Sachin Vaze-Antilia Case: અનિલ દેશમુખની ખુરશી જશે? શરદ પવારે આ બે મંત્રીઓને દિલ્હી બોલાવ્યા

મુંબઈ (Mumbai) ના એન્ટિલિયા-સચિન વાઝે કેસે (sachin vaze antilia case) મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર પર જોખમ પેદા કરી દીધુ છે. પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ તરફથી રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોગ લગાવવામાં આવ્યા બાદ પ્રદેશમાં હાલાત ઝડપથી બદલાઈ રહ્યા છે. 
Sachin Vaze-Antilia Case: અનિલ દેશમુખની ખુરશી જશે? શરદ પવારે આ બે મંત્રીઓને દિલ્હી બોલાવ્યા

નવી દિલ્હી: મુંબઈ (Mumbai) ના એન્ટિલિયા-સચિન વાઝે કેસે (sachin vaze antilia case) મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર પર જોખમ પેદા કરી દીધુ છે. પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ તરફથી રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોગ લગાવવામાં આવ્યા બાદ પ્રદેશમાં હાલાત ઝડપથી બદલાઈ રહ્યા છે. 

શરદ પવારે પોતાના બે મંત્રીઓને દિલ્હી બોલાવ્યા
પ્રદેશની ઉદ્ધવ સરકાર પર વધી રહેલા દબાણ વચ્ચે NCP ના અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar) ઉદ્ધવ સરકારમાં સામેલ પોતાના બે મંત્રીઓ અજિત પવાર અને જયંત પાટીલને બેઠક માટે દિલ્હી બોલાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બેઠકમાં શિવસેનાના નેતા સંજય રાઉત પણ હાજર રહેશે. કહેવાય છે કે આ બેઠકમાં અનિલ દેશમુખ પર લાગેલા આરોપ બાદ ઉઠાવવામાં આવેલા પગલાં અંગે ચર્ચા થઈ શકે છે. 

કિરીટ સોમૈયાએ ઉદ્ધવ સરકાર પાસે માંગ્યો જવાબ
આ બાજુ બદલાતા ઘટનાક્રમ વચ્ચે ભાજપે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે સચિન વાઝેની વસૂલી ગેંગ મહારાષ્ટ્રના ગૃહમંત્રી માટે દર મહિને 100 કરોડની વસૂલી કરતી હતી. ઉદ્ધવ સરકારને 15 મહિના થયા, આથી સરકારે 1500  કરોડના ભ્રષ્ટાચારનો હિસાબ આપવો પડશે. 

અનુરાગ ઠાકુરે સાધ્યું નિશાન
આ બાજુ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે  કહ્યું કે એક સિનિયર પોલીસ અધિકારી અને પૂર્વ પોલીસ કમિશનરે રાજ્યના સીએમને પત્ર લખીને ગૃહમંત્રી પર મોટા સવાલ ઉઠાવ્યા છે. તેની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. જો મુંબઈ પોલીસની આ હાલત છે તો તમે મહારાષ્ટ્રની કલ્પના કરી શકો છો. 

— ANI_HindiNews (@AHindinews) March 21, 2021

ભાજપના કાર્યકરોએ મુંબઈમાં કર્યું પ્રદર્શન
ભાજપના કાર્યકરોએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું. ઉદ્ધવ ઠાકરે સરકાર વિરુદ્ધ નારેબીજી કરતા ભાજપના કાર્યકરોએ અનિલ દેશમુખ (Anil Deshmukh) ને બરખાસ્ત કરવાની માગણી કરી. પોલીસે વિરોધ વધવાની આશંકા જોતા નાગપુરમાં ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. 

'અનિલ દેશમુખને બદલવાનો વિચાર નથી'
મહારાષ્ટ્રના નાણામંત્રી અને NCP નેતા જયંત પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અનિલ દેશમુખને બદલવાનો હાલ કોઈ વિચાર નથી. તેમણે આરોપ લગાવ્યો કે લેટર જોતા એવું લાગી રહ્યું છે કે કોઈને ખુશ કરવા માટે લખાયો છે. દિલ્હી કૂચ કરતા પહેલા જયંત પાટીલે પંઢરપુરમાં સ્પષ્ટ કર્યું કે પૂર્વ પોલીસ કમિશનર દ્વારા મુખ્યમંત્રીને લખાયેલો કોઈ ખાસને ખુશ કરવા માટે અપાયો છે. આ મામલે હાલ તપાસ ચાલુ છે. સમય સાથે બધુ સ્પષ્ટ થઈ જશે. હાલ ગૃહમંત્રીને હટાવવાની ન કોઈ ચર્ચા છે અને ન તો કોઈ વિચાર છે. સરકાર આ મામલાના મૂળ સુધી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news