Uttarakhand: વરસાદે મચાવી તબાહી, 23ના મોત, કાટમાળમાં ફસાયા અનેક લોકો
લેન્ડસ્લાઇડના લીધે નૈનીતાલ સુધી જનાર રસ્તા પર અવર-જવર સંપૂર્ણપણે અટકી ગઇ છે. તેના લીધે પર્યટક સ્થળનો બાકીના રાજ્યોથી સંપર્ક તૂટી ગયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં કહ્યું કે વાદળ ફાટવાના લીધે ભૂસ્ખંલન બાદ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.
Trending Photos
દેહરાદૂન/નૈનિતાલ: ઉત્તરાખંડના તમામ ભાગ, ખાસકરીને કુમાઉ ક્ષેત્રમાં મૂશળાધાર વરસાદે તબાહી મચાવી દીધી છે. કુદરતી આફતમાં 23 લોકોના મોત થયા છે. ગત બે દિવસમાં જ 16 લોકોના મોત થયા છે. સોમવારે 5 લોકોના મોત થયા હતા તો મંગળવારે 11 લોકોના મોત થયા છે. નૈનીતાલ શહેર, રાજ્ય બાકી ભાગથી છૂટુ પડી ગયું છે. ભારે વરસાદના લીધે ઘણા મકાન ઢળી પડ્યા છે અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા છે.
અનેક જગ્યાએ લેન્ડસ્લાઇડ
લેન્ડસ્લાઇડના લીધે નૈનીતાલ સુધી જનાર રસ્તા પર અવર-જવર સંપૂર્ણપણે અટકી ગઇ છે. તેના લીધે પર્યટક સ્થળનો બાકીના રાજ્યોથી સંપર્ક તૂટી ગયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં કહ્યું કે વાદળ ફાટવાના લીધે ભૂસ્ખંલન બાદ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ધામીએ આશ્વસ્ત કર્યા છે કે સેનાના ત્રણેય હેલીકોપ્ટર રાજ્યમાં ચાલી રહેલા રાહત તથા બચાવ કાર્ય અભિયાનોમાં મદદ કરવા માટે જલદી પહોંચશે. તેમાંથી બે હેલિકોપ્ટરને નૈનિતાલ મોકલવામાં આવ્યા છે, જ્યાં ભારે વરસાદના લીધે મોટાપાયે નુકસાન થયું છે.
#WATCH उत्तराखंड: उत्तराखंड के कई ज़िलों में भारी बारिश हो रही है। इस दौरान नैनीताल के कई इलाकों में जलभराव हो गया है। (वीडियो मॉल रोड इलाके का है।) pic.twitter.com/fUJgQWN41Q
— ANI_HindiNews (@AHindinews) October 19, 2021
ઘણા મકાનો ઢળી પડ્યા
વાદળ ફાટતાં અને ભૂસ્ખંલનથી ઘણા મકાનો ઢળી પડ્યા છે અને કાટમાળમાં લોકો ફસાયેલા છે. એક હેલિકોપ્ટરને બચાવ અભિયાનમાં મદ કરવા માટે ગઢવાલ ક્ષેત્રમાં મોકલવામાં આવઅશે. મંગળવારે મૃતક 11 લોકોમાંથી આઠની જાણકારી આપતાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઓસી) એ અહીં જણાવ્યું કે નૈનીતાલના મુક્તેશ્વર અને ખૈરાનાના ક્રમશ: તોતાપાની અને કારવા ગામમાં ભારે વરસાદ બાદ મકાન ઢળી પડતાં બે અલગ-અલગ ઘટનાઓમાં સવારે સાત લોકોના મોત થયા હતા.
#WATCH उत्तराखंड: उधम सिंह नगर में भारी बारिश के कारण जलस्तर में बढ़ोतरी के चलते नानक सागर बांध के सभी गेट खोल दिए गए हैं। pic.twitter.com/MtW636xvbC
— ANI_HindiNews (@AHindinews) October 19, 2021
ચારધામ યાત્રીઓને અપીલ
મુખ્યમંત્રીએ રાજ્યના ડિઝાસ્ટર મંત્રી ધાન સિંહ રાવત અને રાજ્યના ડીજીપી અશોક કુમાર સાથે વરસાદને થયેલા નુકસાનનું અવલોકન કરવા માટે પ્રભાવિત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કર્યું. તેમણે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરીને જલદી એક રિપોર્ટ મોકલવાના નિર્દેશ આપ્યા છે. તેમણે લોકોને ન ગભરાવવાની અપીલ કરતાં કહ્યું કે તેમણે સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવશે. તેમણે ચારધામ યાત્રીઓને ફરીથી અપીલ કરી કે તે જ્યાં છે, ત્યાં રોકાઇ જાય અને હવામાનમાં સુધારો થાય તે પહેલાં પોતાની યાત્રા શરૂ ન કરે. તેમણે ચમોલી અને રૂદ્રપ્રયાગ જિલ્લામાં મેજિસ્ટ્રેટને ચારધામ યાત્રા પર ફસાયેલા તીર્થયાત્રીઓને ખાસકરીને દેખભાળ કરવાના નિર્દેશ આપ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે