Republic Day Tractor Rally Delhi: ITO પાસે જબરદસ્ત ઘમાસાણ, ખેડૂતોએ તલવારથી કર્યો હુમલો, પથ્થરમારો ચાલુ
આઈટીઓ પર બબાલ વચ્ચે ખેડૂત લાલ કિલ્લા (Red Fort) પર પહોંચી ગયા છે. કહેવાય છે કે લગભગ બે ડઝન ટ્રેક્ટરો (Tracor Rally) માં સવાર સેંકડો ખેડૂતો (Farmers) લાલ કિલ્લા પરિસર પહોંચી ગયા છે. જ્યાં તેઓ પ્રદર્શન કરી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) માં આઈટીઓ (ITO) પાસે ખેડૂત પ્રદર્શનકારીઓ (Farmers Protest )એ હિંસા શરૂ કરી દીધી છે. ખેડૂતો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે. ખેડૂત આંદોલનકારી પોલીસ ટીમ પર તલવાર અને લાકડી ડંડાથી હુમલો કરી રહ્યા છે. આ બધા વચ્ચે ખેડૂતોએ પોલીસકર્મીઓ પર ટ્રેક્ટર ચડાવવાની પણ કોશિશ કરી. પોલીસે ભીડ કાબૂમાં કરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા છે. જો કે આમ છતાં ખેડૂતો હટવા માટે તૈયાર નથી.
અનેક ખેડૂતો લાલ કિલ્લા પહોંચ્યા
આઈટીઓ પર બબાલ વચ્ચે ખેડૂત લાલ કિલ્લા (Red Fort) પર પહોંચી ગયા છે. કહેવાય છે કે લગભગ બે ડઝન ટ્રેક્ટરો (Tracor Rally) માં સવાર સેંકડો ખેડૂતો (Farmers) લાલ કિલ્લા પરિસર પહોંચી ગયા છે. જ્યાં તેઓ પ્રદર્શન કરી રહ્યા છે.
લાલ કિલ્લા તરફ આગળ વધી રહેલા ખેડૂતો પર પોલીસે કર્યો લાઠીચાર્જ
લાલ કિલ્લા (Red Fort) અને ઈન્ડિયા ગેટ તરફ આગળ વધી રહેલા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો. આ સાથે જ સતત ટીયર ગેસ છોડવામાં આવી રહ્યો છે. પોલીસે હાલ ખેડૂતો (Farmers Protest ) ને પાછળ ખદેડ્યા છે. પરંતુ હજુ પણ ખેડૂતો આઈટીઓ પર ડટેલા છે.
#WATCH Protestors enter Red Fort in Delhi, wave flags from the ramparts of the fort pic.twitter.com/4dgvG1iHZo
— ANI (@ANI) January 26, 2021
આઈટીઓ પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ભીડંત
ગાઝીપુર બોર્ડરથી નીકળેલો ખેડૂતોનો એક જથ્થો આઈટીઓ પહોંચી ગયો. જ્યાં પોલીસે તેમને રોકવાની કોશિશ કરી તો પરંતુ ખેડૂતો થોભવા માટે તૈયાર નથી. તેઓ સતત લાલ કિલ્લા તરફ આગળ વધી રહ્યા છે. ગાઝીપુરથી નીકળેલા ખેડૂતોએ અક્ષરધામ થઈને અપ્સરા બોર્ડર તરફ જવાનું હતું.
ખેડૂતોએ પોલીસ પર કર્યો પથ્થરમારો
ખેડૂતો પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડિંગ તોડી નાખ્યા. ખેડૂતોએ ડીટીસી બસોના કાચ પણ તોડી નાખ્યા. ખેડૂતોએ એક બસ પલટી નાખવાની કોશિશ કરી. ખેડૂતોએ ડંડાથી પોલીસ પર હુમલાની કોશિશ કરી. ત્યારબાદ પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. પોલીસ સતત ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે ટ્રેક્ટર રેલી કાઢવા માટે સમજાવી રહી છે. પરંતુ ખેડૂતો જબરદસ્તીથી ઈન્ડીયા ગેટ તરફ આગળ વધી રહ્યા છે.
Delhi: Following farmer-police clash at ITO, a group of farmers reach Red Fort pic.twitter.com/kZ7QYVBwyr
— ANI (@ANI) January 26, 2021
ખેડૂતોએ પોલીસ બેરિકેડિંગ તોડ્યા
ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતો આજે નવા કૃષિ કાયદા ( New Farm Laws ) ના વિરોધમાં ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે. ખેડૂતોએ ટિકરી બોર્ડર પર પોલીસ બેરિકેડિંગ તોડ્યા. મોટી સંખ્યામાં ટ્રેક્ટર ટ્રોલી ( Tractor rally ) લઈને દિલ્હીની અંદર આગળ વધી રહ્યા છે. આ દરમિયાન પોલીસ ડ્રોન દ્વારા નિગરાણી કરી રહી છે.
નોઈડા મોડ પર ખેડૂતોએ તોડ્યા બેરિકેડ
ગાઝીપુર બોર્ડર ઉપર પણ ખેડૂતોએ બેરિકેડ તોડ્યા છે. ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. આ સાથે જ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે. વાત જાણે એમ છે કે અક્ષરધામ અગાઉ એનએચ 24 પર પોલીસે બેરિકેડિંગ કર્યું હતું. પરંતુ કેટલાક ખેડૂતો ટ્રેક્ટરો સાથે બેરિકેડિંગ તોડીને દિલ્હી (Delhi) માં ઘૂસવાની કોશિશ કરવા લાગ્યા. ત્યારબાદ પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો. ખેડૂતોને ત્યાંથી ખદેડી મૂકવામાં આવ્યા છે.
ખેડૂતો પર લાઠીચાર્જ
પોલીસ અધિકારીઓએ ખુબ સમજાવ્યા છતાં ખેડૂતો માન્યા નહીં અને ખેડૂતોની ભીડમાં કેટલાક લોકો જબરદસ્તી કરવા લાગ્યા. ત્યારબાદ ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. આ બધા વચ્ચે ખેડૂતોએ પોલીસની બેરિકેડિંગ તોડીને આઉટર રિંગ રોડ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધુ. દિલ્હી પોલીસે ખેડૂતોને ખુબ સમજાવ્યા હતા કે ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર પરેડ બાદ ખેડૂતોને ટ્રેક્ટર રેલીની મંજૂરી અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે