Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આજથી પૂજાવિધિ શરૂ, અરવિંદ કેજરીવાલ પણ કરશે સુંદરકાંડનો પાઠ
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનને લઈને તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં મંગળવાર એટલે કે આજથી પૂજા પાઠ અને ભજન કિર્તનનું આયોજન થઈ રહ્યું છે.
Trending Photos
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનને લઈને તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં મંગળવાર એટલે કે આજથી પૂજા પાઠ અને ભજન કિર્તનનું આયોજન થઈ રહ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે કહ્યું હતું કે 18 જાન્યુઆરીના રોજ જે પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેને ગર્ભગૃહમાં તેમના આસન પર સ્થાપિત કરવામાં આવશે. મંગળવારથી પૂજા વિધિ શરૂ કરવામાં આવી છે. દેશભરના મંદિરો અને લોકો પોતાના ઘરોમાં આજથી રામ ભજન ગાવા, સુંદર કાંડના પાઠ જેવા અનુષ્ઠાન કરી રહ્યા છે. ભાજપ જ નહીં વિપક્ષી નેતા પણ આ દરમિયાન ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાના છે. જાણો કયા કયા નેતાએ કયા પ્રકારે પ્રભુના સ્વાગતની તૈયારી કરી છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુંદરકાંડના પાઠ કરશે. દિલ્હીની તમામ 70 વિધાનસભા વિસ્તારોમાં મંગળવારના રોજ સુંદરકાંડનો પાઠ કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ અને સોનિયા ગાંધી 22 જાન્યુઆરીએ અયોધ્યા નહીં જાય પરંતુ આ બધા વચ્ચે અનેક કોંગ્રેસી નેતાઓએ સોમવારે સરયુ નદીમાં ડુબકી લગાવી છે. યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયના નેતૃત્વમાં અનેક નેતાઓએ સરયુમાં સ્થાન કર્યું અને કહ્યું કે અમે રામના ભક્ત છીએ. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને રાજકીય રંગ આપવાનો વિરોધ કરીએ છીએ.
15 જાન્યુઆરીના રોજ પોતાના જન્મદિવસના અવસરે બીએસપી પ્રમુખ માયાવતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રામ મંદિર માટે થનારા કાર્યક્રમોનું તેમની પાર્ટી સ્વાગત કરે છે. ભવિષ્યમાં જો બાબરી મસ્જિદ માટે કોઈ કાર્યક્રમ થશે તો તેનું પણ સ્વાગત કરીશું. તેમણે કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તેમને સામેલ થવાનું આમંત્રણ મળ્યું નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ હજુ સુધી આમંત્રણ મળ્યું નથી પરંતુ તેઓ દિલ્હીમાં સુંદરકાંડ પાઠ સહિત અનેક ધાર્મિક આયોજન કરાવી રહ્યા છે.
સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાનું નિમંત્રણ મળ્યું છે. પરંતુ તેમણે કહ્યું તેઓ 22 જાન્યુઆરીના કાર્યક્રમમાં સામેલ થશે. તેમણે એક્સ પર એક પોસ્ટ લખીને જણાવ્યું કે નિમંત્રણ મોકલવા બદલ તેઓ આભારી છે પરંતુ તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે 22 જાન્યુઆરી બાદ કોઈ પણ દિવસે રામલલાના દર્શન માટે જશે. કોંગ્રેસ નેતાઓએ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે.
આજથી શરૂ થતા કાર્યક્રમની રૂપરેખા
16 જાન્યુઆરી: પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજા
17 જાન્યુઆરી : મૂર્તિનો પરિવર પ્રવેશ
18 જાન્યુઆરી (સાંજે): તીર્થયાત્રા, જલયાત્રા, જલધિવાસ અને ગાંધધિવાસ
19 જાન્યુઆરી (સવાર): ઓષાધિવાસ, કેસરધિવાસ, ઘૃતાધિવાસ
19 જાન્યુઆરી (સાંજ): ધન્યાધિવાસ
20 જાન્યુઆરી (સવાર): શુર્કરાધિવાસ, ફલાધિવાસ
20 જાન્યુઆરી (સાંજ): પુષ્પાધિવાસ
21 જાન્યુઆરી (સવાર): મધ્યાહન
21 જાન્યુઆરી (સાંજે): શય્યાધિવાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે