વિકાસ દુબે એનકાઉન્ટરઃ સુપ્રીમમાં વધુ એક અરજી દાખલ, સોમવારે કોર્ટમાં થઈ શકે છે સુનાવણી
ઉત્તર પ્રદેશ સરકારે વિકાસ દુબે એનકાઉન્ટરની તપાસ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર કરાવવી પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ ગેંગસ્ટર વિકાસ દુબે એનકાઉન્ટર સવાલ ઉઠાવતા તપાસની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ તરફથી દાખલ અરજીમાં વિકાસ દુબે અને તેના સાથીઓના એનકાઉન્ટરની તપાસ સીબીઆઈ/એએનઆઈ કે કોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માગ કરવામાં આવી છે.
અરજીમાં સવાલ કરવામાં આવ્યા છે કે શું તત્કાલ ન્યાયના નામ પર પોલીસ આ પ્રકારે કાયદો પોતાના હાથમાં લઈ શ કે છે. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ થઈ ચુકી છે જે મુંબઈના વકીલે સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રી પાસે તાત્કાલિક મેટરની શ્રેણી હેઠળ આ મામલા પર આજે સુનાવણી કરવાની માગ કરી છે જે સુપ્રીમ કોર્ટમાં સોમવારેના મામલાની સુનાવણીની યાદીમાં લિસ્ટ થઈ શકે છે.
અરજીકર્તા વકીલ ઘનશ્યામ ઉપાધ્યાયે વિકાસ દુબેની ધરપકડ બાદ અને એનકાઉન્ટર પહેલા ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ઇન પર્સનનના રૂપમાં અરજી દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે યૂપી પોલીસ વિકાસને એનકાઉન્ટરમાં મારી શકે છે.
ગેહલોત સરકાર પાડવાના ષડયંત્રમાં ભાજપના નેતાઓના નામ, પૂછપરછ બાદ ધરપકડ
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં વિકાસને એનકાઉન્ટરથી બચાવવાની માગ કરવામાં આવી હતી. આ સિવાય વિકાસના ઘર, મોલને પાડવાના મામલામાં એફઆઈઆર નોંધવા અને સમગ્ર ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવાની પણ માગ કરવામાં આવી હતી.
અરજીકર્તાએ આજે સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રારની પાસે પોતાની અરજી કરી છે કે તેમણે પોતાની અરજીમાં એનકાઉન્ટરની આશંકા વ્યક્ત કરી હતી જેને યૂપી પોલીસે પૂરી કરી દીધી છે. આ મામલો ખુબ ગંભીર છે અને તત્કાલ સુનાવણીની જરૂર છે. તેથી અરજી પર આજે શનિવારે રજાના દિવસે સુનાવણી કરવામાં આવે બાકી આ મામલામાં વધુ લોકોના જીવ જશે અને સંપત્તિને પણ નુકસાન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે