લોઢાની તવી પર પણ ઉતરશે પરફેક્ટ Dosa, ઉતારતી વખતે અપનાવો આ ટીપ્સ
How To Make Dosa On Iron Pan: જ્યારે લોઢાના તવા પર ઢોસો બનાવવાની ટ્રાય કરવામાં આવે છે તો તે ચીપકી જાય છે અને બહાર જેવો બનતો નથી. જો તમારે પણ લોઢાની થવી પર ક્રિસ્પી અને બહાર જેવા જ ઢોસા બનાવવા હોય તો આજે તેના માટેની કેટલીક ટિપ્સ તમને જણાવીએ
Trending Photos
How To Make Dosa On Iron Pan: સાઉથ ઇન્ડિયન ફૂડ દરેક વ્યક્તિને પસંદ હોય છે. ખાસ કરીને ઢોસા ખાવા બધાને પસંદ હોય છે. ઢોસા એવી વાનગી છે જે હેલ્ધી હોય છે અને તેને તમે કોઈપણ સમયે ખાઈ શકો છો. પરંતુ જ્યારે લોઢાના તવા પર ઢોસો બનાવવાની ટ્રાય કરવામાં આવે છે તો તે ચીપકી જાય છે અને બહાર જેવો બનતો નથી. તેનાથી તવો પણ ખરાબ થાય છે અને બેટર પણ બગડે છે. જો તમારે પણ લોઢાની થવી પર ક્રિસ્પી અને બહાર જેવા જ ઢોસા બનાવવા હોય તો આજે તેના માટેની કેટલીક ટિપ્સ તમને જણાવીએ. આ ટિપ્સ ફોલો કરશો તો તમારા ઢોસા બહાર જેવા જ ક્રિસ્પી બનશે.
આ પણ વાંચો:
પરફેક્ટ ઢોસો બનાવવાની ટીપ્સ
- જો તમે તવા પર ઢોસો બનાવવા જઈ રહ્યા હોય તો સૌથી પહેલા તવાને બરાબર રીતે સાફ કરો. તેના પર કોઈ પણ પ્રકારનો મેલ લાગેલો ન હોવો જોઈએ. તવો બરાબર સાફ નહીં હોય તો તમારું ઢોસો તેના પર ચોટી જશે.
- તવો સાફ કર્યા પછી બટેટા અને ડુંગળીને અડધા અડધા કટ કરી લેવા. હવે જ્યારે ઢોસો ઉતારવો હોય ત્યારે ડુંગળી અને બટેટાને તેલમાં ડુબાડીને ઢોસા પર ફેરવી દેવા. ત્યાર પછી ઢોસો ઉતારશો તો ચોટશે નહીં.
- જો તમારો ઢોસો એકવાર બરાબર ઉતરે અને પછી બરાબર ઉતરતો ન હોય તો. એક ડોસો ઉતારી લીધા પછી તવાને પાણી છાંટીને ઠંડો કરી લેવો. ત્યાર પછી જો તમે ઢોસો ઉતારશો તો એકદમ ક્રિસ્પી બનશે અને તુટશે પણ નહીં.
- ઘણી વખત એવું હોય છે કે ફ્રીજમાંથી કાઢીને ઠંડા બેટર માંથી જ તમે ઢોસા બનાવતા હોય. આવી ભૂલ કરવાથી પણ ઢોસા ખરાબ થાય છે. ઢોસાના બેટર નો ઉપયોગ કરવાનો હોય તેની થોડી મિનિટો પહેલા તેને બહાર કાઢી લેવું અને નોર્મલ ટેમ્પરેચર પર આવી જવા દેવું. ત્યાર પછી તેનો ઉપયોગ કરશો તો ઢોસા સારા બનશે.
- સૌથી મહત્વની વાત એ છે કે ઢોસાના બેટરને પાણી નાખીને વધારે પાતળું કરી દેવું નહીં. બેટર જેટલું જાડું હશે એટલો ઢોસો સારો ઉતરશે. જો તેમાં વધારે પાણી નાખી દેવામાં આવે છે તો ઢોસો તવા પર સ્પ્રેડ કરતા જ ફાટવા લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે