અમવાદામાં છેલ્લા 24 કલાકમાં 143 કેસ, નવા 24 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર


અમદાવાદમાં એક્ટિવ કેસોની સંખ્યા 3088 અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 3088 છે. 
 

 અમવાદામાં છેલ્લા 24 કલાકમાં 143 કેસ, નવા 24 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસરના નવા 143 કેસ સામે આવ્યા છે. તો કોરોનાને કારણે વધુ પાંચ લોકોના મૃત્યુ પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં સારવાર બાદ 102 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 25 હજાર 778 કેસ નોંધાયા છે. તો અત્યાર સુધી 1571 લોકોના મૃત્યુ પણ થયા છે. 

અમદાવાદમાં નવા 24 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન
અમદાવાદ મહાનગર પાલિકાએ માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની નવી યાદી જાહેર કરી છે. જેમાં કુલ 24 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. તો અગાઉના 18 વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે. આ સાથે અમદાવાદમાં કુલ કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યા 251 થઈ ગઈ છે. 

અમદાવાદમાં એક્ટિવ કેસોની સંખ્યા 3088
અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 3088 છે. જેમાં મધ્ય ઝોનમાં 299, ઉત્તર ઝોનમાં 366, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 473, પશ્ચિમ ઝોનમાં 531, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 548, પૂર્વ ઝોનમાં 431 અને દક્ષિણ ઝોનમાં 440 છે.  

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news