વિપક્ષ નંબરની ચિંતા છોડી દે, અમારા માટે તમારો દરેક શબ્દ અને ભાવના મુલ્યવાન છે: PM મોદી

મોદી સરકાર 2.0ની સંસદીય પરિક્ષા આજથી શરૂ થઈ રહી છે. આજે 17મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન નવા સાંસદોની શપથવિધિ થઈ રહી છે.

વિપક્ષ નંબરની ચિંતા છોડી દે, અમારા માટે તમારો દરેક શબ્દ અને ભાવના મુલ્યવાન છે: PM મોદી

નવી દિલ્હી: મોદી સરકાર 2.0ની સંસદીય પરિક્ષા આજથી શરૂ થઈ રહી છે. આજે 17મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન નવા સાંસદોની શપથવિધિ થઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવીને સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટી ઈચ્છશે કે આ સત્રમાં બજેટ ઉપરાંત અન્ય અટકી પડેલા બિલો પસાર કરાવવામાં આવે. વીરેન્દ્રકુમારે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા. ત્યારબાદ તેમણે  નવા ચૂંટાઈ આવેલા સાંસદોને શપથ લેવડાવ્યાં. 17 જૂનતી શરૂ થનારું આ સત્ર 26 જુલાઈ સુધી ચાલુ રહેશે. 5 જુલાઈના રોજ બજેટ રજુ કરાશે. સત્ર શરૂ થતા જ મોદી મોદીના નારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા. ત્યાબાદ ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, નીતિન ગડકરી, ડી.વી.સદાનંદ ગૌડા, અને અન્ય સાંસદોએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે તમામ પક્ષોને સકારાત્મક સહયોગની અપેક્ષાની વાત કરી. તેમણે વિપક્ષને લોકશાહની અનિવાર્ય શરત ગણાવતા કહ્યું કે સમાર્થ્યવાન વિપક્ષથી લોકતંત્ર મજબુત થાય છે. તેમણે તમામ પક્ષોને સહયોગની અપીલ કરતા કહ્યું કે વિપક્ષી દળોએ નંબરની ચિંતા છોડીને પોતાનું યોગદાન આપવું જોઈએ. તેમનો અવાજ અને ચિંતાઓ સરકાર માટે એટલી જ મહત્વપૂર્ણ છે. 

— ANI (@ANI) June 17, 2019

મહિલા સાંસદોની સંખ્યા, મતદાનના આંકડાને પીએમ મોદીએ ગણાવ્યાં ખાસ
પીએમ મોદીએ કહ્યું કે નવી લોકસભાની રચના બાદ આજે પ્રથમ સત્ર શરૂ થઈ રહ્યું છે. અનેક નવા સાથીઓના પરિચયનો અવસર છે. નવા સાથીઓ જ્યારે જોડાય છે ત્યારે નવો ઉમંગ, નવો ઉત્સાહ, નવા સપના પણ જોડાય છે. ભારતના લોકતંત્રની વિશેષતા તાકાતનો અનુભવ આપણે દરેક ચૂંટણીમાં કરીએ છીએ. આ ચૂંટણી એટલા માટે પણ ખાસ છે કારણ કે આઝાદી બાદ સૌથી વધુ મહિલા પ્રતિનિધિઓ ચૂંટાઈ આવ્યાં, સૌથી વધુ મતદાન જેવી વિશેષતાઓ જોવા મળી. અનેક દાયકાઓ બાદ એક સરકારને પૂર્ણ બહુમતની સાથે અને પહેલા કરતા વધુ સીટોની સાથે જનતાએ સેવાની તક આપી છે. 

જુઓ LIVE TV

તમામ પક્ષ જનતાની આશાઓનું ધ્યાન રાખશે
વડાપ્રધાન મોદીએ સદનમાં ગતિરોધના સ્થાને સક્રિય ભાગીદારીની અપીલ કરી. તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષનો અનુભવ રહ્યો છે કે જ્યારે સદન ચાલ્યું છે ત્યારે દેશ હિતના નિર્ણય પણ સારા લેવાયા છે. તે અનુભવોના આધાર પર હું આશા રાખું છું કે તમામ પક્ષ ખુબ જ ઉત્તમ પ્રકારની ચર્ચા અને જનહિતના નિર્ણય તથા જન આકાંક્ષાઓની પૂર્તિની દિશામાં આગળ વધી રહ્યાં છે. બધાનો સાથ બધાના વિકાસથી યાત્રા શરૂ થઈ જેમાં દેશની જનતાએ અદભૂત વિશ્વાસ ભરી દીધો. સામાન્ય માનવીની આશા-આકાંક્ષાનો સંકલ્પ લઈને જરૂર આગળ વધવાનો પ્રયત્ન કરીશું. 

વિપક્ષી દળોના અવાજને સરકાર માટે મહત્વનો ગણાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉર્જાવાન વિપક્ષના મહત્વ પર ભાર મૂક્યો.  તેમણે કહ્યું કે લોકતંત્રમાં વિપક્ષનું હોવું, સક્રિય હોવું અને સામર્થ્યવાન હોવું અનિવાર્ય શરત છે. હું આશા રાખું છું કે વિપક્ષના લોકો નંબરની ચિંતા છોડી દે. અમારા માટે તેમનો દરેક શબ્દ મુલ્યવાન છે, દરેક ભાવના મુલ્યવાન છે. જ્યારે આપણે ચેર  પર એમપી તરીકે બેસીએ છીએ ત્યારે પક્ષ-વિપક્ષથી વધુ નિષ્પક્ષ ભાવના મહત્વપૂર્ણ છે. મને વિશ્વાસ છે કે નિષ્પક્ષ ભાવથી જનકલ્યાણની ભાવનાને ધ્યાનમાં રાખીને તમામ સભ્યો આ સદનની ગરિમાને ઊંચી ઉઠાવવામાં યોગદાન આપશે. મને વિશ્વાસ છે કે પહેલાની સરખામણીમાં આ વખતે આપણા સત્ર વધુ ઉપયોગી રહેશે. વધુ ઉર્જા, વધુ ગતિ, વધુ સામૂહિક ભાવની આપણને તક મળશે. 

— ANI (@ANI) June 17, 2019

આ અગાઉ ભાજપના સાંસદ વીરેન્દ્રકુમારે આજે સવારે પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ લેવડાવ્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news