મધરાતે બે રાજ્યના મુખ્યમંત્રી વચ્ચે છેડાઈ ગઈ ટ્વિટર વોર, જાણો શું છે મામલો
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. યુપીના રાજકારણના બે મોટા ચહેરા યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ વચ્ચે મધરાતે ટ્વિટર વોર જોવા મળી.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. યુપીના રાજકારણના બે મોટા ચહેરા યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ વચ્ચે મધરાતે ટ્વિટર વોર જોવા મળી.
પહેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક પછી એક અનેક ટ્વીટ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા. ત્યારબાદ કેજરીવાલે તેનો જવાબ પોતાના અંદાજમાં આપ્યો. યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે કેજરીવાલને તો ખોટું બોલવામાં મહારથ હાંસલ છે. જ્યારે આખો દેશ આદરણીય પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો, ત્યારે કેજરીવાલે પ્રવાસી મજૂરોને દિલ્હીથી બહારનો રસ્તો દેખાડી દીધો.
केजरीवाल को झूठ बोलने में महारथ हासिल है।
जब पूरा देश आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में कोरोना जैसी वैश्विक महामारी से जूझ रहा था तब केजरीवाल ने प्रवासी मजदूरों को दिल्ली से बाहर का रास्ता दिखा दिया।
— Yogi Adityanath (@myogiadityanath) February 7, 2022
પોતાની બીજી ટ્વીટમાં યોગીએ લખ્યું કે 'સાંભળો કેજરીવાલ, જ્યારે સમગ્ર માનવતા કોરોનાની પીડાઈથી કણસી રહી હતી તે સમયે તમે યુપીના કામદારોને દિલ્હી છોડવા માટે વિવશ કર્યા. નાના બાળકો અને મહિલાઓ સુદ્ધાને અડધી રાતે યુપીની સરહદ પર અસહાય છોડવા જેવું અલોકતાંત્રિક અને અમાનવીય કાર્ય તમારી સરકારે કર્યું. તમને માનવતાદ્રોહી કહીએ કે ....'
सुनो केजरीवाल,
जब पूरी मानवता कोरोना की पीड़ा से कराह रही थी, उस समय आपने यूपी के कामगारों को दिल्ली छोड़ने पर विवश किया।
छोटे बच्चों व महिलाओं तक को आधी रात में यूपी की सीमा पर असहाय छोड़ने जैसा अलोकतांत्रिक व अमानवीय कार्य आपकी सरकार ने किया।
आपको मानवताद्रोही कहें या...
— Yogi Adityanath (@myogiadityanath) February 7, 2022
યોગી બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જવાબ આપ્યો. તેમણે કહ્યું, 'સાંભળો યોગી, તમે તો રહેવા જ દો. જે રીતે યુપીના લોકોની લાશો નદીમાં વહી રહી હતી અને તમે કરોડો રૂપિયા ખર્ચ કરીને મેગેઝીનમાં તમારી ખોટી વાહવાહની જાહેરાતો આપી રહ્યા હતા. તમારા જેવો નિર્દયી અને ક્રૂર શાસક મે નથી જોયો.'
सुनो योगी,
आप तो रहने ही दो। जिस तरह UP के लोगों की लाशें नदी में बह रहीं थीं और आप करोड़ों रुपए खर्च करके Times मैगज़ीन में अपनी झूठी वाह वाही के विज्ञापन दे रहे थे। आप जैसा निर्दयी और क्रूर शासक मैंने नहीं देखा। https://t.co/qxcs2w60lG
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 7, 2022
સંજય સિંહે ભાષા પર ઉઠાવ્યો સવાલ
આ બાજુ આપ નેતા સંજય સિંહે યોગી આદિત્યનાથની ભાષા પર સવાલ ઉઠાવ્યા છે. સંજય સિંહે ટ્વીટ કરીને કહ્યું કે સાંભળો આદિત્યનાથ શું તમને નથી લાગતું કે તમારી ભાષા મુખ્યમંત્રીની જગ્યાએ રસ્તા છાપ નેતાની છે?
सुनो आदित्यनाथ।
क्या तुमको नही लगता की तुम्हारी भाषा मुख्यमंत्री के बजाय चौराहा छाप नेता की है? https://t.co/ZcdmoNxvlk
— Sanjay Singh AAP (@SanjayAzadSln) February 7, 2022
છત્તીસગઢ કોંગ્રેસ પર કૂદી
કેજરીવાલ અને યોગી આદિત્યનાથની ટ્વિટર વોરમાં છત્તીસગઢ કોંગ્રેસ પણ કૂદી. છત્તીસગઢ કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી લખ્યું કે 'સાંભળો યોગી-કેજરીવાલ, તમે બંને આ નૂરા કુશ્તી કરીને દેશને બેવકૂફ ન બનાવો. સાચું તો એ છે કે જનતાની બંનેને કોઈ ચિંતા નથી. બંને નાગપુરવાળાના "Arvind Now" અને "Yogi Now" છે.'
सुनो योगी-केजरीवाल,
तुम दोनों ये नूरा कुश्ती करके देश को बेवकूफ न बनाओ।
सच तो ये है कि जनता की दोनों को कोई फिक्र नहीं।
दोनों ही नागपुर वालों के "Arvind Now" और "Yogi Now" हो। https://t.co/bTcrkvcfFA
— INC Chhattisgarh (@INCChhattisgarh) February 7, 2022
અત્રે જણાવવાનું કે આ અગાઉ અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદમાં અપાયેલા નિવેદન પર પલટવાર કર્યો હતો. કેજરીવાલે પીએમના એ નિવેદનને ખોટું ગણાવ્યું હતું જેમાં તેમણે દિલ્હી સરકારે કોરોના વાયરસ મહામારી દરમિયાન લોકોને દિલ્હી છોડીને જવા માટે કહ્યું હતું એમ જણાવ્યું હતું. તેમણે પીએમના નિવેદન બાદ ટ્વીટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રીનું આ નિવેદન સાવ ખોટું છે. દેશ આશા રાખે છે કે જે લોકોએ કોરોનાકાળની પીડાને સહી, જે લોકોએ પોતાના ગુમાવ્યા, પ્રધાનમંત્રીજી તેમના પ્રત્યે સંવેદનશીલ રહે. લોકોની પીડા પર રાજકારણ કરવું પ્રધાનમંત્રીજીને શોભા આપતું નથી.
सुनो योगी-केजरीवाल,
तुम दोनों ये नूरा कुश्ती करके देश को बेवकूफ न बनाओ।
सच तो ये है कि जनता की दोनों को कोई फिक्र नहीं।
दोनों ही नागपुर वालों के "Arvind Now" और "Yogi Now" हो। https://t.co/bTcrkvcfFA
— INC Chhattisgarh (@INCChhattisgarh) February 7, 2022
સંસદમાં શું કહ્યું હતું પીએમ મોદીએ?
પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે 'તે સમયે દિલ્હીમાં એવી સરકાર હતી, જે છે, તે સરકારે તો જીપ પર માઈક બાંધીને દિલ્હીની ઝૂપડપટ્ટીઓમાં ગાડી ઘૂમાવીને લોકોને કહ્યું કે સંકટ મોટું છે, ભાગો, ઘરે જતા રહો, ઘરે જાઓ. અને દિલ્હીથી જવા માટે બસો આપી. અડધે રસ્તે છોડી મૂક્યા અને શ્રમિકો માટે અનેક મુસીબતો પેદા કરી દીધી. આ કારણે યુપી, પંજાબ, અને ઉત્તરાખંડમાં જે કોરોનાની આટલી ગતિ નહતી, એટલી તીવ્રતા નહતી પણ આ પાપને કારણે કોરોનાએ ત્યાં પણ લોકોને ઝપેટમાં લઈ લીધા.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે