દુનિયામાં સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં જોવા મળશે: RSS ચીફ મોહન ભાગવત

આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું છે કે દુનિયામાં સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં મળશે. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં તમામ ધર્મોને આશ્રય મળ્યો છે.

દુનિયામાં સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં જોવા મળશે: RSS ચીફ મોહન ભાગવત

નવી દિલ્હી: આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું છે કે દુનિયામાં સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં મળશે. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં તમામ ધર્મોને આશ્રય મળ્યો છે. મોહન ભાગવતે કહ્યું કે આવું એટલા માટે છે કારણ કે અમે હિન્દુ છીએ અને હિન્દુ સંસ્કૃતિ વિવિધતાઓનો સ્વીકાર કરનારી વિશ્વની એકમાત્ર સંસ્કૃતિ છે. 

એક કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું કે કેટલાક લોકોનું માનવું છે કે અંગ્રેજોના આવવાથી અમારી ઉન્નતિ થઈ, જે બિલકુલ ખોટી વાત છે. ગોરા લોકો આપણા દેશમાં ન આવત તો પણ આપણે વેદોના આધારે વર્ગવિહિન સમાજની સ્થાપના કરી શકવામાં કાબેલ છીએ. હિન્દુ કોઈ ભાષા કે પ્રાન્ત નથી, તે એક સંસ્કૃતિ છે જે ભારતના લોકોનો સાંસ્કૃતિક વારસો છે. આ સંસ્કૃતિ વિવિધતાઓનો સ્વીકાર કરતી અને સન્માન કરતી સંસ્કૃતિ છે. દુનિયાની એક માત્ર એવી સંસ્કૃતિ છે. આથી વિશ્વમાં જ્યારે પણ કોઈ દેશ લડખડાયો તો આ ધરા પાસે આવ્યો. 

— ANI (@ANI) October 13, 2019

તેમણે કહ્યું કે આપણો એ ઈતિહાસ રહ્યો છે કે યહૂદીઓને આશ્રય મળ્યો, પારસીઓની પૂજા તેમના મૂળ ધર્મ સહિત સુરક્ષિત ફક્ત ભારતમાં છે, વિશ્વમાં સૌથી વધુ સુખી મુસલમાનો ભારતમાં જોવા મળશે. કારણ કે અમે હિન્દુ છીએ અને આથી અમારો હિન્દુ દેશ છે, અમારો દેશ હિન્દુ રાષ્ટ્ર છે.  તેમણે કહ્યું કે આરએસએસનો હેતુ ફક્ત હિન્દુ સમુદાયને બદલવાનો નથી. પરંતુ સમગ્ર દેસમાં સમાજને સંગઠિત કરવાનો છે. આ સાથે જ હિન્દુસ્તાનને સારા ભવિષ્ય તરફ લઈ જવાનો છે. શનિવારે બુદ્ધિજીવીઓ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સૌથી યોગ્ય રીત એ છે કે સમાજ અને દેશને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેવા સારા વ્યક્તિને તૈયાર કરવામાં આવે.

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સંઘ પ્રમુખ નવ દિવસના પ્રવાસે ઓડિશા પહોંચ્યા છે. આ દરમિયાન 17થી 20 ઓક્ટોબર સુધી કાર્યકારી મંડળની બેઠક થશે. જેમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને ત્રિપલ તલાક બિલ જેવા કેન્દ્ર સરકારના નિર્ણયો પર ચર્ચા થાય તેવી આશા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news