Farmers Protest: યુપીમાં સમાપ્ત કરાવવામાં આવશે કિસાનોનું આંદોલન, CM યોગીએ આપ્યા આદેશ
Uttar Pradesh Kisan Andolan: ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોનું આંદોલન છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે. તો સીએમના આદેશ બાદ ગાઝીપુર બોર્ડર પર કિસાનોએ પોતાના તંબુ ઉખેડવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે માહિતી મળી છે કે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પોલીસ સમક્ષ સરેન્ડર કરવાના છે.
Trending Photos
લખનઉઃ દેશની રાજધાની દિલ્હીમાં 26 જાન્યુઆરીએ કિસાનોની ટ્રેક્ટર પરેડ (Farmers Tractor parade) માં થયેલી હિંસા બાદ કિસાન આંદોલન સવાલોના ઘેરામાં આવી ગયું છે. દિલ્હી પોલીસની તમામ કાર્યવાહી બાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) પણ એક્શનમાં આવી ગયા છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ગુરૂવારે તેમણે ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ ચાલી રહેલા કિસાનોના આંદોલન (Farmers Protest) ને સમાપ્ત કરવાના આદેશ આપ્યા છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોનું આંદોલન છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે. તો સીએમના આદેશ બાદ ગાઝીપુર બોર્ડર પર કિસાનોએ પોતાના તંબુ ઉખેડવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે માહિતી મળી છે કે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પોલીસ સમક્ષ સરેન્ડર કરવાના છે.
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) ના નિર્દેશ પહેલા જ બાગપત જિલ્લામાં ધરણા કરી રહેલા કિસાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. બાગપતના બડૌતમાં છેલ્લા 40 દિવસથી પ્રદર્શન કરી રહેલા કિસાનોને પોલીસે બુધવારે રાત્રે હટાવીને ઘરે મોકલી દીધા હતા. આ કિસાન કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ (Central Agriculture Laws) દિલ્હી-સહારનપુર હાઈવે પર આંદોલન કરી રહ્યાં હતા. પોલીસે પ્રદર્શનકારી કિસાનો પર લાઠીચાર્જ કરી તેને ભગાવ્યા અને તેને ટેન્ટ ફેંકી દીધા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યો હુમલો
પરંતુ પોલીસનો કિસાનોને હટાવતો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં લાઠીચાર્જ થતો જોવા મળી રહ્યો છે. કિસાન નેતા બ્રજપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષી દળોએ યોગી સરકાર પર હુમલો કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને સપા નેતા અખિલેશ યાદવ (Akhilesh Yadav) એ ટ્વીટ કર્યુ- જે પ્રકારે ભાજપ સરકાર પોતાની ચાલોથી ભોળા કિસાનોના આંદોલનને બદનામ કરી રહી છે અને જે રીતે ભાજપના ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે તેનાથી સામાન્ય જનતાની સહાનુભૂતિ કિસાન આંદોલન સાથે વધી ગઈ છે.
આ પણ વાંચોઃ Agriculture Laws વિરુદ્ધ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ, BJPના ધારાસભ્યોનું વોકઆઉટ
લાઇટ-પાણી બંધ કરી દેવામાં તો અમે અહીં કઈ રીતે રહેશુંઃ ટિકૈત
તો સીએમ યોગીના આદેશ બાદ ગાઝીપુર બોર્ડર પર હલચલ તેજ થઈ ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે ગાઝિયાબાદના ડીએમે કિસાનોને તંબૂ હટાવવાનો આદેશ આપી દીધો છે. ત્યારબાદ ટેન્ટ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે મીડિયાને કહ્યુ કે, તમને સારી બાઇટ આપીને જશું. તેમણે કહ્યું કે, અમારા લાઇટ-પાણી બંધ કરી દેવામાં આવ્યા તો અમે અહીં કઈ રીતે રહીએ. અમે આ વિશે અધિકારીઓ સાથે વાત કરી રહ્યાં છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે