શિવસેના સાથે સરકાર બનાવવાનો સવાલ જ નથી, અમને વિરોધ પક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યો છેઃ શરદ પવાર
શરદ પવારે જણાવ્યું કે, વર્તમાન સ્થિતિમાં માત્ર એક જ વિકલ્પ છે કે ભાજપ અને શિવસેના ભેગામળીને સરકાર બનાવે. રાષ્ટ્રપતિ શાસનથી બચવા માટે માત્ર આ એક જ વિકલ્પ છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે તાલમેલના અનુમાનો પર પૂર્ણવિરામ લગાવતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું કે, શિવસેના અને એનસીપી વચ્ચે સરકાર બનાવવાનો સવાલ જ ક્યાં છે? ભાજપ અને શિવસેના છેલ્લા 25 વર્ષથી એક સાથે છે. આજે નહીં તો આવતીકાલે તેઓ સાથે આવવાના જ છે. જનતાએ તેમને જ સરકાર બનાવવાનો જનાદેશ આપ્યો છે. તેમણે વહેલી તકે સરકાર બનાવવી જોઈએ. અમને વિરોધ પક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યો છે.
શરદ પવાર સાથે આજે સવારે શિવસેનાના નેતા સંજય રાઉતે ફરીથી મુલાકાત કરી હતી. ત્યાર બાદ અનુમાન એવું લાગવાઈ રહ્યું હતું કે, શિવસેના અને એનસીપી 50-50 ફોર્મ્યુલા અંતર્ગત સરકાર બનાવશે. જેના અંગે સંજય રાઉત સાથે મુલાકાત સકારાત્મક રહી છે. સંજય રાઉતે આગામી રાજ્યસભા સત્ર અંગે વાટાઘાટો કરી છે. અમે કેટલાક અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેના પર અમારું વલણ એક સરખું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : ફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે અન્ય કોઈ વિકલ્પની સંભાવના બાબતે શરદ પવારે જણાવ્યું કે, વર્તમાન સ્થિતિમાં માત્ર એક જ વિકલ્પ છે કે ભાજપ અને શિવસેના ભેગામળીને સરકાર બનાવે. રાષ્ટ્રપતિ શાસનથી બચવા માટે માત્ર આ એક જ વિકલ્પ છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે