Computer Science Courses: કોમ્પ્યુટર સાયન્સના આ 7 કોર્સ સૌથી બેસ્ટ, કોર્સ પુરો કરો એટલે રમતાં રમતાં મળે લાખો-કરોડોના પેકેજની નોકરી

Computer Science Courses After 12th: જો તમારા દીકરા કે દીકરીનું સપનું પણ આવું જ છે તો આજે તમને આ ફિલ્ડના 7 બેસ્ટ કોર્સ વિશે જણાવીએ. આ કોમ્પ્યુટર સાયન્સ ઈંજીનિયરિંગ ફિલ્ડમાં પણ અનેક કોર્સના વિકલ્પ ઉપલબ્ધ છે. જેમાં અભ્યાસ કર્યા પછી તુરંત તમને લાખોના વાર્ષિક પેકેજની જોબ મળી શકે છે. 

Computer Science Courses: કોમ્પ્યુટર સાયન્સના આ 7 કોર્સ સૌથી બેસ્ટ, કોર્સ પુરો કરો એટલે રમતાં રમતાં મળે લાખો-કરોડોના પેકેજની નોકરી

Computer Science Courses After 12th: વર્તમાન સમયમાં કોમ્પ્યુટર સાયન્સ ઈંજીનિયરિંગ ફિલ્ડમાં ડીમાંડ વધારે જોવા મળે છે. ભવિષ્યમાં પણ આ ફિલ્ડમાં નોકરીની તકો રહેવાની જ છે. આ ડીમાંડને ધ્યાનમાં રાખી ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી સારા કોમ્પ્યુટર સાયન્સ ઈંજીનિયરિંગ કોર્સમાં એડમિશન લેવાનું વિચારતા હોય છે. જો તમારા દીકરા કે દીકરીનું સપનું પણ આવું જ છે તો આજે તમને આ ફિલ્ડના 7 બેસ્ટ કોર્સ વિશે જણાવીએ. આ કોમ્પ્યુટર સાયન્સ ઈંજીનિયરિંગ ફિલ્ડમાં પણ અનેક કોર્સના વિકલ્પ ઉપલબ્ધ છે. જેમાં અભ્યાસ કર્યા પછી તુરંત તમને લાખોના વાર્ષિક પેકેજની જોબ મળી શકે છે. 

B.Tech in Computer Science and Engineering

ધોરણ 12 પછી આ ડિગ્રી કોર્સ કરી શકાય છે. આ કોર્સ ચાર વર્ષનો હોય છે. આ કોર્સ પુરો કર્યા પછી તમને વાર્ષિક 8 થી 10 લાખના પગારની નોકરી સરળતાથી મળી શકે છે. 

B.Sc in Computer Science

જે વિદ્યાર્થીને પ્રોગ્રામિંગ, સોફ્ટવેર ડેવલપમેંટ અને એલ્ગોરિધમમાં રસ હોય તેઓ આ કોર્સ પસંદ કરી શકે છે. આ કોર્સ પુરો થયા પછી તમને 3 થી 6 લાખના પેકેજની નોકરી રમતા રમતા મળી જાય છે. 

Bachelor of Computer Application

કંપ્યુટર એપ્લિકેશન અને પ્રોગ્રામિંગ ભાષા શીખવાનો શોખ હોય તો બીસીએ કરી શકાય છે. આ કોર્સ સૌથી બેસ્ટ સાબિત થાય છે. તેમાં 3 થી 5 લાખના પગારની નોકરી મળે છે. 

Bachelor of Engineering in Computer Scienece

આ કોર્સમાં હાર્ડવેર અને સોફ્ટવેરનો અભ્યાસ કરવાનો હોય છે. આ કોર્સ કર્યા પછી સોફટવેર ઈંજીનિયર અને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર તરીકે 5 થી 8 લાખના પગારની નોકરી મળી શકે છે. 

B.Sc in Information Technology

કોમ્પ્યુટર નેટવર્ક, પ્રોગ્રામિંગ અને સિસ્ટમ એનાલિલિસ તરીકે કામ કરવા માંગતા વિદ્યાર્થીઓએ આ કોર્સ કરવો જોઈએ. આ કોર્સ પછી પણ વાર્ષિક 3થી 6 લાખના પગારની નોકરી મળી શકે છે. 

B.Tech in Information Technology

ઈંફોર્મેશન ટેકનોલોજી ફિલ્ડમાં કરિયર બનાવવું હોય તો ધોરણ 12 પછી આ કોર્સ કરવો. આ કોર્સ પુરો થયા પછી સારી પોસ્ટ પર નોકરી મળી શકે છે અને જેમાં પગાર 6 થી 9 લાખનો હોય છે.

B.Sc in Data Science

ડેટા એનાલિસ્ટ, એમએલ અને સ્ટેટિસ્ટિકલ મોડલિંગ તરીકે કારર્કિદી બનાવવી હોય તો આ કોર્સ કરી શકાય છે. તેમાં શરુઆતી 7 લાખથી 10 લાખના વાર્ષિક પગારની નોકરી મળી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news