Moose Wala Last Video: સિદ્ધુ મૂસેવાલાનો અંતિમ વીડિયો આવ્યો સામે, થયો ચોંકાવનારો ખુલાસો

Sidhu Moose Wala Last Video: જાણીતા પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાને 9 દિવસ પસાર થઈ ગયા છે. હવે એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે જાણીને દંગ રહી જશો.

Moose Wala Last Video: સિદ્ધુ મૂસેવાલાનો અંતિમ વીડિયો આવ્યો સામે, થયો ચોંકાવનારો ખુલાસો

Sidhu Moose Wala Last Video: જાણીતા પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાને 9 દિવસ પસાર થઈ ગયા છે. હવે એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે જાણીને દંગ રહી જશો. મૂસેવાલાની હત્યા થઈ તે પહેલાનો તેનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે જેમાં મૂસેવાલા તેની થાર ગાડીમાં બહાર જતો દેખાય છે. કેટલાક છોકરાઓ પણ તેમની સાથે સેલ્ફી લેવા માટે પહોંચી જાય છે. 

છોકરાએ આપી બાતમી?
એવું કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો તે જ દિવસનો છે જે દિવસે મૂસેવાલાની હત્યા થઈ. એટલે કે 29મીએ જ્યારે મૂસેવાલા તેની ગાડીમાંથી બહાર નીકળ્યો ત્યારબાદ તે ગાડીમાં સવાર થઈને રવાના થઈ ગયો અને પછી તેની હત્યા થઈ. સિદ્ધુ મૂસેવાલા જ્યારે થાર ગાડીમાં રવાના થયો ત્યારે સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે એક છોકરો સેલ્ફી લઈ રહ્યો છે. પોલીસને 2 લોકો પર શંકા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સેલ્ફી લઈ રહેલા છોકરાએ શૂટર્સને ફોન કરીને સિદ્ધુ વિશે માહિતી આપી હોવી જોઈએ. જો કે હજુ સુધી આ છોકરાની ઓળખ થઈ નથી.  અત્રે જણાવવાનું કે સિદ્ધુ મૂસેવાલા તે દિવસે બુલેટપ્રુફ ગાડી વગર નીકળ્યો હતો અને સુરક્ષાકર્મીઓ પણ સાથે નહતા. 

— Zee News (@ZeeNews) June 6, 2022

8 શૂટર્સની થઈ ઓળખ
આ હત્યાકાંડમાં સામેલ 8 શૂટર્સની ઓળખ થઈ ગઈ છે. જેમાંથી એક શૂટરને તો પંજાબ પોલીસે દબોચી લીધો હતો. એવી પણ માહિતી મળી છે કે આ તમામ શૂટર્સ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે અને હાલ 7 શૂટર્સ કોઈને કોઈ કેસમાં ફરાર  છે. બીજી બાજુ હત્યાકાંડમાં સામેલ શૂટર્સને પકડવા માટે પંજાબ, દિલ્હી, હરિયાણા રાજસ્થાનમાં સતત દરોડાની કામગીરી ચાલુ છે. અનેક રાજ્યની પોલીસ આ 7 શૂટર્સને દબોચવા માટે ધમપછાડા કરી રહી છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ શૂટર્સમાંથી 2 શૂટર્સ મહારાષ્ટ્રના પૂણેના છે જ્યારે 3 પંજાબના અને 2 શૂટર હરિયાણાના તથા એક શૂટર રાજસ્થાનનો છે. 

'કેકડો' પકડાયો
આ સમગ્ર મામલે આજે પંજાબ પોલીસને બીજી પણ એક મોટી સફળતા મળી છે. શૂટર્સને ગાડી ઉપલબ્ધ કરાવનાર કેકડા નામનો વ્યક્તિ પણ પકડાયો છે. હાલ તેની પૂછપરછ  ચાલુ છે. અત્યાર સુધીમાં આ હત્યાકાંડમાં ચાર સંદિગ્ધોની ધરપકડ થઈ છે. રવિવારે સાંજે પોલીસે હરિયાણાના ફતેહાબાદથી દવિન્દર ઉર્ફે કાલાને પકડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ હત્યામાં સામેલ બે સંદિગ્ધ કથિત રીતે કાલા સાથે હતા. 

તે પહેલા પંજાબ પોલીસે 3 જૂનના રોજ ફતેહાબાદથી સંદિગ્ધને પકડ્યો હતો અને મૂસેવાલાની હત્યામાં તેની ભૂમિકાની પણ તપાસ થઈ રહી છે. મૂસેવાલાની હત્યાના બે દિવસ બાદ મંગળવારે પોલીસે પહેલી ધરપકડ કરી હતી. આરોપી મનપ્રીત સિંહ પર હુમલાખોરોને સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો આરોપ છે. 

અત્રે જણાવવાનું કે પંજાબના અત્યંત લોકપ્રિય સિંગર સિદ્ધુ મૂસેવાલાની 29મી મે ના રોજ માણસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. મિત્રો સાથે જઈ રહેલ મૂસેવાલા પોતે ગાડી ચલાવતો હતો. ત્યારે જવાહરકે ગામ પાસે હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. 24 જેટલી ગોળીઓ તેમને ધરબી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news