ચૂંટણી બાદ એક્શનમાં Mamata Banerjee, બંગાળમાં કડક નિયમો લાગૂ; જાણો નવી Covid 19 Guideline
આ સિવાય બંગાળમાં આગામી આદેશ સુધી તમામ લોકલ ટ્રેન સેવા બંધ કરવામાં આવી છે અને મેટ્રો સહિત રાજ્ય પરિહવનમાં અડધી ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
Trending Photos
કોલકત્તાઃ વિધાનસભા ચૂંટણી બાદ બંગાળમાં વધતા કોરોના કેસ પર આજે મુખ્યમંત્રી મમતા બેનર્જી (Chief Minister Mamata Banerjee) એ શપથ ગ્રહણ બાદ તત્કાલ સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં બંગાળમાં પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મમતાએ સમીક્ષા બેઠક બાદ કહ્યું કે, બંગાળના ભાગનો ઓક્સિજન બીજે જઈ રહ્યો છે અને અમે ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજનનો ઉપયોગ કરી રહ્યાં છીએ.
દુકાનોને લઈને નવા નિયમ
તેમણે જણાવ્યું કે, કોરોનાની સ્થિતિ જોતા રાજ્યમાં તમામ સ્પા, પાર્લર, શોપિંગ મોલ બંધ રહેશે, સાથે જાહેર કાર્યક્રમો પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લગ્ન સમારોહમાં પોલીસની મંજૂરી બાદ માત્ર 40 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી શકે છે. તમામ બજારો બંધ કરી દેવામાં આવી છે અને દુકાનોને માત્ર સવારે 7-10 અને સાંજે 5-7 ખોલવાની મંજૂરી હશે.
આ સિવાય બંગાળમાં આગામી આદેશ સુધી તમામ લોકલ ટ્રેન સેવા બંધ કરવામાં આવી છે અને મેટ્રો સહિત રાજ્ય પરિહવનમાં અડધી ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. કોઈપણ યાત્રીને કોલકત્તા એરપોર્ટ પર RTPCR ટેસ્ટ વગર સાત મે બાદ પ્રવેશ અપાશે નહીં. આ ટેસ્ટ પણ 72 કલાકની અંદર કરેલો હોવો જોઈએ.
ઓક્સિજન પર આપ્યું આ નિવેદન
મુખ્યમંત્રી મમતાએ કહ્યું કે, હવે અમારે ત્યાં દર્દીઓ માટે બેડની સંખ્યા વધારીને 30 હજાર થઈ જશે. સાથે રાજ્યમાં કોરોના વેક્સિનના બીજા ડોઝને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, અમારા ભાગનો ઓક્સિજન કોઈ અન્ય લઈ જાય છે, અમે ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજનનો ઉપયોગ કરી રહ્યાં છીએ.
મમતાએ કહ્યું કે, RTPCR ટેસ્ટ માટે ત્રણ દિવસનો સમય લાગે છે અને ડેડ બોડી 3થી 4 દિવસ પડી રહે છે. અમે તે માટે અલગ ટેસ્ટ કરાવવાનું વિચાર્યું છે જે માત્ર 4 કલાકમાં રિઝલ્ટ આપશે અને દર્દીઓની લાશ પડી રહેશે નહીં. સાથે તેમણે કહ્યું કે, વેક્સિનેશનમાં પત્રકારોને પ્રાથમિકતા આપવામાં આવશે કારણ કે તે લોકોની વચ્ચે વધુ રહે છે.
નવા DGP-ADG ની તૈનાતી
મુખ્યમંત્રીએ પ્રદેશમાં હિંસાની ઘટનાઓને જોતા જગમોહનને હટાવી ફરીથી વીરેન્દ્રને રાજ્યના ડીજીપી બનાવ્યા છે. આ સિવાય જાવેદ શમીમને એડીજી લો એન્ડ ઓર્ડરની જવાબદારી સોંપવામાં આવી છે. બધા જિલ્લામાં પોલીસ કમિશનરને હિંસા રોકવા માટે આકરા પગલા ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે