નેહરૂએ જે લોકશાહીના મુલ્યો આગળ વધાર્યા, આજે તેને પડકારાઇ રહ્યા છે: સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ કહ્યું કે, નેહરૂએ દેશની તમામ લોકતાંત્રીક સંસ્થાઓ પ્રત્યે સન્માન અને તેને મજબુત બનાવવાની સંસ્કૃતી પેદા કરી જેના કારણે લોકશાહી મજબુત થઇ

નેહરૂએ જે લોકશાહીના મુલ્યો આગળ વધાર્યા, આજે તેને પડકારાઇ રહ્યા છે: સોનિયા ગાંધી

નવી દિલ્હી : કોંગ્રેસના ટોપનાં નેતા સોનિયા ગાંધીએ મંગળવારે નરેન્દ્ર મોદી સરકાર પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે હાલનાં સમયમાં સરકારમાં બેઠેલા લોકો દ્વારા પંડિત જવાહર લાલ નેહરૂની લોકશાહીનાં મુલ્યોનાં સન્માનવાળી ધરોહરને ઘટાડવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આધુનિક ભારતનાં નિર્માણમાં દેશના વડાપ્રધાનનું યોગદાન યાદ કરતા સોનિયા ગાંધીએ તેમ પણ કહ્યું કે, નેહરૂ જે લોકશાહી મુલ્યોને આગળ વધારી આજે તેમને પડકારવામાં આવી રહ્યો છે. 

સોનિયા ગાંધી કોંગ્રેસી સાંસદ શશિ થરૂરના પુસ્તક "નેહરૂ : ધ ઇન્વેંશન ઓફ ઇન્ડિયા" પુન: વિમોચનનાં પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, દેશની તમામ લોકશાહી સંસ્થાઓ પ્રત્યે સન્માન અને તેને મજબુત બનાવવાની સંસ્કૃતિ પેદા કરી જેના કારણે લોકશાહી મજબુત થઇ. કોંગ્રેસના પુર્વ અધ્યક્ષે નેહરૂનાં આર્થિક મોડલ અને જુથવાદ વિરુદ્ધ કેન્દ્રીય વિદેશ નીતિને પણ યાદ કરી હતી અને કહ્યું કે, તેમણે જે લોકશાહી મુલ્યોને આગળ વધાર્યા આજે તેનો વારસો ઘટાડીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

શશિ થરૂરે કહ્યું કે, નેહરૂએ હંમેશા તે વિચારને આગળ વધાર્યો કે દેશ કોઇ વ્યક્તિથી વધારે મહત્વપુર્ણ નથી અને સંસ્થાઓનું સન્માન થવું જોઇએ. પરંતુ દેશમાં કોઇ એક વ્યક્તિ કે સંસ્થાની પુજા થવા લાગે તે સદંતર અયોગ્ય છે. લોકશાહીમાં લોકશાહીનાં મુલ્યો જળવાય તે ખુબ જરૂરી છે. નેહરૂએ લોકશાહીનો ન માત્ર સારો અભ્યાસ કર્યો પરંતુ તેમણે તેને સારી રીતે દેશમાં લાગુ પણ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news