Hospital In Train: ભારતમાં ચાલે છે દુનિયાની પહેલી હોસ્પિટલ ટ્રેન, સામાન્ય સારવારથી લઈ સર્જરી થાય છે ટ્રેનમાં
Life Line Express Train: ભારતમાં વિશ્વની પહેલી હોસ્પિટલ ટ્રેન ચાલે છે. ભારતમાં ચાલતી આ મોબાઈલ હોસ્પિટલ ટ્રેનનું નામ 'લાઈફલાઈન એક્સપ્રેસ' છે. રેલ્વે વિભાગ દ્વારા આ ટ્રેનની શરુઆત જુલાઈ 1991માં મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસથી કરવામાં આવી હતી. તે સમયે આ ટ્રેનનું નામ જીવન રેખા એક્સપ્રેસ હતું.
Trending Photos
Life Line Express Train: ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે. ભારતીય રેલ્વેના માધ્યમથી રોજ 4 કરોડ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. રોજગારીની વાતમાં પણ ભારતીય રેલ્વે વિશ્વમાં પહેલા ક્રમે આવે છે. ભારતીય રેલ્વે નેટવર્ક જેટલું વિશાળ છે એટલા જ રહસ્યો પણ ધરાવે છે. રેલ્વે વિશે એવી ઘણી વાતો છે જેના વિશે કદાચ તમે જાણતા નહીં હોવ. આજે આવી જ એક અનોખી વાત તમને જણાવીએ.
ભારતમાં વિશ્વની પહેલી હોસ્પિટલ ટ્રેન ચાલે છે. ભારતમાં ચાલતી આ મોબાઈલ હોસ્પિટલ ટ્રેનનું નામ 'લાઈફલાઈન એક્સપ્રેસ' છે. રેલ્વે વિભાગ દ્વારા આ ટ્રેનની શરુઆત જુલાઈ 1991માં મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસથી કરવામાં આવી હતી. તે સમયે આ ટ્રેનનું નામ જીવન રેખા એક્સપ્રેસ હતું ત્યારપછી તેને લાઈફલાઈન એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું. આ ટ્રેન દેશના દરેક વિસ્તારોમાં મેડિકલ સુવિધા પુરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને એવી જગ્યા જ્યાં કોઈ મોટી હોસ્પિટલ કે આરોગ્ય સુવિધાનો અભાવ હોય.
આ પણ વાંચો:
હોસ્પિટલ જેવી બધી જ સુવિધાઓ ટ્રેનમાં
આ ટ્રેનમાં એ બધી જ સુવિધાઓ છે જે એક હોસ્પિટલમાં હોવી જોઈએ. આ ટ્રેનને મોબાઈલ હોસ્પિટલ તરીકે તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓપરેશન થિયેટર પણ છે. આ ઉપરાંત દર્દીની તપાસ માટે આધુનિક મશીનો, દર્દીઓ માટે બેડ સહિતની વ્યવસ્થા છે. આ સિવાય ટ્રેનમાં દર્દીઓની સારવાર માટે ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ પણ હોય છે. ટ્રેનના દરેક કોચમાં મેડિકલ વોર્ડ, પાવર જનરેટર, ઓક્સિજન અને અન્ય મેડિકલ સુવિધાઓ આપવામાં આવી છે. આ સાથે આ મેડિકલ ટ્રેનમાં પેન્ટ્રીની સુવિધા પણ છે.
12 લાખ લોકો લઈ ચુક્યા છે સારવારનો લાભ
ભારતીય રેલ્વેની આંકડાકીય માહિતી અનુસાર આ લાઈફ લાઇન હોસ્પિટલ ટ્રેનમાં અત્યાર સુધીમાં અંદાજે 12 લાખ લોકોની સારવાર કરવામાં આવી છે. આ વિશ્વની પ્રથમ અને એકમાત્ર આવી હોસ્પિટલ ટ્રેન છે જે દેશના દરેક વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદ દર્દીઓની મફતમાં સારવાર કરે છે. હાલમાં આ ટ્રેન આસામના બદરપુર સ્ટેશન પર છે અને લોકોની સારવાર કરી રહી છે.
આ ટ્રેનમાં 2 આધુનિક ઓપરેશન થિયેટર, 5 ઓપરેટિંગ ટેબલ છે. સાથે જ ટ્રેનના દરેક કોચ એસી છે. નસબંધીને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનમાં ખાસ કોચ પણ છે જ્યાં ઓપરેશન પછી પુરુષો અને સ્ત્રીઓને દાખલ કરવામાં આવે છે. છેલ્લા 32 વર્ષથી દોડતી આ ટ્રેન નિયમિત રીતે દેશના પછાત વિસ્તારોમાં જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે