રવિશંકર પ્રસાદે કર્યો મોટો ખુલાસો, નીરવ મોદીના કાર્યક્રમમાં સામેલ થયા હતાં રાહુલ ગાંધી
ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીને લઈને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ દરેક રીતે નીરવ મોદી અને મેહુલ ચોક્સીને બચાવવાની કોશિશ કરી છે. તેમણે એક ફોટો બતાવતા કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નીરવ મોદીના એક કાર્યક્રમમાં પણ સામેલ થયા હતાં.
Trending Photos
નવી દિલ્હી: ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીને લઈને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ દરેક રીતે નીરવ મોદી અને મેહુલ ચોક્સીને બચાવવાની કોશિશ કરી છે. તેમણે એક ફોટો બતાવતા કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નીરવ મોદીના એક કાર્યક્રમમાં પણ સામેલ થયા હતાં.
રવિશંકર પ્રસાદે નીરવ મોદીના કાર્યક્રમ લિંક પર ખુલાસો કરતા કહ્યું કે રાહુલ ગાંધી પોતે 2013માં નીરવ મોદીના એક કાર્યક્રમમાં સામેલ થયા હતાં. અત્રે જણાવવાનું કે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના પક્ષમાં કોંગ્રેસમાં સામેલ પૂર્વ જજ અભય થિપ્સેની જુબાની પર ભાજપ હવે આક્રમક થયો છે. ભાજપે તાબડતોબ કોંગ્રેસ પર અનેક પ્રહાર કર્યાં. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર નીરવ મોદીને બચાવવાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસે નીરવના મામા મેહુલ ચોક્સીને પણ મદદ પહોંચાડી છે. પૂર્વ જજે લંડનના વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં પોતાની જુબાનીમાં કહ્યું હતું કે નીરવ પર ભારતીય કાયદા મુજબ કોઈ કેસ બનતો નથી.
કોંગ્રેસના ઈશારે કામ કરે છે પૂર્વ જજ
પ્રસાદે એમ પણ કહ્યું કે અભય થિપ્સે 13 જૂન 2018ના રોજ કોંગ્રેસમાં જોડાયા હતાં. તેમણે કહ્યું કે થિપ્સે પાર્ટીમાં જોડાયા તે સમયે રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને અશોક ચૌહાણ પણ સામેલ હતાં. તેમણએ કહ્યું કે મારો સ્પષ્ટ આરોપ છે કે રિટાયર્ડ જજ કોંગ્રેસના ઈશારે કામ કરી રહ્યાં છે અને નીરવ મોદીને બચાવવાની કોશિશ થઈ રહી છે.
Congress has always tried to save Nirav Modi or Mehul Choksi. Now that he (Nirav Modi) has been arrested and extradition proceedings against him is underway, a Congress member who is a retired judge himself (Abhay Thipsay), is defending him in the court: Union Minister RS Prasad pic.twitter.com/2htx5FoNQc
— ANI (@ANI) May 14, 2020
મેહુલ ચોક્સીને પણ કોંગ્રેસે પહોંચાડ્યો ફાયદો-પ્રસાદ
તેમણે કહ્યું કે હાલ નીરવ મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે. અને હવે કોંગ્રેસ તેને બચાવવામાં લાગી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ 13 સપ્ટેમ્બર 2013ના રોજ નીરવ મોદીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કોંગ્રેસ પાર્ટીએ તેનો ઈન્કાર પણ કર્યો નથી. 80-20ની ગોલ્ડ સ્કિમમાં નીરવના મામા મેહુલ ચોક્સી અને તેમની કંપનીને ઘણો ફાયદો પહોંચાડવામાં આવ્યો. ત્યારે યુપીએ સરકારમાં નાણામંત્રી પી. ચિદમ્બરમ હતાં. કોંગ્રેસ પાર્ટી દરેક પ્રકારે નીરવ હોય કે ચોક્સી, તેમને બચાવવાની કોશિશ કરી રહી છે.
સરકાર નીરવ મોદીને લાવશે ભારત
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશના લોકોની અપેક્ષા છે કે નીરવ મોદીને ભારત લાવવામાં આવે અને જ્યારે સરકાર કોશિશ કરી રહી છે તો કોંગ્રેસ તેને બચાવવામાં લાગી છે. પ્રસાદે કહ્યું કે રિટાયરમેન્ટ અગાઉ થિપ્સેને પ્રશાસનિક કારણોસર ટ્રાન્સફર કરાયા હતાં. આ બધી કહાની જણાવવા માટે પૂરતી છે. તેમણે કહ્યું કે અમે દેશને ખાતરી આપીએ છીએ કે નીરવ મોદીને દેશમાં લાગવવામાં કોઈ કસર છોડાશે નહીં.
જુઓ LIVE TV
અભય થિપ્સેએ શું આપી હતી જુબાની
ચેસ ગ્રાન્ડમાસ્ટર પ્રવીણ થિપ્સેના ભાઈ અભય થિપ્સેએ ગઈ કાલે લંડનના વેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જુબાની આપતા કહ્યું કે ભારતીય કાયદા મુજબ જ્યાં સુધી કોઈની સાથે દગો ન થયો હોય, ત્યાં સુધી દગાબાજી નહીં ગણાય. ફ્રોડના આરોપમાં દગો અનિવાર્ય હિસ્સો છે. જો LoUs જારી થવાથી કોઈની સાથે દગો નથી થયો તો કોઈ કોર્પોરેટ બોડી સાથે ફ્રોડનો સવાલ જ નથી. બેંકના અધિકારીઓને LoUs આપવાનો જે અધિકાર મળ્યો છે તેને પ્રોપર્ટી કહી શકાય નહીં અને તેને સંપત્તિ સાથે સોંપવા માટે પણ કહી શકાય નહીં. આથી આ ભરોસો તોડનારો અપરાધ ન બની શકે. અત્રે જણાવવાનું કે અભય થિપ્સેએ જ 2015માં અભિનેતા સલમાન ખાનને જામીન આપ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે