ઉન્નાવ: યોગી સરકારની પીડિતાના પરિજનોને 25 લાખ નાણાકીય મદદ અને ઘર આપવાની જાહેરાત
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની યોગી સરકારે ઉન્નાવ રેપ પીડિતા (Unnao Rape Case) ના પરિજનોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી કમલા રાણી વરુણે ઉન્નાવ પીડિતા (Victim) ના પરિજનોને 25 લાખ રૂપિયા નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી. કેબિનેટ મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પહેલા જ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાત કરી છે. આ સાથે જ પીડિતાને પરિજનોને વડાપ્રધાન આવાસ પણ આપવામાં આવશે. યોગી સરકારના કેબિનેટ મંત્રી કમલા રાણી, સ્વામી પ્રસાદ મૌર્ય અને ભાજપ સાંસદ સાક્ષી મહારાજ આજે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા માટે ગયા હતાં.
Trending Photos
ઉન્નાવ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની યોગી સરકારે ઉન્નાવ રેપ પીડિતા (Unnao Rape Case) ના પરિજનોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી કમલા રાણી વરુણે ઉન્નાવ પીડિતા (Victim) ના પરિજનોને 25 લાખ રૂપિયા નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી. કેબિનેટ મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પહેલા જ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાત કરી છે. આ સાથે જ પીડિતાને પરિજનોને વડાપ્રધાન આવાસ પણ આપવામાં આવશે. યોગી સરકારના કેબિનેટ મંત્રી કમલા રાણી, સ્વામી પ્રસાદ મૌર્ય અને ભાજપ સાંસદ સાક્ષી મહારાજ આજે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા માટે ગયા હતાં.
પીડિતાના પરિજનો સાથે મુલાકાત બાદ ભાજપ (BJP) ના નેતાઓએ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. આ સાથે જ પરિજનોને દરેક શક્ય મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું છે. અત્રે જણાવવાનું કે ઉન્નાવમાં આગને હવાલે કરાયેલી દુષ્કર્મ પીડિતાનું શુક્રવારે રાતે દિલ્હીના અફદરજંગ હોસ્પિટલમાં મોત નિપજ્યું. પીડિતા લગભગ 90 ટકા દાઝી ગઈ હતી. તેને ગુરુવારે એરબસથી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ લાવવામાં આવી હતી. હોસ્પિટલ તરફથી બતાવવામાં આવ્યું હતું કે શુક્રવારે (6 December)એ રાતે 11:40ના રોજ પીડિતાએ છેલ્લા શ્વાસ લીધા.
હૈદરાબાદ એન્કાઉન્ટર: CJIનું મોટું નિવેદન, 'બદલાની ભાવનાવાળો ન્યાય પોતાનું મૂળ ચરિત્ર ગુમાવી બેસે છે'
પીડિતાનું શુક્રવારે સારવાર દરમિયાન મોત
પીડિતાને શુક્રવારે રાતે 11:10 વાગે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરની ટીમ તેને બચાવવામાં લાગી હતી. પરંતુ જીવ બચાવી શક્યો નહીં. પીડિતાએ શુક્રવારે સવારે જ ડોક્ટરને પૂછ્યું હતું કે શું હું બચી જઈશ? તેણે તેના ભાઈને કહ્યું હતું કે જો તેનું મોત થાય તો દોષિતોને છોડતા નહીં.
આ VIDEO પણ જુઓ...
દુષ્કર્મ પીડિતા રાયબરેલી જઈ રહી હતી ત્યારે તેને આરોપીઓએ આગને હવાલે કરી
નોંધનીય છે કે ઉન્નાવ (Unnao) જિલ્લાના બિહાર પોલીસ સ્ટેશનની હદમાં દુષ્કર્મ પીડિતાને ગુરુવારે જ્વલંત પદાર્થ છાંટીને બાળવાનો પ્રયત્ન કરાયો. રાયબરેલી જવા માટે વહેલી સવારે તે રેલવે સ્ટેશન જઈ રહી હતી. ત્યારે દુષ્કર્મ પીડિતા યુવતીને કેટલાક લોકોએ આગ લગાવી દીધી અને ભાગી ગયાં. ત્યારબાદ પાસેના એક ગેસ એજન્સીના ગોદામના ગાર્ડની સૂચના પર પહોંચેલી પીઆરવીએ તેને સુમેરપુર સીએચસી પહોંચાડી જ્યાંથી જિલ્લા હોસ્પિટલ લઈ જવાઈ. હાલત ખુબ જ નાજુક હોવાના કારણે તેને લખનઉ સિવિલ હોસ્પિટલ રેફર કરાઈ.
યુવતી લગભગ 90 ટકા જેટલી દાઝી ગઈ હતી. તેની સ્થિતિ ખુબ ગંભીર હતી. ઉન્નાવમાં આગના હવાલે કરાયેલી દુષ્કર્મ પીડિતાને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં લખનઉથી એરલિફ્ટ કરીને શિફ્ટ કરાઈ હતી. પીડિતાને એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવામાં આવી. જ્યાં તેણે ગઈ કાલે રાતે છેલ્લા શ્વાસ લીધા. આ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે