્યાં છે. આ બિલ રાજ્યસભામાં સોમવારે બહુમતીથી પસાર થઈ ગયું. જો કે કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે આ સમગ્ર મામલે આજે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીની ટ્વીટ એવા સમયે આવી છે કે જ્યારે તેમની જ કોંગ્રેસ પાર્ટીના અનેક યુવા નેતાઓ અને દિગ્ગજ નેતા મોદી સરકારના આ નિર્ણયનું સમર્થન કરી રહ્યાં છે.
National integration isn’t furthered by unilaterally tearing apart J&K, imprisoning elected representatives and violating our Constitution. This nation is made by its people, not plots of land.
This abuse of executive power has grave implications for our national security.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2019
રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં લખ્યું કે "સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને બંધારણનો ભંગ કર્યો. સરકારે રાષ્ટ્રીય એકીકરણ તોડ્યુ છે. જમ્મુ અને કાશ્મીરના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કેદ કરાયા. દેશ લોકોથી બને છે, જમીનના ટુકડાંથી નહીં. સત્તાના દુરઉપયોગથી દેશની સુરક્ષાને ખતરો છે."
આ અગાઉ લોકસભામાં બિલ પર ચર્ચાની શરૂઆત કરતા શાહે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવાનો સંસદને પૂરેપૂરો અધિકાર છે. કોંગ્રેસના રાજમાં કલમ 370 પર બે વાર સંશોધન થયું. અમિતશાહે એમ પણ કહ્યું કે તેઓ જ્યારે પણ જમ્મુ અને કાશ્મીરની વાત કરે છે ત્યારે તેમાં પીઓકે અને અક્સાઈ ચીન પણ સામેલ હોય છે.
જુઓ LIVE TV
આ બાજુ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ચર્ચા દરમિયાન કહ્યું કે "આખરે કોંગ્રેસ આર્ટિકલ 370 હટાવવાનો આટલો વિરોધ કેમ કરી રહી છે. અમે તો કોંગ્રેસના જ એજન્ડાને આગળ વધારવાનું કામ કરી રહ્યાં છીએ."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે