Viral Video: એક જ કૂવામાં પડ્યાં દીપડો અને બિલાડી, ઢગલાબંધ લોકોએ જોયો વીડિયો

ખરેખર ખોરાકની શોધમાં આવેલા દીપડાએ બિલાડી પર હુમલો કર્યો હતો. બિલાડીને પકડતી વખતે નજીકમાં એક કૂવો હતો, જેમાં બિલાડી અને દીપડો પડી ગયા હતા. કૂવામાં કોઈ પડવાનો અવાજ આવતા સ્થાનિક લોકો જોવા માટે પહોંચ્યા હતા. કૂવામાં બિલાડી અને દીપડાને જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા.

Viral Video: એક જ કૂવામાં પડ્યાં દીપડો અને બિલાડી, ઢગલાબંધ લોકોએ જોયો વીડિયો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં શહેરથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં દીપડાઓ વારંવાર જોવા મળે છે. તેઓ મોટાભાગે પાલતું પ્રાણીઓનો શિકાર કરે છે, જ્યારે ઘણી વખત તેઓ મનુષ્યો પર પણ હુમલો કરી ચૂક્યા છે. આ દરમિયાન જિલ્લામાંથી આ ભયંકર પ્રાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, આ વીડિયોમાં કૂવાની અંદર એક દીપડો અને બિલાડી એકસાથે જોવા મળે છે. હાલમાં જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને નેટીઝન્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તેમજ બિલાડીની કરતુતથી હસી પણ રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બિલાડીનો પીછો કરતી વખતે એક દીપડો ગામના કૂવામાં પડી ગયો. બિલાડી પણ તેની સાથે કૂવામાં પડી હતી.

ખરેખર ખોરાકની શોધમાં આવેલા દીપડાએ બિલાડી પર હુમલો કર્યો હતો. બિલાડીને પકડતી વખતે નજીકમાં એક કૂવો હતો, જેમાં બિલાડી અને દીપડો પડી ગયા હતા. કૂવામાં કોઈ પડવાનો અવાજ આવતા સ્થાનિક લોકો જોવા માટે પહોંચ્યા હતા. કૂવામાં બિલાડી અને દીપડાને જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા. આ ઘટના નાશિકના સિન્નરમાં ટેંભુરવાડીમાં બની હતી. થોડી જ વારમાં લોકો કૂવા પાસે ભેગા થવા લાગ્યા. લોકોએ આ અંગે વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. આ દરમિયાન કેટલાક ગ્રામજનોએ બિલાડી અને દીપડાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

 

— ANI (@ANI) February 16, 2023

 

વીડિયોમાં શું છે?
કૂવામાં દીપડો અને બિલાડી દેખાય છે. બિલાડી પાણીમાં તરી રહી છે અને દીપડો પોતાનો જીવ બચાવવા લોખંડના પાઈપને પકડીને બેઠો છે. બિલાડી પતલી હોવાથી તે કુવામાં તરીને પોતાનો જીવ બચાવે છે. આ વચ્ચે બિલાડી પણ દીપડાને પાછળથી તરીને આવીને હેરાન કરવાના પ્રયાસ કરે છે. એટલું જ નહીં બિલાડી દીપડાની પીઠ પર ચડવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ જ્યારે દીપડો બૂમ પાડે છે ત્યારે તે ફરી તરવા લાગે છે. 

બાદમાં વન વિભાગના અધિકારીઓએ દીપડા અને બિલાડીને કૂવામાંથી બચાવી લીધા હતા. વન વિભાગના અધિકારીઓએ દીપડાને પાંજરાની મદદથી સુરક્ષિત બહાર કાઢીને જંગલમાં છોડી દીધો હતો. બિલાડીને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news