WHOએ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ પર રોક લગાવી તેમાં ચીનનો હાથ?, આ દેશે કહ્યું-અમે તો વાપરીશું
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) ની કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ પર સુરક્ષા કારણોસર અસ્થાયી રીતે રોક લગાવવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ દવાથી કોરોનાના દર્દીઓને ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધુ છે. WHOના આ નિર્ણય પર સોશિયલ મીડિયામાં જ લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. તેને ચીન સાથે જોડી રહ્યાં છે. ખાસ વાત એ છેકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીનની તરફેણનો ગંભીર આરોપ પણ લગાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે બ્રાઝિલે WHOએ રોક લગાવી છતાં આ દવાનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું છે કે WHOએ રોક લગાવી છતાં તેઓ આ દવા પર પ્રતિબંધ નહીં મૂકે.
Trending Photos
નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) ની કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ પર સુરક્ષા કારણોસર અસ્થાયી રીતે રોક લગાવવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ દવાથી કોરોનાના દર્દીઓને ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધુ છે. WHOના આ નિર્ણય પર સોશિયલ મીડિયામાં જ લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. તેને ચીન સાથે જોડી રહ્યાં છે. ખાસ વાત એ છેકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીનની તરફેણનો ગંભીર આરોપ પણ લગાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે બ્રાઝિલે WHOએ રોક લગાવી છતાં આ દવાનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું છે કે WHOએ રોક લગાવી છતાં તેઓ આ દવા પર પ્રતિબંધ નહીં મૂકે.
સુરક્ષા કારણોસર ટ્રાયલ બંધ કરાઈ
WHOએ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન મલેરિયાથી બચવા માટે સૌથી કારગર દવા છે પરંતુ આ દવા કોરોના વાયરસથી બચવા માટે કારગર નથી. સુરક્ષા કારણોસર દુનિયાના વિભિન્ન દેશોમાં ચાલી રહેલી હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલને તત્કાળ પ્રભાવથી બંધ કરવાના નિર્દેશ અપાયા છે.
હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી રક્ષણ ઓછું અને મૃત્યુ વધુ થયા
હાલમાં જ બ્રિટનની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પત્રિકા લેન્સેટ (Lancet) માં વૈજ્ઞાનિકોનો એક અભ્યાસ છપાયો છે. જેમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી બચવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના પ્રભાવની ચકાસણી કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ દવાથી જેમની સારવાર હાથ ધરાઈ તેમાંથી મોટાભાગના લોકોના મૃત્યુ થયા છે.
ફક્ત હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ ઉપર જ રોક
WHOએ 17 દેસોના 3500 કોરોના દર્દીઓને HCQ દવાના ટ્રાયલ માટે સામેલ કર્યા હતાં. વિશ્વ આરોગ્ય સંગંઠને તેને Solidarity Trial નામ આપ્યું હતું. આ ટ્રાયલનો હેતુ કોવિડ 19ની સારવાર માટે દવા શોધવાનો હતો. ટ્રાયલમાં સામેલ દર્દીઓ પર હાઈડ્રોક્સીક્લોરોક્વીન કે કોવિડ 19ની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ત્રણ અન્ય દવાઓનું રેન્ડમાઈઝ્ડ ટ્રાયલ શરૂ થઈ રહ્યું હતું. પરંતુ ફક્ત હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ટ્રાયલ પર જ રોક લગાવવામાં આવી.
Dear Mr. President @realDonaldTrump. China has already discovered the vaccine to cure the virus that were produced in its laboratories. As a result, WHO withdrew from studies with hydroxychloroquine, in response to requests from China.
— Nelson F. Silva (@Nelsonfsilva1) May 26, 2020
ચીન પર ઉઠ્યા સવાલ
WHOના આ નિર્ણય પાછળ સોશિયલ મીડિયામાં લોકો ચીનનો હાથ હોવાનું કહી રહ્યાં છે. કારણ કે અન્ય કોઈ ડ્રગની ટ્રાયલ પર રોક લાગી નથી. પરંતુ ભારતમાં બનતી હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ટ્રાયલ ઉપર જ રોક લાગી છે. નેલ્સન એફ સિલ્વા નામના એક ટ્વીટર યૂઝરે લખ્યું કે પ્રિય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. ચીને પોતાની લેબમાં કોરોના વાયરસની સારવાર માટે વેક્સિન શોધી લીધી છે. તેના પરિણામ સ્વરૂપે WHOએ ચીનના આગ્રહ પર હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ પર રોક લગાવી છે.
અમેરિકા આ દવા માટે ભારત પર કરી રહ્યું હતું દબાણ
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાઈડ્રોક્સીક્લોરોક્વીનને સૌથી વધુ જીવનરક્ષક દવા તરીકે ગણાવતા આવ્યાં છે. તેમણે અનેકવાર અમેરિકી ડોક્ટરોને કોરોના વાયરસની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગની સલાહ આપી હતી. એટલું જ નહીં તેમણે આ દવાને લઈને ભારત પર ખુબ દબાણ પણ કર્યું હતું.
Brazil's health ministry says it will not change its recommendation to treat #coronavirus with hydroxychloroquine, despite the @WHO deciding to suspend trials of the drug over safety concerns https://t.co/L1vq9y3VSo pic.twitter.com/Pl59WEDDl2
— AFP news agency (@AFP) May 26, 2020
બ્રાઝિલે કહ્યું કે તે ચાલુ રાખશે હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ
આ બધા વચ્ચે બ્રાઝિલે એમ કહીને બધાને ચોંકાવી દીધા છે કે WHOએ HCQની ટ્રાયલ પર અસ્થાયી રીતે રોક લગાવી હોવા છતાં તેઓ કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગ પર રોક લગાવશે નહીં. ટ્રમ્પની જેમ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝૈર બોલ્સોનારોએ પણ કોરોના વાયરસની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગની વકાલત કરી હતી. બ્રાઝિલના સ્વાસથ્ય મંત્રાલયે જણાવ્યું કે WHOએ સુરક્ષા કારણોસર ટ્રાયલ પર રોક લગાવી છતાં તેઓ કોવિડ 19ની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ બંધ નહીં કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે