શાહીન બાગ: 4 માસના બાળકને લઈને વિરોધ કરવા આવતી હતી માતા, કાતિલ ઠંડીએ લીધો માસૂમનો ભોગ

શાહીન બાગ (Shaheen Bagh) માં માતા સાથે લગભગ દરરોજ પ્રદર્શનમાં આવનારા 4 મહીનાના મોહમ્મદ જહાનનું ઠંડીમાં ઠુઠવાઈને મોત નિપજ્યું છે. આખી રાત કાતિલ ઠંડીમાં માતા સાથે પ્રદર્શનમાં સતત સાથે રહેનારા મોહમ્મદ જહાનની કાતિલ ઠંડી લાગવાના કારણે અને શ્વાસમાં તકલીફ થવાથી ગત સપ્તાહે મોત નિપજ્યું.

શાહીન બાગ: 4 માસના બાળકને લઈને વિરોધ કરવા આવતી હતી માતા, કાતિલ ઠંડીએ લીધો માસૂમનો ભોગ

નવી દિલ્હી: શાહીન બાગ (Shaheen Bagh) માં માતા સાથે લગભગ દરરોજ પ્રદર્શનમાં આવનારા 4 મહીનાના મોહમ્મદ જહાનનું ઠંડીમાં ઠુઠવાઈને મોત નિપજ્યું છે. આખી રાત કાતિલ ઠંડીમાં માતા સાથે પ્રદર્શનમાં સતત સાથે રહેનારા મોહમ્મદ જહાનની કાતિલ ઠંડી લાગવાના કારણે અને શ્વાસમાં તકલીફ થવાથી ગત સપ્તાહે મોત નિપજ્યું. જો કે હજુ પણ તેની માતા આ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. કારણ કે તેનું કહેવું છે કે "આ મારા બાળકોના ભવિષ્ય માટે" છે. 

મોહમ્મદ જહાનને તેની માતા લગભગ દરરોજ શાહીન બાગ પ્રદર્શનમાં લઈ જતી હતી. પ્રદર્શનકારીઓમાં તે ખાસ્સો લોકપ્રિય પણ હતો. પ્રદર્શનકારીઓ તેને ગોદમાં લઈ લેતા હતાં અને તેના ગાલ પર તિરંગો ઝંડો પણ બનાવતા હતાં. 

આ બાળકના માતા પિતા મોહમ્મદ આરિફ અને નાઝિયા બાટલા હાઉસના વિસ્તારમાં પ્લાસ્ટિકની ચાદરો અને કપડાંથી ઢંકાયેલી એક નાની ઝૂંપડીમાં રહે છે. તેમના અન્ય બે બાળકો છે જેમાં એક પાંચ વર્ષની પુત્રી અને એક વર્ષનો પુત્ર સામેલ છે. આ દંપત્તિ મૂળ યુપીના બરેલીનું છે. આરિફ ભરતકામ કરે છે અને ઈ રિક્ષા પણ ચલાવે છે. તેની પત્ની પણ ભરતકામમાં તેની મદદ કરે છે. 

મોહમ્મદ જહાનના પિતાએ  કહ્યું કે હું મારા કામ તથા ઈ રિક્ષા ચલાવા ઉપરાંત પણ ગત મહિને પૂરતી કમાણી કરી શક્યો નહીં. હવે અમારા બાળકના અવસાનથી અમે બધુ ગુમાવી ચૂક્યા છીએ. તેમણે મોહમ્મદ જહાનની એક તસવીર બતાવી જેમાં તેણે ગરમ ટોપી પહેરી છે અને તેના પર લખ્યું છે કે આઈ લવ માય ઈન્ડિયા. 

જુઓ LIVE TV

બાળકની માતા નાઝિયાએ કહ્યું કે વિરોધ પ્રદર્શનથી પાછા ફર્યા બાદ ગત 30 જાન્યુઆરીએ રાતે જ જહાનનું મોત ઊંઘમાં થયું. તેમણે જણાવ્યું કે શાહીન બાગથી લગભગ 1 વાગે પાછી ફરી હતી. 

તેમના અને અન્ય બાળકોના સૂઈ ગયા બાદ તે પણ સૂઈ ગઈ હતી. સવારે જોયું કે જહાન કોઈ પ્રતિક્રિયા આપતો નહતો. તેનું ઊંઘમાં જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ તરત આરિફ અને નાઝિયા તેને અલશિફા હોસ્પિટલ લઈ ગયાં જ્યાં તેને મૃત જાહેર કર્યો. 

નાઝિયા જે ગત 18 ડિસેમ્બરથી જહાન સાથે શાહીન બાગના પ્રદર્શનમાં સામેલ થઈ રહી હતી. તેણે કહ્યું કે ઠંડી લાગવાના કારણે બાળકનું મોત નિપજ્યું. જો કે હોસ્પિટલ દ્વારા અપાયેલા ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કોઈ ખાસ કારણ જણાવવામાં આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news