અજાણ્યા નંબર પરથી આવ્યો યુવતીનો ફોન અને ફસાયો એક વ્યક્તિ, ગુમાવ્યા 6 લાખ રૂપિયા
પોલીસ દ્વારા અવાર નવાર આવા કેસીસથી સાવધાન રહેવાની અપીલ કરવામાં આવે છે એમાંય સોશિયલ મિડીયાના માધ્યમથી થયેલી મિત્રતાને લઈને તો ખાસ સાવધાની વર્તવાની જરુર છે બાકી આવા લેભાગું તત્વો તમારી ઈજ્જતના નામે તમારા ખીસ્સા ખંખેરવાની તરકીબ અજમાવી તમને પાયમાલ ચોક્કસથી કરી નાખશે.
Trending Photos
હિમાંશુ ભટ્ટ, મોરબીઃ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવીને ૬ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા..લીસે આ કેસમાં મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે.ત્યારે શું છે કારખાનેદાર સાથે થયેલી હનીટ્રેપની આ ઘટના જોઈએ આ રિપોર્ટમાં...
હનીટ્રેપને લઈને પોલીસ અવાર નવાર અવેરનેસ લાવવાની કોષિષ કરે છે..આવા અનેક કિસ્સાઓ આપણી આસપાસ રોજબરોજ બને છે તે છતાં તેનાથી કોઈ બોધપાઠ ન લેવાના પરિણામ કેટલા લોકોએ હજીપણ ભોગવવા પડે છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે મોરબીના ટંકારાથી..જ્યાં અજિતભાઈ ભાગીયા, જેઓ હરીપર ગામના રહેવાસી છે, તેમને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો. ફોન કરનાર મહિલાએ પોતાની ઓળખ પૂજાબેન તરીકે આપી .. શરૂઆતમાં વ્હોટ્સએપ પર સામાન્ય મેસેજથી વાતચીત શરૂ થઈ, જેમાં મહિલાએ પોતાના પતિ ટ્રક ડ્રાઈવર હોવાનું જણાવી મિત્રતા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ત્યારબાદ બંને વચ્ચે મુલાકાતો શરુ થઈ અને એક દિવસ મહિલા હોસ્પિટલના બહાને અજીતભાઈને રાજકોટ લઈ ગઈ. ત્યાં પૂજાબેને પોતાનું સાચું નામ દિવ્યા હોવાનું જણાવ્યું . રસ્તામાં છત્તર પાસે વાછકપર રોડ પર, એક સ્વિફ્ટ કારમાંથી પાંચ લોકોએ મહિલા અને તેના મિત્રનું અપહરણ કર્યું.. આરોપીઓએ ફરિયાદીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માર માર્યો અને ૬ લાખ રૂપિયા પડાવી લીધા..પોલીસની તપાસમાં ચાર આરોપીઓ પકડાયા છે, જ્યારે બે હજુ ફરાર છે. પોલીસે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
પહેલા તો યુવાનને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપીને એક લાખ રૂપિયા પડાવી લીધા અને પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી . જે બાકીના રૂપિયા માટે કારખાનેદારને આવર નવાર ફોન કરવામાં આવતા.. કારખાનેદારે નોંધાવેલ ફરિયાદ આધારે મહિલા આરોપી દેવુબેન ઉર્ફે પુજા તથા તેના પતી રમેશભાઈ જાદવ, સંજયભાઈ ડારાઅને હાર્દીક કિશોરભાઈ મકવાણાની ધરપકડ કરી છે. જો કે હજી બે આરોપીઓને પકડવાના બાકી છે..પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે પાંચ લાખ રોકડા, પાંચ મોબાઈલ ફોન અને એક ગાડી મળીને કુલ 8.25 લાખનો મુદામાલ પણ કબ્જે કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે