5G ની રેસમાં Jio થી આગળ નિકળી ગયું Airtel, Internet Speed જોઇ ઉડી જશે હોશ

Airtel 5G સર્વિસમાં 3Gbps સુધીની ડાઉનલોડિંગ સ્પીડ મળી શકે છે. કંપની પોતાની 5G સર્વિસ સ્પેક્ટ્રમ એલોટમેંટના તાત્કાલિક શરૂ કરી શકે છે.

5G ની રેસમાં Jio થી આગળ નિકળી ગયું Airtel, Internet Speed જોઇ ઉડી જશે હોશ

નવી દિલ્હી: Airtel એ 5G સર્વિસ શરૂ કરી છે. કંપનીએ તેને 1800MHz બેંડ પર લાઇવ કર્યું છે જે NSA (Non Stand Alone) ટેક્નોલોજી પર કામ કરે છે. કંપનીએ પોતાના 5G સર્વિસને ડાયનેમિક નેટવર્ક સ્પેક્ટ્રમ શેરિંગ ટેક્નોલોજી પર ટેસ્ટ કર્યો છે. Airtel એ હૈદ્રાબાદ શહેરમાં સફળતાપૂર્વક 5G નું ડેમોસ્ટ્રેશન કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે Airtel ભારતમાં 5G નેટવર્કને કોમર્શિયલી ટેસ્ટ કરનાર પ્રથમ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર છે. 

Bharti Airtel ના CEO અને MD ગોપાલ વિઠ્ઠલએ Airtel 5G રેડી નેટવર્ક વિશે એનાઉન્સ કર્યું છે. Airtel 5G સર્વિસને હૈદ્રાબાદમાં કોમર્શિયલી લાઇવ કરવામાં આવી છે. કંપનીના CEO એ જણાવ્યું કે સ્પેક્ટ્રમ એલોયમેન્ટ સાથે જ Airtel 5G સર્વિસ શરૂ કરી શકાય છે. કંપની પાસે 5G Ready નેટવર્ક ઇકોસિસ્ટમ છે.

પહેલી સર્વિસ પ્રોવાઇડર હોવાનો દાવો 
કંપનીનો દાવો છે કે Airtel ભારતમાં 5G નેટવર્કને કોમર્શિયલી ટેસ્ટ કરનાર પ્રથમ ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર છે.  Airtel ની 5G સર્વિસ રેડિયો, કોર અને ટ્રાંસપોર્ટ તમામ ડોમેન માટે કોમ્પેટિબલ હશે. કંપનીએ પોતાના 5G સર્વિસ નો વીડિયો પણ YouTube પર જાહેર કરવામાં આવ્યો છે. 

4G ના મુકાબલે 10 ગણી સ્પીડ
કંપનીની 5G સર્વિસ 4G ના મુકાબલે 10 ગણી વધુ ફાસ્ટ હશે. કંપનીએ તેને હૈદ્રાબાદમાં ટેસ્ટ કરી છે. અને દાવો કર્યો છે કે 5G નેટવર્ક પર એક ફૂલ લેંથ મૂવીને સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાય છે. Airtel 5G સર્વિસમાં 3Gbps સુધીની ડાઉનલોડિંગ સ્પીડ મળી શકે છે. કંપની પોતાની 5G સર્વિસ સ્પેક્ટ્રમ એલોટમેંટના તાત્કાલિક શરૂ કરી શકે છે. Airtel પોતાની 5G સર્વિસનું ડેમોન્સ્ટ્રેશન હૈદ્રાબાદના માધવપુર  Airtel Store માં આપી રહી છે. યૂઝર ત્યાં વિઝિટ કરીને Airtel 5G સર્વિસનો અનુભવ કરી શકે છે. 

Ericssion Airtel Collabration
વિઠ્ઠલે કહ્યું 'અમને એ વાતનો ગર્વ છે કે અમે ટેક સિટી હૈદ્રાબાદમાં આ ફ્યૂચર રેડી સર્વિસને કોમર્શિયલી લાઇવ કર્યું છે. Airtel દેશની પ્રથમ ટેલીકોમ કંપની છે જેને 5G સર્વિસનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન શરૂ કરી દીધું છે. અમે હંમેશા ભારતમાં નવી ટેક્નોલોજી લાવતા રહ્યા છીએ. Airtel એ Ericssion સાથે મળીને અમારી 5G રેડી નેટવર્કને ડેવલોપ કર્યું છે.   

Airtel Jio Service
Airtel ઉપરાંત Reliance Jio એ પણ પોતાની 5G સર્વિસ વિશે આ મહિને જાહેરાત કરી છે. જીયો પોતાની  5G સર્વિસને વર્ષના બીજી છમાસિકમાં લોન્ચ કરી શકે છે. 2021ના અંતિમ છ મહિનાના અંતમાં Airtel અને Jio ની 5G સર્વિસને એક્સપીરિયન્સ કરી શકો છો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news