આજે દિલ્હીમાં યોગી સરકાર પર મહામંથન; કેવું હશે મંત્રીમંડળ? કયા નવા ચહેરાઓને મળશે સ્થાન, બની શકે છે ત્રણ DyCM!
અગાઉ શનિવારે લખનઉમાં સીએમ હાઉસે એક બેઠક બોલાવવામાં આવી, જેમાં બીજેપીના યૂપી પ્રભારી રાધા મોહન સિંહ, સીએમ યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, સંગઠન મહામંત્રી સુનીલ બંસલની વચ્ચે સરકારના મંત્રીમંડળના સંભવિત નામો પર મંથન શરૂ થયું.
Trending Photos
લખનઉ: યૂપી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે અને તેમાં બીજેપીને બહૂમતી મળી ચૂકી છે. પરંતુ આ ચૂંટણીમાં પાર્ટીમાં ઘણા નવા સીમકરણ બન્યા છે. ચૂંટણીના પરિણામ બાદ સરકારના મંત્રીમંડળ કેવું હશે? કયા નેતાઓને સમાવવામાં આવશે? કયા નેતાને કયો વિભાગ મળશે? જેવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે સમીકરણો બનાવવામાં આવી રહ્યા છે. આજે તેના માટે દિલ્હીમાં મંથન શરૂ થઈ ગયું છે. સીએમ યોગી રવિવારે દિલ્હી પહોંચશે. તે દરમિયાન યૂપી બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મહામંત્રી સુનીલ બંસલ પણ દિલ્હીમાં હશે.
યૂપીમાં બની શકે છે ત્રણ ડેપ્યૂટી સીએમ
અગાઉ શનિવારે લખનઉમાં સીએમ હાઉસે એક બેઠક બોલાવવામાં આવી, જેમાં બીજેપીના યૂપી પ્રભારી રાધા મોહન સિંહ, સીએમ યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, સંગઠન મહામંત્રી સુનીલ બંસલની વચ્ચે સરકારના મંત્રીમંડળના સંભવિત નામો પર મંથન શરૂ થયું. એવું માનવામાં આવી રહ્યું છે કે યૂપી સરકારના મંત્રીમંડળની રચના 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે યૂપીમાં ત્રણ ડેપ્યૂટી સીએમ બની શકે છે. તેમાંતી એક પછાત, એક દલિત અને એક પશ્ચિમમાંથી ડેપ્યૂટી સીએમ બનાવવામાં આવી શકે છે.
આ ચહેરાઓને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન
સૂત્રોના જણાવ્યા અનુસાર યોગી કેબિનેટમાં નવા નેતાઓને પણ સ્થાન મળી શકે છે. તેની સાથે મેડિકલ એજ્યુકેશન અને સંસદીય બાબતોના મંત્રી સુરેશ ખન્નાને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવી શકે છે. જો જૂના મંત્રીઓની વાત કરીએ તો શ્રીકાંત શર્મા, સિદ્ધાર્થનાથ સિંહ, જિતિન પ્રસાદ, નંદ ગોપાલ નંદી, બ્રિજેશ પાઠક, ભૂપેન્દ્ર ચૌધરી, સતીશ મહાના, કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા, મોહસિન રઝાને ફરીથી મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. બીજી તરફ નવા ચહેરાઓમાં અસીમ અરુણ, અપર્ણા યાદવ, નીતિન અગ્રવાલ, રાજેશ ત્રિપાઠી, શલભ મણિ ત્રિપાઠી, કેતકી સિંહ, રાજેશ્વર સિંહ, દયાશંકર સિંહ, વાચસ્પતિ, રામવિલાસ ચૌહાણ પર પણ વિચાર કરવામાં આવી શકે છે.
હોળી પછી યોજાઈ શકે છે શપથ ગ્રહણ
ઉલ્લેખનીય છે કે 10 માર્ચે થયેલી મતગણતરીમાં ભાજપા ગઠબંધનને 273 બેઠકો જીતીને શાનદાર જીત નોંધાવી હતી. ત્યારબાદ સીએમ યોગી આદિત્યનાથે શુક્રવારે રાજ્યપાલ આનંદીબેન પટેલને રાજીનામું સોંપ્યું હતું. યૂપીના પરિણામ જાહેર થયા બાદ યોગી આદિત્યનાથની પીએમ મોદી સાથે આજે પહેલી મુલાકાત હશે. સૂત્રોના મતે, યોગી સરકારનો શપથગ્રહણ કાર્યક્રમ હોળીના બે દિવસ બાદ એટલે કે 20 માર્ચે યોજાઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે