આર્ય સમાજના નેતા સ્વામી અગ્નિવેશનું નિધન, દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
સમાજસેવી અને આર્ય સમાજના નેતા સ્વામી અગ્નિવેશ (Swami Agnivesh)નું નિધન થઇ ગયું છે. 80 વર્ષીય સ્વામી અગ્નિવેશને મંગળવારે તબિયત બગડતાં દિલ્હીના ઇંસ્ટીટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલેરી સાયન્સ ઈઆઇ એલબીએસ)માં ભરતી કરાવવામાં આવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: સમાજસેવી અને આર્ય સમાજના નેતા સ્વામી અગ્નિવેશ (Swami Agnivesh)નું નિધન થઇ ગયું છે. 80 વર્ષીય સ્વામી અગ્નિવેશને મંગળવારે તબિયત બગડતાં દિલ્હીના ઇંસ્ટીટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલેરી સાયન્સ ઈઆઇ એલબીએસ)માં ભરતી કરાવવામાં આવ્યા હતા.
તે લિવર સિરોસિસથી પીડિતા હતા અને સારવાર દરમિયાન તેમને મલ્ટી ઓર્ગન ફ્લ્યોરની સમસ્યા પણ હતી.
હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર સ્વામી અગ્નિવેશને શુક્રવારે સાંજે લગભગ છ વાગે હાર્ટ એટેક આવ્યો હતો. ડોક્ટરોના પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા ન હતા. તેમને લગભગ છ વાગ્યાને 30 મિનિટ પર અંતિમ શ્વાસ લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે