મમતા સરકારને ફરી આંચકો, ચૂંટણી પહેલાં વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું

રાજીવ બેનર્જી ગત ઘણા વર્ષોથી કેબિનેટ બેઠકમાં સામેલ થયા ન હતા. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે પોતાનું પદ છોડી શકે છે. જોકે અત્યારે તેમણે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. 

મમતા સરકારને ફરી આંચકો, ચૂંટણી પહેલાં વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું

કલકત્તા: પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં જેમ જેમ નજીક આવી રહી છે. તૃણમૂલ કોંગ્રેસમાં રાજીનામા આપવાની ગતિ પણ વધતી જાય છે. શુક્રવારે મમતા સરકારમાં વન મંત્રી રાજીવ બેનર્જીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાનું રાજીનામું આપી દીધું છે. 

પોતાના રાજીનામામાં રાજીવ બેનર્જીએ લખ્યું 'પશ્વિમ બંગાળના લોકોની સેવા કરવી તેમના માટે ગર્વદાયી રહ્યું. તે આ અવસર માટે તમામનો ધન્યવાદ પાઠવે છે. રાજીવ બેનર્જી ગત ઘણા વર્ષોથી કેબિનેટ બેઠકમાં સામેલ થયા ન હતા. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે પોતાનું પદ છોડી શકે છે. જોકે અત્યારે તેમણે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. 

તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે અને તે પહેલાં સતત તૃણમૂલ કોંગ્રેસના નેતા પદ છોડી રહ્યા છે. શુભેંદુ અધિકારી પહેલાં જ રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં પોતાની કમાન સંભાળી ચૂક્યા છે. 

થોડા દિવસો પહેલાં જ લક્ષ્મી રત્ન શુક્લાએ પોતાનું મંત્રી પદ પણ છોડી દીધું હતું. તૃણમૂલ કોંગ્રેસના ઘણા ધારાસભ્ય, સ્થાનિક નેતા પણ પાર્ટીનું પદ છોડીને ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે ગૃહ મંત્રી અમિત શાહના બંગલામાં રાજકીય પ્રવાસ પર છે. એવામાં અનુમાન લગાવી રહ્યા છે કે ટીએમસીના ઘણા નેતા ભાજપ સાથે જોડાઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news