અમેરિકામાં ફરી એક વખત ટ્રમ્પ સરકાર, ડોનાલ્ડ ટ્રમ્પે 47મા રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ
Donald Trump Oath Ceremony: અમેરિકાની 'કેપિટલ' બિલ્ડિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમની સાથે જેડી વાન્સે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા.ઘણા દાયકાઓમાં આ પ્રથમ વખત છે જ્યારે રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ ખુલ્લામાં નહીં પરંતુ યુએસ સંસદની અંદર યોજવામાં આવ્યો છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા દેશોના નેતાઓ અને ઉદ્યોગપતિઓ હાજરી આપી છે.
Trending Photos
Donald Trump Oath Ceremony: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે સત્તાવાર રીતે શપથ લીધા. તેમની સાથે જેડી વાન્સે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા. અમેરિકાની રાજનીતિમાં વ્હાઇટ હાઉસ છોડ્યાના ચાર વર્ષ પછી વ્હાઇટ હાઉસમાં પાછા ફરવું લગભગ અશક્ય માનવામાં આવે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ આ અશક્ય લક્ષ્યને શક્ય બનાવીને ઇતિહાસ રચ્યો છે. અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહમાં આઉટગોઇંગ પ્રેસિડેન્ટ જો બાઈડેન અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને તેમના જીવનસાથીઓ સાથે હાજર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં વિશ્વભરમાંથી અનેક નેતાઓ હાજરી આપવા માટે પહોંચ્યા, આ સિવાય દેશ-વિદેશના અનેક ઉદ્યોગકારોએ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી છે. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે આજે એટલે કે 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બાઈબલ પર હાથ રાખીને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ત્યારબાદ ટ્રમ્પને રાષ્ટ્રને સંબોધન કર્યું અને અમેરિકાને ફરી એક વખત ગ્રેટ બનાવવાનો વાયદો પણ કર્યો છે.
Chief Justice John Roberts administers oath to #DonaldTrump as the 47th US President.
(Source - US Network Pool via Reuters) pic.twitter.com/1phCaIQ5PQ
— ANI (@ANI) January 20, 2025
ટ્રમ્પ ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના રેકોર્ડની બરાબરી કરી છે. ગ્રોવર ક્લેવલેન્ડ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ હતા, જેમણે 4 વર્ષ સુધી વ્હાઇટ હાઉસની બહાર રહ્યા બાદ મજબૂત પુનરાગમન કરી 131 વર્ષ પહેલાં રેકોર્ડ બનાવ્યો હતો. ગ્રોવર ક્લેવલેન્ડ 1885થી 1889 અને 1893-1897 દરમિયાન બે વખત અમેરિકાના પ્રમુખ હતા. તેમના પછી ડોનાલ્ડ ટ્રમ્પ બીજા એવા નેતા છે જે 4 વર્ષના અંતરાલ બાદ સત્તામાં પાછા ફર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ પણ પોતાના નામે એક રેકોર્ડ બનાવ્યો છે. ગત વખતે ટ્રમ્પે ખુલ્લા આકાશ નીચે શપથ લીધા હતા. આ વખતે શપથ ગ્રહણ સમારોહ ખુલ્લા આકાશ નીચે નહીં, પરંતુ કડકડતી ઠંડીના કારણે આ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ યુએસ કેપિટલની બહાર ખુલ્લી જગ્યાને બદલે અમેરિકાના સંસદની અંદર કેપિટલ રોટુન્ડા હોલમાં યોજવામાં આવ્યો છે. 1985માં જ્યારે રોનાલ્ડ રીગન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા ત્યારે તેમણે ઘરની અંદર ઓફિસના શપથ લીધા હતા. તે સમયે પણ ખરાબ હવામાનના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રીતે અમેરિકાના ઈતિહાસમાં 40 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદની અંદર શપથ લીધા છે.
#WATCH | Washington DC | After taking the oath, US President #DonaldTrump says, "...The golden age of America begins right now."
(Source - US Network Pool via Reuters) pic.twitter.com/5AX7w9jLXx
— ANI (@ANI) January 20, 2025
'મારા મિત્ર ટ્રમ્પને અભિનંદન'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનાર ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. મોદીએ X પર કહ્યું કે, 'મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ઐતિહાસિક શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! હું ફરી એકવાર સાથે મળીને કામ કરવા, બન્ને દેશોને લાભ પહોંચાડવા અને વિશ્વ માટે વધુ સારા ભવિષ્યને આકાર આપવા માટે આતુર છું. આવનાર સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ!'
Congratulations my dear friend President @realDonaldTrump on your historic inauguration as the 47th President of the United States! I look forward to working closely together once again, to benefit both our countries, and to shape a better future for the world. Best wishes for a…
— Narendra Modi (@narendramodi) January 20, 2025
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણમાં વિદેશમંત્રી એસ. જયશંકરે રહ્યા હાજર
વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે સેન્ટ જ્હોન્સ ચર્ચમાં ઉદ્ઘાટન દિવસની પ્રાર્થના સેવામાં ભાગ લીધો હતો. વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, 'આજે વોશિંગ્ટન ડીસીમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશમંત્રી અને વડાપ્રધાન મોદીના વિશેષ દૂત તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય મળ્યું.'
શપથ ગ્રહણમાં ઘણી પરંપરાઓ તોડવામાં આવી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ કાર્યક્રમમાં હાજરી આપી છે. આ સિવાય ટ્રમ્પના સલાહકાર એલોન મસ્ક, એમેઝોનના એક્ઝિક્યુટિવ ચેરમેન જેફ બેઝોસ અને મેટા પ્લેટફોર્મના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ આ ઈવેન્ટમાં હાજરી આપી છે. આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પની બીજા શપથ ગ્રહણમાં ઘણી પરંપરાઓને તોડીને નવા રેકોર્ડ બનાવવા આવ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ટ્રમ્પને પાઠવ્યા અભિનંદન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વોશિંગ્ટનમાં તેમના શપથ ગ્રહણના કલાકો પહેલા પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રોયટર્સના રિપોર્ટ અનુસાર પુતિને કહ્યું કે, તેઓ યુક્રેન અને પરમાણુ હથિયારોના મુદ્દે અમેરિકાના નવા વહીવટીતંત્ર સાથે વાતચીત માટે તૈયાર છે.
વ્હાઇટ હાઉસનો ઇતિહાસ શું છે?
યુએસ સરકારે 1792માં નિર્ણય લીધો કે રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસ વોશિંગ્ટન ડીસીમાં હોવું જોઈએ. આ પછી વ્હાઇટ હાઉસનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જ્હોન એડમ્સ વ્હાઇટ હાઉસને તેમનું સત્તાવાર નિવાસસ્થાન બનાવનાર અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. જ્યારે તેનું નિર્માણ થયું ત્યારે તેનું નામ વ્હાઇટ હાઉસ રાખવામાં આવ્યું ન હતું. 1814માં જ્યારે અંગ્રેજોએ ફરીથી અમેરિકા પર હુમલો કર્યો. તેઓએ વ્હાઇટ હાઉસને સળગાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ યુદ્ધ જીત્યા પછી અમેરિકાએ તેનું પુનઃનિર્માણ કર્યું અને ઇમારતને સફેદ રંગથી રંગ્યો, ત્યારબાદથી અમેરિકાના રાષ્ટ્રપતિના આ સત્તાવાર નિવાસસ્થાનને વ્હાઇટ હાઉસ કહેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે