'બાપ-બેટા કે માતા-પુત્રની લિમિટેડ કંપની નથી BJP', સાક્ષી મહારાજનો સપા-કોંગ્રેસ પર હુમલો, જુઓ Video
ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી (UP Election 2022) અગાઉ નેતાઓની નિવેદનબાજી તેજ થઈ છે. આ જ કડીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ સાક્ષી મહારાજ(Sakshi Mahraj) એ એક કાર્યક્રમને સંબોધન કર્યું તેમા અખિલેશ યાદવ, માયાવતી અને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી (UP Election 2022) અગાઉ નેતાઓની નિવેદનબાજી તેજ થઈ છે. આ જ કડીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ સાક્ષી મહારાજ(Sakshi Mahraj) એ એક કાર્યક્રમને સંબોધન કર્યું તેમા અખિલેશ યાદવ, માયાવતી અને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે.
સપા-બસપા-કોંગ્રેસ બધા લિમિટેડ કંપની- સાક્ષી મહારાજ
ભાજપ સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે ભાજપનો અર્થ સમજો છો તમે, તે બાપ-બેટાની સૈફઈવાળી સપાની જેમ લિમિટેડ કંપની નથી, ન તો તે ઈટાલીવાળા માતા પુત્રની જેમ કોંગ્રેસ લિમિટેડ કંપની છે. તે બહેન માયાવતીની લિમિટેડ કંપની નથી, આ ભાજપ છે, ભાજપ. જે કહે છે કે પહેલા ભારત, ભારત બાદ ભારતની જનતા.
વિવાદો સાથે નાતો
નોંધનીય છે કે સાક્ષી મહારાજ હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા સાક્ષી મહારાજે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાને પાછા લેવા પર કહ્યું હતું કે બિલ તો બને છે, બગડે છે, ફરીથી પાછા આવી જશે. તેમને ફરીથી બનાવવામાં થોડી વાર લાગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટા હ્રદયવાળા છે. તેમણે મોટા મનનો પરિચય આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનો કોઈ તોડ નથી.
#WATCH | This is not some limited company of father-son from Saifai... neither is it a limited company of Italy's mother-son, nor is it Mayawati's limited company... This is BJP, which priorities India..: BJP MP Sakshi Maharaj in Mahoba, UP (27.12) pic.twitter.com/cdiwyUBZqD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 27, 2021
નવા વર્ષે થશે તારીખોની જાહેરાત
અત્રે જણાવવાનું કે આગામી મહિને યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. ભાજપ, કોંગ્રેસ, સપા, બસપા સહિત તમામ પક્ષ તનતોડ મહેનતથી ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જો કે જોવાનું એ રહેશે કે શું કોરોના વાયરસના ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ચૂંટણી નિર્ધારિત તારીખે થઈ શકશે કે પછી તેને આગળ ટાળવામાં આવશે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે