Birth Anniversary: વિદેશોમાં ફસાયેલા ભારતીયો માટે 'સંકટ મોચન' હતી સુષમા સ્વરાજ, માત્ર 6 મિનિટમાં આ રીતે બચાવ્યો હતો જીવ
ભારતીય રાજકારણની દુનિયામાં સુષમા સ્વરાજ (Sushma Swaraj) એક એવું નામ છે જે અવિસ્મરણીય પણ છે અને અમર પણ. આ રાષ્ટ્રવાદનો નમ્ર ચહેરો જ્ઞાન-વિજ્ઞાન અને આધ્યાતિમિકતાની સમૃદ્ધિથી પરિપૂર્ણ હતા. આજે સુષમા સ્વરાજનો આજે જન્મદિવસ છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રાજકારણની દુનિયામાં સુષમા સ્વરાજ (Sushma Swaraj) એક એવું નામ છે જે અવિસ્મરણીય પણ છે અને અમર પણ. આ રાષ્ટ્રવાદનો નમ્ર ચહેરો જ્ઞાન-વિજ્ઞાન અને આધ્યાતિમિકતાની સમૃદ્ધિથી પરિપૂર્ણ હતા. આજે સુષમા સ્વરાજનો આજે જન્મદિવસ છે. તે ના ફક્ત બધાની વ્હાલી નેતા હતી, પરંતુ વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માએ 'સંકટ મોચન' હતી. દેશની કદ્દાવર નેતા સુષમા સ્વરાજને આજે દરેક જણ યાદ કરી રહ્યું છે. તેમના જન્મદિવસના અવસર અપ્ર અમે તમને 'ઓપરેશન સંકટમોચન' વિશે જણાવી રહ્યા છીએ જે સાક્ષી છે સુષમા સ્વરાજ અને તેમના દ્વારા પહોંચાડવામાં આવેલી મદદ વિશે.
સુષમા સ્વરાજે દક્ષિણ સૂડાનમાં શરૂ થયેલા ગૃહ યુદ્ધ દરમિયાન વર્ષ 2016માં ત્યાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વતન વાપસીમાં મોટી ભૂમિકા ભજવી હતી. આ ઓપરેશનને 'ઓપરેશન સંકટમોચન' નામ આપવામાં આવ્યું. તેના દ્વારા સૂડાનથી 150 ભારતીયોને નિકાળ્યા. તેમાં 56 લોકો કેરના રહેવાસી હતા.
'ઓપરેશન સંકટ મોચન'
આ ઓપરેશન હેઠળ જનરલ વીકે સિંહ બે વિમાન લઇને સૂડાન પહોંચ્યા હતા અને લગભગ 150 ભારતીયોને એર લિફ્ટ કરી સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સુષમા સ્વરાજ લીબિયામાં સરકાર અને વિદ્વોહીઓ વચ્ચે શરૂ થયેલી જંગ દરમિયાન 29 ભારતીયોને ત્યાંથી સુરક્ષિત ભારત લઇને આવી હતી.
6 મિનિટમાં બચાવ્યો હતો જીવ!
'ઓપરેશન સંકટ મોચન'ના ઘણા પીડિતોમાંથી એક પીડિત પરિવાર છે મુંબઇનો દેઢિયા પરિવાર. મુંબઇની રહેવસી નેહા દેઢિયાએ જુલાઇ 2016માં સોશિયલ મીડિયા પર ટ્વિટર દ્વારા સુષમા સ્વરાજજીને પોતાના પતિ માટે મદદ માંગી હતી. નેહાના પતિ હિમેશ પોતાના વ્યાપારના સિલસિલે સાઉથ સૂડાન ગયા હતા અને ત્યાં જંગની સ્થિતિમાં બીજા ભારતીયો સાથે ફસાયેલા હતા.
એક ટ્વિટ પર પહોંચાડતી હતી મદદ
તેમણે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે હિમેશ એક ડાયબિટિસનો દર્દી છે અને તે સમયે તેમની પાસે ઇંસુલિન ખતમ થઇ હતી. સમય જતાં તેમણે દવા ન મળતી તો કદાચ તેમનો જીવ પણ જતો રહેતો. મુંબઇથી નેહાએ સુષમાજીને ટ્વિટ કર્યું અને ફક્ત 6 મહિનાની અંદર જ નેહાને જવાબ આપીને મદદ મોકલવાનું આશ્વાસન આપ્યું. ત્યારબાદ ના ફક્ત હિમેશ સુધી દવા પહોંચાડવામાં આવી પરંતુ કેન્દ્ર સરકારે સૂડનમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરવા માટે ઓપરેશન સંકટમોચન પણ લોન્ચ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે