'અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ', રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય

અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા છે. શપથ લીધા બાદ પોતાના પ્રથમ ભાષણમાં ટ્રમ્પે અનેક મોટી વાત કરી છે. આ સાથે તેમણે દક્ષિણ સરહદ પર ઈમરજન્સી લાદવાની જાહેરાત પણ કરી છે. 

'અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ', રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય

વોશિંગટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. શપથ લીધા બાદ પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે 'અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ચૂક્યો છે.' ટ્રમ્પે કહ્યું કે હવે દુનિયાનો કોઈ દેશ અમારો ઉપયોગ કરી શકશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ પોતાના પ્રથમ ભાષણમાં કહ્યું, 'અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે. અમે અમારી સાર્વભૌમત્વ જાળવીશું. દુનિયા આપણો ઉપયોગ કરી શકશે નહીં. અમેરિકામાં વધુ ઘૂસણખોરી નહીં થાય. આ દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર મેક અમેરિકા ગ્રેટ અગેઇનના નારાનું પુનરાવર્તન કર્યું.

આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે આજનો દિવસ અમેરિકનો માટે આઝાદીનો દિવસ છે. હવે કોઈ આપણા દેશનો ઉપયોગ કરી શકશે નહીં. જે આ દેશનો ઉપયોગ કરશે તેને પાઠ ભણાવવામાં આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ માત્ર એટલા માટે બચી ગયા કારણ કે તેમને અમેરિકાને ઘણું આગળ લઈ જવાનું હતું.

(Source: US Network Pool via… pic.twitter.com/8ELdVbF7vL

— ANI (@ANI) January 20, 2025

ટ્રમ્પે કહ્યું, 'આજથી આપણો દેશ ફરી સમૃદ્ધ થશે અને આખી દુનિયામાં આપણું સન્માન થશે. અમે હવે કોઈ દેશને અમારો ફાયદો ઉઠાવવા નહીં દઈએ. આપણું સાર્વભૌમત્વ ફરી પ્રાપ્ત થશે. અમારી સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં આવશે. અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા ગૌરવપૂર્ણ, સમૃદ્ધ અને સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરવાની રહેશે.

દક્ષિણ સરહદ પર ઈમરજન્સી લાદવાની જાહેરાત
રાષ્ટ્રપતિ તરીકેના પોતાના પ્રથમ ભાષણમાં ટ્રમ્પે કહ્યું, 'અમે અમારી દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીએ છીએ.' ટ્રમ્પે મેક્સિકો સાથેની અમેરિકાની દક્ષિણી સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે સૈનિકો મોકલવાની પણ જાહેરાત કરી છે. તેણે કહ્યું, 'અમે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને જ્યાંથી આવ્યા હતા ત્યાંથી પાછા છોડી દઈશું.'

— ANI (@ANI) January 20, 2025

આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તેઓ આજે ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે. પકડવાની અને છોડવાની પ્રથા સમાપ્ત થશે, સૈનિકોને દક્ષિણ સરહદ પર મોકલવામાં આવશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાતો

- અમેરિકા ફર્સ્ટ પોલિસી પર કામ કરશે.
- મેક્સિકો બોર્ડર પર રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા.
- અમેરિકામાં ડ્રગ્સ સ્મગલરને આતંકવાદી જાહેર કરવામાં આવશે.
- હવે અમેરિકામાં દરેકને બોલવાની સ્વતંત્રતા હશે.
- ગેરકાયદેસર વસાહતીઓને હાંકી કાઢવામાં આવશે.
- અમેરિકામાં માત્ર બે જ લિંગ હશે, પુરુષ અને સ્ત્રી.
- પનામા કેનાલનું નિયંત્રણ પાછું લઈ લેશે.
- ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા રાખવામાં આવશે.
- એક્સટર્નલ રેવન્યુ સર્વિસ જાહેર કરી.
- મેક્સિકન બોર્ડર પર દિવાલ બનાવશે.
- ડ્રીલ બેબી ડ્રીલ પોલિસી જાહેર.
- કોઈ ભેદભાવ નહીં, પ્રતિભાને પ્રાથમિકતા.
- અન્ય દેશો પર ટેક્સ અને ટેરિફ વધારશે.
- અમેરિકામાં સેન્સરશિપ નથી.
- ચીનના વર્ચસ્વને ખતમ કરશે.
- યુએસ આર્મી તેના મિશન માટે આઝાદ છે.
- અમેરિકન સેના અન્ય દેશો સાથે યુદ્ધ નહીં કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news