Top Tourist Places in Rajasthan: જો આપ રાજસ્થાન જાઓ તો આટલી જગ્યા મિસ ના કરતા
ભારતમાં આમ તો પ્રવાસ ઘણી સારી સારી જગ્યાઓ છે પરંતુ એક રાજ્ય એવુ છે જે પોતાની સંસ્કૃતિ અને ઈતિહાસના કારણે ખુબ જ પ્રખ્યા છે. કલ્ચરલ કેપિટલ ઑફ ઈન્ડિયા કહેવાતુ એક માત્ર રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાનનો શાહી ઈતિહાસની સાથે સાથે રંગ બેરંગી કલચરથી કોઈને પણ પ્રેમ થઈ જાય છે.
Trending Photos
નવી દિલ્લીઃ ભારતમાં આમ તો પ્રવાસ ઘણી સારી સારી જગ્યાઓ છે પરંતુ એક રાજ્ય એવુ છે જે પોતાની સંસ્કૃતિ અને ઈતિહાસના કારણે ખુબ જ પ્રખ્યા છે. કલ્ચરલ કેપિટલ ઑફ ઈન્ડિયા કહેવાતુ એક માત્ર રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાનનો શાહી ઈતિહાસની સાથે સાથે રંગ બેરંગી કલચરથી કોઈને પણ પ્રેમ થઈ જાય છે. (Rajasthan tourism) રાજસ્થાનમાં મોટા મહેલની વાત હોય કે પછી ઊંટ સફારી કે પછી ડાલ બાટી ચૂરમા કે પછી રૉયલ ડેસ્ટિનેશન વેડિંગની વાત હોય. રાજસ્થાન જવુ સૌ કોઈ ગમતુ હોય છે. જો તમે હજુ સુધી રાજસ્થાન નથી ગયા તો પ્લાન બનાવી લો. કારણ કે અમે આપને રાજસ્થાનના એવા પાંચ શહેરની વાત કરીશું જે ખુબ જ લોકપ્રિય છે.
Top Tourist Places in Rajasthan:
ઉદયપુર (Udaipur): ઉદયપુર પ્રાકૃતિક સુંદરતા માટે ખુબ જ જાણીતુ એક સુંદર શહેર છે. ઉદયપુરમાં ઘણા સુંદર લેક્સ હોવાના કારણે તેણે સિટી ઑફ લેક્સ પણ કહેવામાં આવે છે. ઉધયપુરનો લેક પેલેસ, બાગોરની હવેલી અને અન્ય મહેલ જોવા લાયક સ્થળો છે. આપ ઉદયપુર જરૂરથી જઈ શકો છો.
જૈસલમેર (Jaisalmer): જૈસલમેર એક એવુ શહેર છે જ્યાં ગયા વગર આપની રાજસ્થાન યાત્રા અધૂરી રહેશે. આપ જૈસલમેરને પણ આપની લિસ્ટમાં એડ કરી લો. ગોલ્ડન સિટીના નામથી ઓળખાતા જૈસલમેર રણ અને શાનદાર કિલ્લાના કારણે ખુબ પ્રખ્યાત છે. અહીં આપને જૈસલમેરનો કિલ્લો તેમજ સૈમ સેન્ડ ડ્યૂન્સ આપને ખુબ જ પસંદ આવશે.
જયપુર (Jaipur): શું તમે જાણો છો કે જયપુરને પિંક સિટી કેમ કહેવામાં આવે છે? જી હા. ગુલાબી રંગથી ભરેલું આ શહેર રાજસ્થાનનું સૌથી મોટુ શહેર છે. અહીં મહેલ અને મંદિરોની સંખ્યા ખુબ જ વધારે છે. જો તમે જયપુર જાઓ તો ત્યાં જલ મહેલ, હવા મહેલ અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જંતર મંતર જોવાનું ભૂલશો નહીં.
માઉન્ટ આબુ (Mount Abu): માઉન્ટ આબુ રાજસ્થાનનું ખુબ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અરાવલીની હરિયાળથી ભરેલા પહાડો વચ્ચે સૌથી ઉંચા પોઈન્ટ માઉન્ટ આબુ આવેલું છે. અહીં મોટા ભાગે લોકો પ્રકૃતિ, હિસ્ટોરિકલ પ્લેસિસ, મંદિરો અને હવામાનની લોકો મજા લેવા આવતા હોય છે. જો તમે માઉન્ટ આબુ જાઓ તો સનસેટ પૉઈન્ટ, ટૉડ રૉક અને ખાસ દિલવાડાના જૈન મંદિર જરૂરથી જજો.
ચિત્તૌડગઢ (Chittorgarh): ચિત્તોડગઢ ભારતીય ઈતિહાસમાં સૌથી પ્રાચિન શહેરોમાંથી એક છે. આ શહેર મહારાણા પ્રતાપ અને મીરા બાઈ જેવા હિસ્ટોરિકલ ફિગર્સનું જન્મ સ્થાન પણ છે. ચિત્તૌડ ફોર્ટ ખુબ જ લાજવાબ છે. આપ અહીં રાણા કુંભ પેલેસ, રાની પદ્મિની મહેલ અને સાઉન્ડ એન્ડ લાઈટ શો બિલકુલ મિસ ના કરતા.
કુંભલ ગઢ (Kumbhalgarh): દુનિયામાં બીજા નંબરની સૌથી લાંબી દીવાલ 36 કિલોમીટર જે ભારતના કુંભલગઢ કિલ્લાની દીવાલ છે. જે ચંદ્રની ધરતી પરથી નરીઆંખે જોઈ શકાય છે. રાણા કુંભાએ 1458 ઈ.સ.માં કુંગલગઢ કિલ્લો બનાવડાવ્યો હતો, એટલા માટે તેનું નામ કુંભલગઢ આપવામાં આવ્યું છે, કિલ્લાનું નિર્માણ અશોકના પ્રપૌત્ર જૈન રાજા સમ્પ્રતિના ખંડેર પર કરવામાં આવ્યું હતું. રાણા કુંભા સિસોદિયા વંશના રાજા હતાં તેમને વાસ્તુકાર મંદાનને કિલ્લાની વાસ્તુકલા નક્કી કરવાનું કામ સોપ્યું હતું. તેને બનાવવામાં લગભગ 15 વર્ષ લાગ્યાં હતાં. રાણા કુંભાનું સામ્રાજ્ય મેડાવથી ગ્વાલિયર સુધી ફેલાયેલું હતું, પોતાના રાજ્યને સુરક્ષિત કરવા માટે રાજા કુંભાએ કુંભલગઢ કિલ્લા સિવાય 31 બીજા કિલ્લા પણ બનાવડાવ્યાં હતા, જ્યારે એક અન્ય તથ્ય પ્રમાણે તેમને પોતાના પૂરાં સામ્રાજ્યમાં કુલ 84 કિલ્લા પણ બનાવ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે