Indian Islands: ખુબસુરતીમાં માલદીવને પણ પાછળ છોડે એવો આ ગુજરાતીઓને પ્રિય ટાપુ, જાણો દેશના સુંદર ટાપુઓ વિશે
Beautiful Islands In India: ટાપુ પર ફરવાની એક અલગ જ મજા હોય છે. દરિયા વચ્ચે જવું અને ત્યાં ફરવાનો એક અલગ જ અનુભવ છે. જ્યારે પણ ટાપુ કે અન્ય ખુબસુરત જગ્યાઓ પર ફરવાની વાતો કરીએ તો આપણે વિદેશ યાત્રા વિશે વિચારવા લાગીએ છીએ. કારણ કે આપણને એ ખબર જ નથી કે ભારતમાં પણ ખુબ જ સુંદર ટાપુઓ છે. ભારતમાં ફરવા માટે એકથી એક ચડિયાતા ટાપુઓ છે. કેટલીક જગ્યાઓ તો એવી છે જે ચર્ચામાં નથી પરંતુ ખુબ જ સુંદર છે અને ભારતના કેટલાક ટાપુઓ આ યાદીમાં સામેલ છે.
Trending Photos

માજુલી
માજુલી નામનો આ ટાપુ અસમમાં છે. આ ટાપુની ખાસિયત એ છે કે તે સમુદ્રમાં નહીં પરંતુ નદી ઉપર બનેલો છે. માજુલી ફરવા માટે ખુબ જ શાનદાર જગ્યા છે. સાંજના સમયે ત્યાંનો સૂર્યાસ્તનો નજારો જોવા લાયક છે. માજુલીની આજુબાજુ સુંદર બ્રહ્મપુત્રા નદીનો નજારો તેને વધુ સુંદર બનાવે છે.
દીવ ટાપુ
ગુજરાત નજીક દીવ ટાપુ ખુબ જ સુંદર છે. આ સમગ્ર ટાપુ ફરવા માટે તમે સ્કૂટર કે બાઈક સવારી લઈ શકો છો. દીવમાં દીવનો કિલ્લો ખુબ જ ખાસ છે. દીવ પર પોર્ટુગીઝોનું શાસન રહ્યું હતું. આથી અહીં પોર્ટુગીઝ કલ્ચરની ઝાંખી જોવા મળે છે. અહીં ગંગટેશ્વર મંદિર અને સીશેલ મ્યૂઝિયમ પણ ફરવા લાયક છે. ગુજરાત અને પશ્ચિમ ભારતનું પ્રાચીન સમયનું પ્રમુખ બંદર અને આ જ નામ ધરાવતો આ ટાપુ છે. તેનું નામ સંસ્કૃત શબ્દ દ્વીપ (બેટ) પરથી છે અપભ્રંશ થઈને 'દીવ' થઈ ગયું છે. તેની ત્રણ બાજુ સમુદ્ર અને ઉત્તર બાજુ જૂનાગઢ જિલ્લાનો ઉના તાલુકો આવેલો છે.
(તસવીર- દીવ સાભાર વીકીપિડિયા)
ગ્રાન્ડ આઈલેન્ડ
ગ્રાન્ડ આઈલેન્ડ ગોવા પાસે છે. ફરવાની સાથે સાથે જો તમને એડવેન્ચરનો શોખ છે તો તમારે ગ્રાન્ડ આઈલેન્ડની સેર કરવી જોઈએ. અહીં સમુદ્રની અંદર જઈને સ્કૂબા ડાઈવિંગ અને પહાડોની ઉપરથી રોક ડાઈવ જેવા એડવેન્ચરની મજા લઈ શકાય છે.
આંદમાન
આંદમાન ટાપુ એક મોટું પ્રવાસન સ્થળ છે. આંદમાન ફરવા માટે બીચ ઉપરાંત સુંદર ઝરણા અને જંગલ પણ છે. આજકાલ નવા નવા પરણેલા કપલ આંદમાન ફરવાનું ખુબ પસંદ કરે છે. આંદમાનમાં ફરવા ઉપરાંત તમે ત્યાં અનેક પ્રકારના એડવેન્ચરની પણ મજા લઈ શકો છો. અહીં રહેવા માટે સુંદર રિસોર્ટ અને હોટલ્સ પણ છે.
લક્ષદ્વીપ
લક્ષદ્વીપમાં કુલ 36 ટાપુ છે. લક્ષદ્વીપમાં કેટલાક ટાપુ એવા છે જ્યાં પ્રવાસીઓ આવે છે. અહીંનું કેપિટલ ક્વારત્તી પણ ખુબ સુંદર છે. ક્વારત્તી ભારતના મોટા અને વિક્સિત શહેરોમાંથી એક છે. લક્ષદ્વીપ જઈને તમે ખુબસુરત બીચની મજા માણી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે