રસપ્રદ છે જુનાગઢની ચૂંટણીનો ઈતિહાસ, બહેનોએ ભૂલથી પાકિસ્તાન માટે આપી દીધા હતા મત

Junagadh Mahanagarpalika Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે હાલમાં એકમાત્ર જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે... ત્યારે ભારતમાં સર્વપ્રથમ વખત ચૂંટણી ક્યારે યોજાઇ હતી? જાણો આ રસપ્રદ ઇતિહાસ
 

રસપ્રદ છે જુનાગઢની ચૂંટણીનો ઈતિહાસ, બહેનોએ ભૂલથી પાકિસ્તાન માટે આપી દીધા હતા મત

Junagadh News અશોક બારોટ/જૂનાગઢ : ગુજરાતમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જેમાં એક માત્ર મહાનગરપાલિકા જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે એ સવાલ જરૂર થાય કે આ ચૂંટણીની શરૂઆત કઈ રીતે કરવામાં આવી હશે અને પહેલી ચૂંટણી કઈ રીતે આયોજન કરવામાં આવી હશે આ ચૂંટણીનો વિચાર સર્વપ્રથમ કોને આવ્યો હશે અને આ આયોજન કઈ બાબતમાં કરવામાં આવ્યું છે તે તમામ બાબતોના સવાલના જવાબ જૂનાગઢના પ્રખ્યાત ઇતિહાસવિદ પ્રદ્યુમ્ન ખાચરે આપ્યા હતા.

આવો જાણીએ શું રહ્યો છે ઇતિહાસ
પાકિસ્તાનના ભાગલા પડ્યા એ પછી જુનાગઢ રાજ્યનો ભારત સંગે કબજો સંભાળી લીધો એ પછી જુનાગઢ રાજ્યમાં સાત ઠેકાણે લોકમત લેવામાં આવ્યો હતો. જેને આપણે ભારતની પ્રથમ ચૂંટણી કહેવી હોય તો કહી શકાય આ લોકમત લેવા માટેની તારીખ નક્કી કરવામાં આવી હતી. 20 ફેબ્રુઆરી 1948 24 ફેબ્રુઆરીના રોજ આ લોકમતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢમાંથી 91 મત પાકિસ્તાનની તરફેણમાં પડ્યા હતા બાકી 1,89,000 જેટલા મત હિન્દુસ્તાનમાં ભળી જવા માટે મળ્યા હતા. આ લોકમત લેવામાં આવ્યો અને ચુંટણી કરવામાં આવી આ ચૂંટણીમાં બે પ્રકારની પેટીઓ રાખવામાં આવી હતી. 

લાલ રંગની પેટી હિન્દુસ્તાનની, લીલા રંગની પેટી પાકિસ્તાનની
જેમાં લાલ રંગની પેટી હિન્દુસ્તાન માટે રાખવામાં આવી હતી લીલા રંગની પેટી પાકિસ્તાન માટે રાખવામાં આવી હતી. આ લોકમતમાં ચૂંટણીમાં કોઈ લશ્કરનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો પરંતુ નાગરકર કરીને આ ચૂંટણીના અધિકારી તરીકે એમને નિમવામાં આવ્યા હતા. જ્યાં દરબારી સ્ત્રીઓ અને મુસ્લિમ સ્ત્રી જે ઓજલ પડદામાં રહેતી હોય એના માટે અલગ હોય એના માટે અલગ બુથ ઊભા કરવામાં આવ્યા હતા અને જેની અંદર પોલિંગ સ્ટાફમાં પણ સ્ત્રીઓને નિમવામાં આવી હતી. ઘણી બહેનો પ્રથમ વખત મત આપતી હોવાથી કેટલાક બહેનો ભૂલથી પણ પાકિસ્તાનમાં મત અપાઈ ગયો હોય એવા કિસ્સાઓ પણ જોવા મળ્યા હતા. વિશ્વમાંથી બે પત્રકારો આ લોકમતનું નિરીક્ષણ કરવા માટે જુનાગઢ આવ્યા હતા અને સંપૂર્ણપણે પારદર્શક રીતે આ લોકમત લેવામાં આવ્યો હતો.

આ સમયે કેટલા મતદારો નોંધાયા હતા

  • આ સમયે કુલ સાત જગ્યાએ મતદાન કરાવવામાં આવ્યું હતું જેમાં જુનાગઢ , માંગરોળ , માણાવદર , બાંટવા (બડા) , બાંટવા (છોટા) , સરદારગઢ , બાબરીયાવાડ પ્રદેશ હતા
  • જેમાં જૂનાગઢમાં મુસ્લિમ મતદારો 21,606 બિન મુસ્લિમ મતદારો 1,78,963 એમ કુલ મતદારો 2,00,569 હતા. જે અંતર્ગત ભારત સાથે જોડાવા માટે તરફેણના મત 2,90,789 અને પાકિસ્તાન સાથે જોડાણની તરફેણના મત 91 હતા. કુલ મતદાન 1,90,870 થયું હતું
  • માંગરોળ માં મુસ્લિમ મતદારો 3204 બિન મુસ્લિમ મતદારો 9763 એમ કુલ મતદારો 12,997 હતા. જે અંતર્ગત ભારત સાથે જોડાવા માટે તરફેણના મત 11 833 અને પાકિસ્તાન સાથે જોડાણની તરફેણના મત 8 હતા. કુલ મતદાન 11,841 થયું હતું
  • માણાવદરમાં મુસ્લિમ મતદારો 520 બિન મુસ્લિમ મતદારો 8160 એમ કુલ મતદારો 8680 હતા. જે અંતર્ગત ભારત સાથે જોડાવા માટે તરફેણના મત 8436 અને પાકિસ્તાન સાથે જોડાણની તરફેણના મત 11 હતા. કુલ મતદાન 8447 થયું હતું
  • બાટવા (બડા) મુસ્લિમ મતદારો 249 બિન મુસ્લિમ મતદારો 1178 એમ કુલ મતદારો 1427 હતા. જે અંતર્ગત ભારત સાથે જોડાવા માટે તરફેણના મત 1,091 અને પાકિસ્તાન સાથે જોડાણની તરફેણના મત 10 હતા. કુલ મતદાન 1,101 થયું હતું
  • બાટવા (છોટા) મુસ્લિમ મતદારો 39 બિન મુસ્લિમ મતદારો 1393 એમ કુલ મતદારો 1432 હતા. જે અંતર્ગત ભારત સાથે જોડાવા માટે તરફેણના મત 1412 અને પાકિસ્તાન સાથે જોડાણની તરફેણના એક પણ મત હતા નહીં. કુલ મતદાન 1412 થયું હતું
  • સરદારગઢ માં મુસ્લિમ મતદારો 231 બિન મુસ્લિમ મતદારો 3162 એમ કુલ મતદારો 3393 હતા. જે અંતર્ગત ભારત સાથે જોડાવા માટે તરફેણના મત 3421 અને પાકિસ્તાન સાથે જોડાણની તરફેણના મત 2 હતા. કુલ મતદાન 3243 થયું હતું
  • બાબરીયાવાડ મુસ્લિમ મતદારો 243 બિન મુસ્લિમ મતદારો 5637 એમ કુલ મતદારો 5880 હતા. જે અંતર્ગત ભારત સાથે જોડાવા માટે તરફેણના મત 5392 અને પાકિસ્તાન સાથે જોડાણની તરફેણના મત 8 હતા. કુલ મતદાન 5400 થયું હતું

આમ તમામ જગ્યાએ કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા 2,34,378 હતી તે ની સામે ભારતમાં જોડાવા માટે 2,22,184 મત પડ્યા હતા જ્યારે પાકિસ્તાનમાં જોડાવા માટે કુલ 130 મત પડ્યા હતા. કુલ મતદાન 2,22,314 નોંધાયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news