દરિયા કિનારે વસતા લોકોને UNએ કર્યા એલર્ટ, પાણીમાં સમાઇ જશે આંદામાન અને નિકોબાર!
સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ની બુધવારે એક રિપોર્ટ અનુસાર, જો ક્લાઇમેટ ચેન્જ (Climate change)નું વર્તમાન વલણ વગર વિક્ષેપે ચાલુ રહ્યું તો દરિયા (Sea)નું સ્તર એક મીટર સુધી વધી શકે છે અને લાખો લોકોને 2100 સુધીમાં સ્થળાતંર કરવા મજબૂર થવું પડી શકે છે.
Trending Photos
પેરિસ: સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ની બુધવારે એક રિપોર્ટ અનુસાર, જો ક્લાઇમેટ ચેન્જ (Climate change)નું વર્તમાન વલણ વગર વિક્ષેપે ચાલુ રહ્યું તો દરિયા (Sea)નું સ્તર એક મીટર સુધી વધી શકે છે અને લાખો લોકોને 2100 સુધીમાં સ્થળાતંર કરવા મજબૂર થવું પડી શકે છે. ભારત માટે આ રિપોર્ટ એટલા માટે ચિંતાજનક છે કે, કેમ કે, આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દરિયા (Sea)નું જળસ્તર વધવાથી આંદામાન નિકોબાર (Andaman Nicobar)માં વસ્તી માટે જીવવું મુશ્કેલ બનશે.
સમાચાર એજન્સી એફના અનુસાર, ક્લાઇમેટ ચેન્જ (Climate change) પર આંતરસરકારી સમિતિએ કડક નિષ્કર્ષમાં કહ્યું છે કે, કલાઇમેટ ચેન્જ (Climate change)નું નિયંત્રિત નહીં કરવામાં આવ્યું તો દરિયા (Sea)ના જળસ્તરમાં 30થી 60 સેમીની વચ્ચે વધારો થશે અને વૈશ્વિક તાપમાન પૂર્વ ઔદ્યોગિક સ્તરો કરતા બે ડિગ્રી સેલ્સિયસ વધુ થઇ જશે.
જો કે, વૈશ્વિક તાપમાનથી લડવામાં નિષ્ફળ રહેવા પર દરિયા (Sea)નું સ્તર 110 સેમી સુધી વધી શકે છે. આ વિશ્લેષણને યૂએન સમર્થિત સમિતિએ રજૂ કર્યું છે. જેને મોનાકોમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, ક્લાઇમેટ ચેન્જે (Climate change) દરિયા (Sea)નું તાપમાન વધાર્યૂ છે અને તેને વધારે એસિડિક અને ઓછા ફળદ્રુપ બનાવ્યું છે. તેનો અર્થ છે કે, વાતાવરણ સંબંધી ઘટનાઓ જેમ કે તોફાન તેજ અલનીનો વધારે ગંભીર થઇ ગયા છે અને વારંવાર આવવા લાગ્યા છે.
આ રિપોર્ટ પર 36 દેશોના 100થી વધારે લેખકોએ શોક કર્યું છે અને 7000થી વધારે વૈજ્ઞાનિક પ્રકાશન તેના સ્રોત છે. દરિયા (Sea) તેમજ ક્રિઓસ્ફિયર (પૃથ્વીનો ભાગ જ્યાં બરફ છે ત્યાં)નો વ્યાપ એકદમ વ્યાપક છે. આઈપીસીસીના વાઇસ ચેરને, બેરેટે કહ્યું, ‘દુનિયાનો દરિયો તેમજ ક્રાયસોફાયર દાયકાઓથી ક્લાઇમેટ ચેન્જ (Climate change)થી ગરમ થઈ રહ્યો છે અને તેની માનવ અને પ્રકૃતિ પર ગંભીર અસર પડશે.’
આ પણ વાંચો:- RBIએ જાહેર ક્ષેત્રની 9 બેન્કો બંધ થતી હોવા અંગે સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓનું કર્યું ખંડન
આંદામાન અને નિકોબાર, માલદીવ્સને ખાલી કરાવવા પડશે
ક્લાઇમેટ ચેન્જ (Climate change)ના કારણે આંદામાન અને નિકોબાર જેવા ટાપુઓ દરિયા (Sea)ના સ્તરમાં થઇ રહેલી વૃદ્ધી અને ચક્રવાચ જેવી ઘટનાઓમાં વૃદ્ધિના કારણે કેટલાક વર્ષો બાદ રહેવા લાયક રહેશે નહીં. આંદામાન અને નિકોબાર, માલદીવ્સ જેવા ટાપુઓ ખાલી કરાવવા પડશે. દરિયા (Sea)ના વધતા સ્તરના કારણે લોકોને ત્યાંથી સ્થળાંતર કરવું પડશે. ત્યારે મહાસાગરોના ગરમ થવાથી ભારતમાં ચક્રવાત જેવી જળવાયુ ઘટનાઓની ગંભીરતા વધી જશે.
તોફાન અને અલ નીનોનો વધારે ખતરો
સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત પૈનલ દ્વારા મોનાકોમાં પ્રસ્તુત કરવામાં આવેલ વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે, ક્લાઇમેટ ચેન્જે દરિયાનું તાપમાન વધાર્યું છે. જેનાથી તેઓ વધારે એસિડિક અને ઓછા ફળદ્રુપ બન્યા છે. સાથે જ તોફાન અને અલ નીનો જેવા વાતાવરણ સંબંધીત ઘટનાઓની વધુ ઘાતક હોવાનો ખતરો વધી ગયો છે. (ઇનપુટ: IANS)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે