હારની નૈતિક જવાબદારી સ્વીકારૂ છું, કોંગ્રેસને જીત માટે શુભકામનાઓઃ રમન સિંહ

મુખ્યપ્રધાન રમન સિંહે કહ્યું કે, જો જીતમાં શ્રેય મળે તો હારની જવાબદારીનો પણ સ્વીકાર કરવો પડશે. 

 હારની નૈતિક જવાબદારી સ્વીકારૂ છું, કોંગ્રેસને જીત માટે શુભકામનાઓઃ રમન સિંહ

રાયપુરઃ છત્તીસગઢમાં ભાજપની હાર બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા મુખ્યપ્રધાન રમન સિંહે કહ્યું કે, તેઓ પાર્ટીની હારની નૈતિક જવાબદારીનો સ્વીકાર કરે છે. તેમણે કોંગ્રેસની જીત માટે શુભકામનાઓ આપી પરંતુ તે માનવાનો ઇનકાર કરી દીધો કે આ ચૂંટણીની 2019ની લોકસભા ચૂંટણી પર અસર પડશે. 

તેમણે કહ્યું, હું હારની નૈતિક જવાબદારી સ્વીકારૂ છું, કોંગ્રેસને જીત માટે શુભકામનાઓ. મુખ્યપ્રધાને કહ્યું કે, જો હું જીતનો શ્રેય લઉ તો મારી હારની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. મુખ્યપ્રધાને કહ્યું કે, આ મારૂ સૌભાગ્ય છે કે મને 15 વર્ષ સુધી રાજ્યની જનતાની સેવા કરવાની તક મળી. 

મહત્વનું છે કે, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયો છે. કોંગ્રેસને ભારે બહુમત મળી ગયો છે. કોંગ્રેસને 65 તો ભાજપને 16 સીટો મળતી દેખાઇ રહી છે. આ સાથે છત્તીસગઢમાં કોંગ્રેસનો 15 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો છે. 

પ્રત્યેક વર્ગની સાથે સતત ઉભા રહેવાને કારણે કોંગ્રેસને મળી જીત
તો છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ભૂપેશ બઘેલે કહ્યું કે, કોંગ્રેસ સતત પ્રત્યેક વર્ગ સાથે ઉભી રહી તેથી તેને જનતાનો સાથ મળ્યો છે. બઘેલે કહ્યું કે, હાઈકમાન જે પણ નિર્ણય કરશે તે આગળ કામ કરશે. 

બઘેલે કહ્યું કે, તેમણે પહેલા કહ્યું હતું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી સંગઠન મળીને લડશે. આ વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રત્યેક બુથ પર શાનદાર કામ કર્યું હતું. આ સાથે પ્રદેશ અને જિલ્લા સ્તરના નેતાઓ તથા કાર્યકરોએ સાહુહિક પ્રયાસ કર્યો હતો. 

તેમણે કહ્યું, રાજ્યમાં પ્રભારી નેતાઓએ સંપૂર્ણ સમય છત્તીસગઢને આપ્યો. આ મોટી જીત કોંગ્રેસની થઈ રહી છે તેનો પૂરો શ્રેય રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને જાઈ છે. આ જીતમાં તમામનો ફાળો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news