Sonu Soodના કામથી ખુશ લોકોએ સરકાર પાસે કરી પદ્મ વિભૂષણની માગ, એક્ટરે આપ્યો આવો જવાબ
સોનૂ સૂદના કામથી અનેક લોકો ખુશ થઈ રહ્યા છે. તો હવે સોશિયલ મીડિયા પર તેના કામથી પ્રભાવિત થઈને લોકો અલગ અલગ માગ પણ કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ (Sonu Sood) લૉકડાઉન (Lockdown)મા ફસાયેલા મજૂરોને ઘરે પહોંચાડવામાં મદદ કરી રહ્યો છે. સોનૂ સૂદના આ કામની સોશિયલ મીડિયા પર ખુબ પ્રશંસા થઈ રહી છે. સોનૂ સૂદના કામથી ખુશ થઈને એક વ્યક્તિએ તેને સરકાર પાસે 'પદ્મ વિભૂષણ' આપવાની માગ કરી છે. અભિનેતાને પદ્મ વિભૂષણ આપવાને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
સોનૂ સૂદના કામથી પ્રભાવિત થયેલા તે વ્યક્તિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરતા ટ્વીટ કર્યું છે. તેણે લખ્યુ, આ મહામારી સંકટમાં પ્રવાસી શ્રમિકો માટે મસિહા બનેલા સોનૂ સૂદને પદ્મ વિભૂષણ માટે સરકાર પાસે માગ કરુ છું. જેનો જવાબ આપતા સોનૂ સૂદે લખ્યુ, મારા દ્વારા પોતાનાઘરે પહોંચનારા પ્રવાસીથી મળેલા દરેક કોલ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. ભગવાનનો આભારી છું કે મને આ પુરસ્કાર હજારોમાં મળ્યા છે.
Every call that I get from a migrant who reaches his home safely is my biggest Award. Thank God I have received these awards in thousands ❣️🙏 https://t.co/0wNyIs3qtF
— sonu sood (@SonuSood) May 24, 2020
તમને જણાવી દઈએ કે સોનૂ સૂદે પોતાના પૈસાથી બસો બુક કરીને તે પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાનું કામ શરૂ કર્યુ છે. ત્યારબાદ હજારોની સંખ્યામાં સોનૂએ લોકોને તેના ઘરે પહોંચાડ્યા છે. આ સારા કામ બાદ ટ્વીટરથી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સોનૂ સૂદની ખુબ પ્રશંસા થઈ રહી છે. હાલમાં તેણે ઝી ન્યૂઝને કહ્યુ, જ્યાં સુધી બધા પ્રવાસી મજૂર પોતાના ઘરે નહીં પહોંચે ત્યાં સુધી આ મૂહિમ ચાલું રાખીશ. તે માટે ભગે ગમે એટલું કામ અને મહેનત કરવી પડે. છેલ્લો મજૂર તેના ઘરે ન પહોંચે ત્યાં સુધી શાંતિથી ન રહી શકું.
VIDEO: આ ચુલબુલી અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો સલમાન, નામ જાણીને ચોંકશો
સોનૂ સૂદે જણાવ્યુ કે, મજૂરોને પરત મોકલવામા તેને સૌથી મોટી મુશ્કેલી તે આવી કે મજૂરોની કાગળોની કાર્યવાહી કરવામા ખુબ ભાગદોડ કરવી પડે છે. તેવામાં જે અભણ લોકો છે તેના માટે આ બધુ કરવુ ખુબ મુશ્કેલ થઈ જાય છે. સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે