શિવસેના-NCP વચ્ચે 50-50 ફોર્મ્યુલા પર સહમતિ, પવારને મળ્યા રાઉત, માતોશ્રીમાં ઉદ્ધવની બેઠક
સરકાર બનાવવા અંગે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે શિવસેનાના ટોચનાં નેતાઓની બેઠક યોજાઈ રહી છે. સંજય રાઉત પણ ત્યાં પહોંચી ગયા છે. તેઓ શરદ પવાર સાથે શું વાતચીત થઈ, તેની વિગતો આપશે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે NCPના નેતા શરદ પવારના ઘરે મુલાકાત કરી છે. આ બેઠક લગભગ 15 મિનિટ ચાલી હતી. મિટિંગમાંથી બહાર નિકળ્યા પછી સંજય રાઉતે જણાવ્યું કે, શરદ પવારે વર્તમાન રાજકીય સ્થિતિ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. આ મુલાકાત ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે, કેમ કે સૂત્રો અનુસાર શિવસેના અને NCP વચ્ચે 50-50 ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ ગઈ છે.
સરકાર બનાવવા અંગે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે શિવસેનાના ટોચનાં નેતાઓની બેઠક યોજાઈ રહી છે. સંજય રાઉત પણ ત્યાં પહોંચી ગયા છે. તેઓ શરદ પવાર સાથે શું વાતચીત થઈ, તેની વિગતો આપશે. થોડી વારમાં જ શરદ પવાર એક મહત્વની પત્રકાર પરિષદ પણ યોજવાના છે. જેમાં સરકારની રચના અને શિવસેના સાથે થયેલા સમાધાન અંગે મોટી જાહેરાત થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લી ચૂંટણી યાદ કરીએ તો ભાજપને ટેકો આપવા માટે NCP આગળ આવી હતી અને ભાજપે આ બહાને શિવસેના પર દબાણ બનાવ્યું હતું. આ વખતે શિવસેના પણ એવું જ કરી રહી છે. NCPનો ટેકો લેવાની વાત તો કોઈ કરતું નથી, પરંતુ શરદ પવાર સાથે મુલાકાત કરીને આ પ્રકારનો ઈશારો જરૂર કરાઈ રહ્યો છે.
જોકે, ચૂંટણીનું પરિણામ આવી ગયા પછી શિવસેના અને ભાજપ વચ્ચે કોઈ જ સીધો સંવાદ થયો નતી. આથી શિવસેનાએ એનસીપી દ્વારા દબાણ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને તેમાં તેને સફળતા પણ મળી રહી છે. બીજી તરફ ભાજપે જણાવ્યું છે કે, શિવસેના સાથે વાટાઘાટોનો દરવાજા 24 કલાક ખુલ્લા છે. જોકે, ભાજપ RSSનો દરવાજો પણ ખટખટાવી ચૂક્યું છે. કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીને મધ્યસ્થતા માટે વચ્ચે લાવવાની વાતો પણ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : ફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ
શિવસેના-NCPની 50-50 ફોર્મ્યુલા
શિવસેના અને NCP વચ્ચે થયેલી 50-50 ફોર્મ્યુલા અનુસાર પ્રથમ અઢી વર્ષ મુખ્યમંત્રી પદ શિવસેના પાસે રહેશે અને બીજું અઢી વર્ષ એનસીપીનો મુખ્યમંત્રી રહેશે. આ ઉપરાંત ગૃહ મંત્રાલય, શહેરી વિકાસ, મહેસુલ, નાણા અને પીડબલ્યુટી મંત્રાલય માટે બંને પક્ષો વચ્ચે સમાન વહેંચણીનો પણ પ્રસ્તાવ છે. સૂત્રો અનુસાર આ પ્રસ્તાવ અંતર્ગત એનસીપીએ પણ શિવસેના સામે એક શરત મુકી છે. જેના અનુસાર શિવસેના મોદી સરકારમાં રહેલા એક મંત્રી પદ (અરવિંદ સાવંત)નું રાજીનામું આપીને ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનનો સાથ છોડવાનો રહેશે.
(ઈનપુટઃ રાકેશ ત્રિવેદી અને અહેસાન અબ્બાસના ઈનપુટ સાથે)
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે