આખરે સુશાંત મામલે કેમ જોડાઇ રહ્યું છે આદિત્ય ઠાકરેનું નામ? શિવસેનાએ ઉઠાવ્યો સવાલ
Trending Photos
મુંબઇ: શિવસેના (Shivsena) નેતા સંજય રાઉતે (Sanjay Raut) બુધવારના આરોપ લગાવ્યો કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલે મહારાષ્ટ્રના મંત્રી અને યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરે (Aditya Thackeray)ના તાર જોડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
રાઉતે કોઈનું નામ લીધું નથી પરંતુ તેમણે કહ્યું હતું કે વિપક્ષ હજી પણ પચાવી શકતા નથી કે રાજ્યમાં શિવસેનાના નેતૃત્વવાળી સરકાર સત્તામાં છે.
રાઉતે કહ્યું, 'આદિત્ય ઠાકરેને સુશાંત સિંહ રાજપૂત મામલે શું લેવા-દેવા. એવું લાગે છે કે, વિપક્ષ હજી પણ આ હકીકતને પચાવી શકતા નથી કે રાજ્યમાં શિવસેનાની નેતૃત્વવાળી સરકાર સત્તામાં છે. તેમણે કહ્યું કે, જેઓ આદિત્ય ઠાકરેના તારને આ કેસ સાથે જોડવાનો કાવતરું ઘડી રહ્યા હતા તેમને ભારે કિંમત ચૂકવવી પડશે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે તેમનો કંઈ લેવાદેવા નથી અને તેઓ અને તેમના પરિવારને કારણ વગર નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:- સુશાંત કેસ: ઓફિસરને ક્વોરન્ટાઈન કરવા મુદ્દે SCએ મુંબઈ પોલીસ-મહારાષ્ટ્ર સરકારને લગાવી ફટકાર
તેમણે કહ્યું હતું કે અભિનેતાના મૃત્યુ પછી અને કોઈનું નામ લીધા વિના ગંદુ રાજકારણ ચાલી રહ્યું છે, કે નિરાશામાં આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને ઉપનગરીય બાંદ્રામાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે