Dark Neck: ગરદનની સ્કિન ચહેરા કરતાં કાળી છે? કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
Home Remedies For Dark Neck: જો તમે ગરદનની ત્વચા પર જામેલા મેલને દુર કરવા માંગતા હોય તો આજે તમને એક અસરકારક ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી ગરદન અને ચહેરાની ત્વચા એક સમાન ગોરી થઈ જશે.
Trending Photos
Home Remedies For Dark Neck: ધૂળ, પરસેવો અને નિયમિત સફાઈના અભાવના કારણે ગરદનની ત્વચા ચહેરાની ત્વચા કરતા વધારે કાળી દેખાય તે સામાન્ય સમસ્યા છે. ઘણી વખત ગરદનની ત્વચા કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાના કારણે પણ કાળી પડી જાય છે. મોટાભાગના લોકો આ બાબત પર ધ્યાન આપતા નથી. પરંતુ જ્યારે ત્વચાની કાળાશ વધી જાય છે તો તે કોન્ફિડન્સને અસર કરવા લાગે છે.
ગરદનની ત્વચા ચહેરા કરતાં વધારે કાળી હોય અને આ સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો કોફી પાવડર ઉપયોગી સાબિત થાય છે. કોફી પાવડરનો આ ઉપાય મોંઘા બ્યુટી પ્રોડક્ટ કરતા પણ વધારે અસરકારક સાબિત થશે. કોફી પાવડરમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને જો ગરદન પર અપ્લાય કરવામાં આવે તો કાળી પડેલી ત્વચા ચહેરા જેવી જ ગોરી થઈ જાય છે.
કોફીમાં કેફિન અને ટેનિન જેવા તત્વો હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક છે અને બ્લડ સર્ક્યુલેશન વધારે છે. કોફીનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી ત્વચાની કાળા દૂર થાય છે. કોફીમાં રહેલું કેફિન ત્વચાના રોમ છિદ્રોને સંકોચે છે. સાથે જ તે ત્વચાને ટાઇટ અને રૂપાળી બનાવે છે.
આ પેસ્ટ બનાવવા માટે એક ચમચી કોફી પાવડરમાં, એક ચમચી મધ અને એક ચમચી નાળિયેરનું તેલ અથવા તો દૂધ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે ગરદન પર અપ્લાય કરો. પેસ્ટ લગાવ્યા પછી 5 મિનિટ હળવા હાથે મસાજ કરો. મસાજ કર્યા પછી 15 મિનિટ સુધી આ પેસ્ટને ગરદન પર લગાવી રાખો. ત્યાર પછી ફરી એક વખત હળવા હાથે મસાજ કરતા કરતા આ પેસ્ટને સાફ કરો અને ઠંડા પાણીથી ધોઈ લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે