અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે લીધા શપથ, બીજા કાર્યકાળમાં આ 10 મોટા પડકાર

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે સત્તાવાર રીતે શપથ લીધા. તેમની સાથે જેડી વાન્સે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા. અમેરિકાની રાજનીતિમાં વ્હાઇટ હાઉસ છોડ્યાના ચાર વર્ષ પછી વ્હાઇટ હાઉસમાં પાછા ફરવું લગભગ અશક્ય માનવામાં આવે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ આ અશક્ય લક્ષ્યને શક્ય બનાવીને ઇતિહાસ રચ્યો છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે લીધા શપથ, બીજા કાર્યકાળમાં આ 10 મોટા પડકાર

President Donald Trump: અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે સત્તાવાર રાષ્ટ્રપતિ બની ગયા. કેમ કે 5 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ભવ્ય જીત પછી તેમનો બીજો કાર્યકાળ શરૂ થઈ ગયો હતો. જો કે, પહેલા કાર્યકાળની જેમ ટ્રમ્પનો આ કાર્યકાળ એટલો સરળ નહીં રહે. કેમ કે, દેશ અને દુનિયાની સામે અનેક એવા પડકાર છે જેનો સામનો તેમણે કરવો પડશે. ત્યારે ટ્રમ્પ સામે કયા 10 મોટા પડકાર છે? ચાલો જોઈએ.

અમેરિકામાં કોઈપણ રાષ્ટ્રપતિ બને તેની ગણતરી શક્તિશાળી નેતા તરીકે થાય છે. કેમ કે દુનિયાના દરેક દેશોને અમેરિકા સાથે કોઈને કોઈ રીતે સંબંધો હોય છે. પછી તે રાજકીય હોય કે વ્યાપારિક. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના પગલે હાલ અમેરિકા ટ્રમ્પમય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. 

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હીરામાં ચમકવા લાગ્યા છે. ચોંકી ગયા ને પરંતુ આ હકીકત છે. સુરતની ગ્રીન લેબ ડાયમંડ કંપનીએ અનોખો ડાયમંડ બનાવ્યો છે. જમાં સાડા ચાર કેરેટના હીરા પર આબેહૂબ ટ્રમ્પ જેવી પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. 

આ તરફ પંજાબના અમૃતસરમાં કલાકાર ડો. જગજોત સિંહે અમેરિકાના રાષ્ટ્રપતિનું સ્કેચ તૈયાર કર્યુ છે. જેને જોઈને તમે પણ તેમની કલાકારી પર ફિદા થઈ જશો. આ પહેલાં તે અમેરિકાના તમામ રાષ્ટ્રપતિઓના સ્કેચ તૈયાર કરી ચૂક્યા છે. 

ઓડિશાના સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે 47 ફૂટ લાંબી કલાકૃતિ બનાવી છે. દરિયા કિનારે ટ્રમ્પનું વ્હાઈટ હાઉસમાં સ્વાગત કરતી કલાકૃતિ બનાવીને ભારત તરફથી શુભેચ્છાઓ પાઠવી છે. 

પહેલો કાર્યકાળ ટ્રમ્પ માટે સોનેરી રહ્યો હતો. પરંતુ બીજો કાર્યકાળ ટ્રમ્પ માટે સરળ રહેવાનો નથી. કેમ કે તેમની પાસે સારી ટીમ અને શક્તિશાળી સાધનો હોવા છતાં તેમને 10 મોટા પડકારનો સામનો કરવો પડશે. તેના પર નજર કરીએ.

1. મોંઘવારી પર કાબૂ મેળવવો
2. વધતા દેવા અને નાણાંકીય ખર્ચ પર નિયંત્રણ
3. સરકારી દેવું લેવાની મર્યાદા બનાવવી પડશે
4. વિદેશી સામાન પર ભારે ભરખમ ટેક્સ
5. મેક અમેરિકા ગ્રેટ અગેઈનનું ભારણ રહેશે
6. ગર્ભપાતનો મુદ્દો 
7. ઈમિગ્રેશનનો મુદ્દો ઉકેલવો પડશે
8. યુક્રેન-રશિયાના યુદ્ધ રોકવું પડશે
9. ઈઝરાયલ અને હમાસના યુદ્ધને અટકાવવું પડશે
10. ભારત સાથે સંબંધો મજબૂત કરવા પર જોર 

અમેરિકાના મતદારોને મોટા-મોટા વાયદા કરીને ટ્રમ્પ 2.0 સરકાર તો બની ગઈ છે હવે એ જોવાનું રહેશે કે પોતાના વાયદા પૂરા કરવા માટે તે અમેરિકા અને દુનિયાના બીજા દેશો સાથે કેવા સંબંધોનું નિર્માણ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news