West Bengal: એરપોર્ટ પહોંચતા જ આ વ્યક્તિને ગળે મળ્યા મોદી, જાણો કોણ છે કરીમુલ હક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) શનિવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી પહોંચ્યા હતા. પીએમ મોદીએ બાગડોગરા એરપોર્ટ પર પદ્મ પુરસ્કાર વિજેતા કરીમુલ હક સાથે મુલાકાત કરી. બન્ને લોકો એરપોર્ટ પર ગર્મજોશીથી એકબીજાને ગળે મળ્યા.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (west bengal election 2021) માં ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) શનિવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી પહોંચ્યા હતા. પીએમ મોદીએ બાગડોગરા એરપોર્ટ પર પદ્મ પુરસ્કાર વિજેતા કરીમુલ હક સાથે મુલાકાત કરી. બન્ને લોકો એરપોર્ટ પર ગર્મજોશીથી એકબીજાને ગળે મળ્યા. સમાજસેવી કરીમુલ હકને પશ્ચિમ બંગાળમાં બાઇક એમ્બ્યુલન્સ દાદાના નામથી ઓળખવામાં આવે છે. આવો બાઇક એમ્બ્યુલન્સ દાવા વિશે જાણીએ.
4000 લોકોના બચાવ્યા છે જીવ
કરીમુલ હક પોતાની બાઇક એમ્બ્યુલન્સથી આશરે 4 હજાર લોકોના જીવ બચાવી ચુકગ્યા છે. હક બીમાર ગરીબ અને વંચિત લોકોને પોતાની બાઇક એમ્બ્યુલન્સથી લઈને ફ્રીમાં હોસ્પિટલ પહોંચાડે છે. ચાના બગીચામાં કામ કરનાર હકે અપૂરતી ગ્રામીણ સ્વાસ્થ્ય સેવાઓને કારણે લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવાનું નક્કી કર્યુ અને ફ્રી બાઇક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી.
બાગડોગરા એરપોર્ટ પર જોવા મળી ગર્મજોશી
West Bengal: Padma awardee Karimul Haque, also known as 'Bike Ambulance Dada' met PM Modi upon his arrival at Bagdogra Airport, today
Haque was awarded Padma award for his unique way of social service by ferrying patients to medical facilities on his motorbike in Jalpaiguri Dist pic.twitter.com/nFj8YKCPID
— ANI (@ANI) April 10, 2021
હક પર લખાઇ ચુક્યુ છે પુસ્તક
પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરીમુલ હકની હજારો લોકોને પ્રેરિત કરનારી કહાની પર પુસ્તક પણ લખાયુ છે. બાઇક એમ્બ્યુલન્સ દાદા, ધ ઇન્સ્પાયરિંગ સ્ટોરી ઓફ કરીમુલ કહઃ ધ મેન હૂ સેવ્ડ 400 લાઇવ્સ હકની સત્તાવાર બાયોગ્રાફી છે. તેને પત્રકાર બિસ્વજીત ઝાએ લખી છે.
26 વર્ષ પહેલા થયું હતું માતાનું નિધન
હકે 26 વર્ષ પહેલા પોતાના માતાને ગુમાવી દીધા હતા કારણ કે તે એમ્બ્યુલન્સનો ખર્ચ ઉઠાવી શકતા નહતા અને તે સમયે તેમના માતાને હોસ્પિટલ લઈ જવા કોઈ વાહન મળ્યું નહીં. પરંતુ જ્યારે હકના એક સહકર્મીની તબીયત ખરાબ થઈ તો તેમણે આ ઈતિહાસનું પુનરાવર્તન થવા દીધુ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે