દિલ્હી હિંસા પર જાવેદ અખ્તર બોલ્યા- સંયોગથી આરોપીનું નામ તાહિર છે
દિલ્હીમાં થયેલી ભયાનક હિંસામાં અત્યાર સુધી 38 લોકોના મોત થઈ ચુક્યા છે. હવે આ હિંસા પર ગીતકાર જાવેદ અખ્તરે પણ પ્રતિક્રિયા આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલી ભયાનક હિંસામાં અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. દિલ્હીના મુખ્યપ્રદાન અરવિંદ કેજરીવાલે હિંસા પ્રભાવિતો માટે વળતરની જાહેરાત કરી છે અને ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે. આ વચ્ચે દિલ્હી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને પોલીસે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનના ઘરને પણ સીલ કર્યું અને તેના પર હત્યા, હિંસા, આંગચાપી જેવા કેસ દાખલ કરવામાં આવ્યા છે.
જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. જાવેદ અખ્તરે દિલ્હી પોલીસના કામ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા છે. જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું, 'આટલા લોકોના મોત થયા, આટલાને ઈજા થઈ, આટલા ઘર સળગાવવામાં આવ્યા, દુકાનો લૂંટવામાં આવી, પરંતુ પોલીસે એક ઘરને સીલ કર્યું છે અને તેના માલિકને શોધી રહી છે. સંયોગથી તેનું નામ તાહિર છે. દિલ્હી પોલીસના સાતત્યને સલામ.'
So many killed , so many injured , so many house burned , so many shops looted so many people turned destitutes but police has sealed only one house and looking for his owner . Incidentally his name is Tahir . Hats off to the consistency of the Delhi police .
— Javed Akhtar (@Javedakhtarjadu) February 27, 2020
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનને લઈને જ્યારે અરવિંદ કેજરીવાલને સવાલ કરવામાં આવ્યો હતો તો દિલ્હીના મુખ્યપ્રધાને કહ્યું, 'જે પણ વ્યક્તિ દોષી સાબિત થાય છે તો તેને સજા મળવી જોઈએ. જો આમ આદમી પાર્ટીનો કોઈ વ્યક્તિ દોષી હોય તો તે વ્યક્તિને બમણી સજા આપવી જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ.'
દિલ્હીઃ અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો, ચાકુ મારીને કરવામાં આવી હત્યા
હિંસાની તપાસ માટે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ શાખા હેઠળ એક વિશેષ તપાસ દળ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. તમામ એફઆઈઆરને એસઆઈટીને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. તપાસ માટે 2 અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે. એક ટીમને ડીસીપી રાજેશ દેવ લીડ કરશે. તો એક ટીમને જોય ટર્કી લીડ કરશે. બંન્ને ટીમોમાં ચાર-ચાર એસીપી હશે. ACP ક્રાઇમ બીકે સિંહની આગેવાનીમાં આ SIT કામ કરશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે