સંજય રાઉતના સાવરકરવાળા નિવેદનથી શિવસેનાએ જાળવ્યું અંતર જાણો આદિત્ય ઠાકરેએ શું કહ્યું?
શિવસેના (Shivsena) સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) વીર સાવરકરનો વિરોધ કરનારાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો સાવરકર (Veer Savarkar) નો વિરોધ કરે છે તેઓ કોઈ પણ પક્ષના હોય તેમને આંદમાનની સેલ્યુલર જેલની કાલ કોટડીમાં બે દિવસ માટે મોકલી દેવા જોઈએ. ત્યારે તેમને સાવરકરનો ત્યાગ સમજમાં આવશે. સંજય રાઉતે કહ્યું કે ભારત રત્ન આપવાનો નિર્ણય કેન્દ્ર લે છે. અમારી માંગણી રહી છે કે તેમનું સન્માન થવું જોઈએ.
Trending Photos
નવી દિલ્હી: શિવસેના (Shivsena) સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) વીર સાવરકરનો વિરોધ કરનારાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો સાવરકર (Veer Savarkar) નો વિરોધ કરે છે તેઓ કોઈ પણ પક્ષના હોય તેમને આંદમાનની સેલ્યુલર જેલની કાલ કોટડીમાં બે દિવસ માટે મોકલી દેવા જોઈએ. ત્યારે તેમને સાવરકરનો ત્યાગ સમજમાં આવશે. સંજય રાઉતે કહ્યું કે ભારત રત્ન આપવાનો નિર્ણય કેન્દ્ર લે છે. અમારી માંગણી રહી છે કે તેમનું સન્માન થવું જોઈએ. પૃથ્વીરાજ ચૌહાણને માલુમ છે કે કોણે કેટલો મોટો ત્યાગ કર્યો છે. અત્રે જણાવવાનું કે ચૌહાણે સાવરકરને ભારત રત્ન આપવાની માગણીનો વિરોધ કર્યો હતો. જો કે આ નિવેદન બાદ હોબાળો પણ થયો અને હવે શિવસેના લાગે છે કે ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગઈ છે. પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ રાઉતના નિવેદનથી અંતર જાળવતા કહ્યું કે તેમણે તેના પર સ્પષ્ટતા કરી દીધી છે અને તેનાથી ગઠબંધન પર કોઈ અસર થશે નહીં.
આદિત્યે કહ્યું કે શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધન મજબુત
આ બધા વચ્ચે સંજય રાઉતના નિવેદન પર શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે રાઉતે જે સંદર્ભમાં નિવેદન આપ્યું છે તે તેમણે સ્પષ્ટ કરી દીધુ છે. શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધન મજબુત છે અને અમે લોકો રાજ્યમાં વિકાસ માટે સાથે આવ્યાં છીએ. અમારા વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ હોઈ શકે છે. પરંતુ આજ તો લોકતંત્ર છે. ઈતિહાસ હોવા છતાં આપણે હાલના મુદ્દાઓ પર વાતચીત કરવાની જરૂર છે.
Aaditya Thackeray: Sanjay Raut mentioned in what context he spoke.Shiv Sena-Congress alliance is strong and we came together for development of state.We may have different views on certain issues but this is what democracy is.Instead of history we need to talk of current issues https://t.co/7QL6qsfxZ3 pic.twitter.com/GDizfwYPh8
— ANI (@ANI) January 18, 2020
શું કહ્યું હતું રાઉતે?
સંજય રાઉતે કહ્યું હતું કે સાવરકરના યોગદાન અંગે કોઈને ત્યારે જ ખબર પડી શકે કે જ્યારે તેને આંદમાન અને નિકોબારની તે જેલમાં નાખી દેવામાં આવે જે જેલમાં સાવરકરને રાખવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે ભારત રત્ન આપવાનો નિર્ણય કેન્દ્ર કરે છે. અમારી માગણી રહી છે કે તેમનું સન્માન થવું જોઈએ. પૃથ્વીરાજ ચૌહાણને ખબર છે કે કોણે કેટલો ત્યાગ કર્યો છે. નોંધનીય છે કે કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાવરકર પર આપેલા નિવેદનને લઈને હજુ પણ બે પાર્ટીઓ વચ્ચે ઘમાસાણ ચાલુ જ છે. થોડા દિવસ પહેલા રાઉતે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું હતું.
સાવરકરને ભારત રત્ન મળે તો કોંગ્રેસ કરશે વિરોધ-પૃથ્વરાજ ચૌહાણ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે શુક્રવારે કહ્યું હતું કે સાવરકરે અંગ્રેજો પાસે માફી માંગી તે વાત મીટાવી શકાય નહીં અને જો નરેન્દ્ર મોદી સરકાર તેમને ભારત રત્ન આપશે તો પાર્ટી તેનો વિરોધ કરશે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જટિલ અને વિવાદિત વ્યવક્તિત્વ સાવરકર અંગે કઈંક સારી અને કેટલીક ખરાબ બંને વાતો હતી. પરંતુ કોંગ્રેસના લોકોને જે વાત ખરાબ લાગે છે તેઓ તેના વિશે જ વાત કરશે.
જુઓ LIVE TV
ચૂંટણીનો મુદ્દો બન્યા હતાં સાવરકર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અગાઉ સાથે સાથે રહેલા ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ચૂંટણી ઢંઢેરામાં સાવરકરને ભારત રત્ન આપવાનું વચન અપાયું હતું. જો કે ત્યારબાદ બંને પાર્ટીઓ અલગ થઈ ગઈ અને શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી. આ સાથે જ ભારત રત્નની વાત ઉપર પણ શંકાની સ્થિતિ પેદા થઈ ગઈ. કારણ કે કોંગ્રેસ વીર સાવરકરને અંગ્રેજોને 'માફી પત્ર' લખનારા ગણાવી છે. આ ઉપરાંત સેક્યુલરિઝમની વાત કરનારી પાર્ટીને હિન્દુત્વ પરના તેમના વિચારો સામે પણ આપત્તિ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે